Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 14
________________ ૧. યોગ આમ છતાં આપણે ત્યાં માનસરોગના તજજ્ઞો હતા ખરા. આ દૃષ્ટિએ તદ્વિદ્યસેવા’ શબ્દ (ચ.સૂ.૧૧-૧૭) ધ્યાનમાં લેવા જેવો છે. ચરકનો ટીકાકાર ચક્રપાણિદત્ત એને મનસવ્યાપનવેલી તરીકે સમજાવે છે. मानसं प्रति भैषज्यं त्रिवर्गस्यान्ववेक्षणात् । तद्विद्यसेवा विज्ञानमात्मादीनां च सर्वशः ॥ | (ચ સૂ.૧૧-૪૭) માનસરોગનું ઔષધ ત્રિવર્ગ (ધર્મ, અર્થ, કામ) થી તેમ જ આત્માદિના બળવાળા મનુષ્યો પાસે જઈને તેમની સેવામાં રહેવું વગેરે બતાવે છે. માનસ જ્ઞાન-વિજ્ઞાને થપ્પતિસમા (ચ.સૂ.૧-૫૮) આયુર્વેદની જ્ઞાનમીમાંસા અને યોગમીમાંસાની આટલી ચર્ચા કર્યા પછી આપણે ફરી પાછા પાતંજલ યોગસૂત્ર'ના પ્રથમ પાકના વિમર્શ ઉપર આવીએ. હાતા” એ દુઃખથી છૂટકારો મેળવવા ઈચ્છનાર દ્રષ્ટા અથવા ચેતનનું નામ છે. યોગશાસ્ત્રમાં સાંખ્ય, વૈશેષિક, નૈયાયિક, બૌદ્ધ, જૈન અને પૂર્ણપ્રજ્ઞ (મધ્વ) દર્શનની જેમ ચૈતવાદ છે અર્થાત્ એકાધિક ચૈતન્ય માનવામાં આવ્યું છે. યોગશાસ્ત્ર ચેતનને - આત્માને જૈન દર્શનની જેમ દેહપ્રમાણ નથી માનતું, મધ્વસંપ્રદાયની જેમ અણપ્રમાણ નથી માનતું; પરન્તુ સાંખ્ય, વૈશેષિક, નૈયાયિક અને શાંકર વેદાન્તની જેમ એને વ્યાપક માને છે. એ જ રીતે યોગશાસ્ત્ર આત્માને જૈન દર્શનની જેમ પરિણામી-નિત્ય નથી માનતું અને બૌદ્ધ દર્શનની જેમ ક્ષણિક અનિત્ય પણ નથી માનતું, પણ સાંખ્ય આદિ પૂર્વોક્ત દર્શનોની જેમ ફૂટસ્થ-નિત્ય માને છે. ઈશ્વર તત્ત્વ વિષે યોગશાસ્ત્ર અને વિવિધ દર્શનો ઈશ્વર વિષે યોગશાસ્ત્રનું મંતવ્ય સાંખ્ય દર્શનથી ભિન્ન છે. સાંખ્ય દર્શન આત્માથી અતિરિક્ત ઈશ્વરમાં નથી માનતું, પણ યોગશાસ્ત્ર માને છે. યોગશાસ્ત્ર ઈશ્વરને પ્રકૃતિથી ભિન્ન માન્યો છે, પણ તૈયાયિક વગેરેની જેમ ઈશ્વરમાં નિત્યજ્ઞાન, નિત્ય ઈચ્છા અને નિત્યકૃતિનો સંબંધ નહિ માનતાં એને સ્થાને સત્ત્વગુણનો પ્રવર પ્રકર્ષ માનીને જંગદુદ્ધારની બધી વ્યવસ્થા વહેંચી દીધી છે. યોગશાસ્ત્ર દશ્ય જગતને જૈન, વૈશેષિક અને નૈયાયિક દર્શનોની જેમ પરમાણુનો પરિણામ નથી માનતું, પણ શાંકરવેદાન્તની જેમ બ્રહ્મનો વિવર્ત માને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108