Book Title: Yoga Anuyoga ane Mantrayog Author(s): Bhogilal J Sandesara Publisher: B J InstitutePage 12
________________ ૧. યોગ એ મુખ્ય છે. પતંજલિનાં “યોગસૂત્ર'નો પાયો એ કપિલદેવનો સાંખ્યસિદ્ધાન્ત છે, આથી એના પ્રત્યેક પાદને અંતે યોજાશાત્રે સરક્યyવેવને એવો ઉલ્લેખ છે. એનો અર્થ એ થયો કે સાંખ્યશાસ્ત્રથી ભિન્ન દર્શન-આધારિત યોગશાસ્ત્રો પતંજલિના સમયમાં વિદ્યમાન હતાં. પાતંજલ યોગસૂત્ર ઉપર અનેક ટીકાઓ-વાર્તિકો રચાયાં છે, પણ વ્યાસકૃત ભાષ્ય' તથા વાચસ્પતિ મિશ્રકૃત ટીકા એમાં મુખ્ય છે. સર્વ ભારતીય દર્શનોનું અંતિમ સાધ્ય શું? એ વિષયમાં બે પક્ષ છે - એક પક્ષનું સાધ્ય શાશ્વત સુખ નથી; તે એય માને છે કે શાશ્વત સુખ જેવી હોઈ વસ્તુ નથી, અંતિમ ધ્યેય તો દુઃખની આત્યંતિક નિવૃત્તિ છે. બીજો પક્ષ આત્યંતિક સુખની પ્રાપ્તિને મોક્ષ માને છે. વૈશેષિક, નૈયાયિક, સાંખ્ય, યોગ, અને બૌદ્ધ દર્શન પ્રથમ પક્ષમાં માને છે; વેદાન્ત અને જૈન દર્શનની શ્રદ્ધા બીજા પક્ષમાં છે. યોગશાસ્ત્રનો વિષયવિચાર એના અંતિમ ધ્યેય અનુસાર થાય છે. એના મુખ્ય ચાર વિભાગ છે- હેય, હેય-હેતુ, હાન અને હાનોપાય. આ વર્ગીકરણ પતંજલિએ પોતે કર્યું છે અને માધ્યકાર વ્યાસે એને “ચતુર્વ્યૂહાત્મક કહ્યું છે. “સાંખ્યસૂત્રમાં પણ એ જ વર્ગીકરણ છે. ભગવાન બુદ્ધે આ ચતુર્વ્યૂહને ચાર આર્યસત્ય તરીકે ઉપદેશ્યાં છે અને પતંજલિનાં આઠ યોગાંગોની જેમ, બુદ્ધે ચોથા આર્ય સત્યના સાધન તરીકે આર્ય અષ્ટાંગનો ઉપદેશ કર્યો છે. ( ૩-કપિલમુનિ ગુર્જર દેશમાં સિદ્ધપુરમાં થયા; એમની સ્મૃતિરૂપ બિન્દુસરોવર હજી ત્યાં છે. તેઓ કર્દમ ઋષિના પુત્ર હતા. માતા દેવહૂતિને તેમણે સાંગનો ઉપદેશ આપ્યો હતો. એનું વિસ્તૃત વર્ણન “ભાગવત’ના પાંચમા સ્કંધમાં છે. દેવહૂતિના અપાયેલા ઉપદેશને કારણે માતાનું શ્રાદ્ધ સિદ્ધપુરમાં થતું હોઈ “માતૃગયા' કહેવાય છે. પિતાનું શ્રાદ્ધ મગધમાં બોધગયામાં થાય છે. ૪-આ ટીકા-વાર્તિક તે વ્યાસકૃત “ભાષ્ય', વાચસ્પતિમિશ્રકૃત “તત્ત્વવૈશારદી' ટીકા, ભોજદેવકૃત “રાજમાર્તડ, નાગોજીભઠ્ઠ કૃત ‘વૃત્તિ, વિજ્ઞાન ભિક્ષુ કૃત “વાર્તિક', “યોગચંદ્રિકા', “મણિપ્રભા', “ભાવાગણેશીય વૃત્તિ, તથા બાલરામ ઉદાસીનકૃત “ટિપ્પણ' ઠેઠ અઢારમા સૈકામાં ગુજરાતમાં મહોપાધ્યાય યશોવિજયજીએ ગંગેશના નવ્ય ન્યાયની રીતિએ રચેલી ગહન ટીકા અને સાતમા સૈકામાં હરિભદ્રસૂરિએ લખેલા “યોગવિંશિકા' આદિ ગ્રન્થો નોંધપાત્ર છે. (જોકે યશોવિજયજીએ એમની ટીકાનો સરલ સાર એમના ગુજરાતી પદોમાં આપ્યો છે !) ૫. તત્યન્તવિમોક્ષો પવ: I “ન્યાયસૂત્ર' ૧-૧-૨૨ ૬. ઈશ્વરકૃષ્ણકૃત “સાંખ્યકારિકા ૧-૩ ૭, યોગદર્શનમાં હાન તત્ત્વનો સ્વીકાર કરીને દુ:ખના આત્યંતિક નાશને હાન કહ્યું છે. ૮. બુદ્ધના બીજા આર્ય સત્ય નિરોધનો ભાવાર્થ દુઃખનો નાશ છે. ૯. વેદાન્તમાં બ્રહ્મને સચ્ચિદાનંદ માન્યું છે; આથી વેદાન્ત અનુસાર નિત્ય સુખ તે મોક્ષ. ૧૦. જૈન દર્શનમાં આત્મા સુખ સ્વરૂપ છે; આથી મોક્ષમાં સુખની અભિવ્યક્તિ તે માને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108