Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

Previous | Next

Page 9
________________ ૨ યોગ, અનુયોગ, મંત્રયોગ પતંજલિ પૂર્વે ‘યોગસૂત્ર’ એ યોગશાસ્ત્રનો પ્રાચીનતમ ઉપલબ્ધ ગ્રન્થ છે. ‘યોગસૂત્ર’કાર પતંજલિ પૂર્વેનાં નિદાન એક હજાર વર્ષમાં યોગ, દર્શન અને વ્યાકરણના અનેક મહાન આચાર્યો થઈ ગયા હતા. પાણિનિ (ઈ.સ.પૂર્વે ૫૦૦ આસપાસ) તેમજ પતંજલિનાં સૂત્રો અને ભાષ્યોનો મૂલાધાર એ લુપ્ત ગ્રન્થો છે. ‘યોગસૂત્ર’ એ સૂત્રપદ્ધતિને રચાયેલી અતિસંક્ષિપ્ત કૃતિ હોઈ એમાં કોઈ પુરોગામીનો ઉલ્લેખ આવે નહિ, એ સ્વાભાવિક છે. પણ પાણિનિ યાસ્કના ‘નિરુક્ત’ એ (ઈ.સ.પૂર્વે ૭૦૦ આસપાસ)નો તથા શાકટાયન, આપિશલિ, સ્ફોટાયન, શાલ્ય,ચાકવર્મા, સેનક, ગાર્ગી, ગાલવ આદિ પુરોગામીઓનો નામ દઈને ઉલ્લેખ કર્યો છે, બતાવે છે કે પાણિનિ પૂર્વે અનેક વ્યાકરણો હતાં. પ્રાચ્યો વિષેના પાણિનિના ઉલ્લેખો ઉપરથી કેટલાકે ઐન્દ્ર વ્યાકરણના અસ્તિત્વનું અનુમાન કર્યું છે, જેનું સ્થાન પાણિનિના વ્યાકરણે લઈ લીધું. પતંજલિના શકવર્તી ‘મહાભાષ્ય’(ઈ.સ. પૂર્વે ૧૨૦ આસપાસ) ઉપરાંત પાણિનિનાં સૂત્રો ઉપર કેટલીક આનુષંગિક રચનાઓ થઈ છે, જેમાં કાત્યાયનકૃત ‘વાર્તિક’(ઈ.સ.પૂર્વે ૩00 આસપાસ), જયાદિત્ય અને વામનની ‘કાશિકાવૃત્તિ’(ઈ.સ.નો સાતમો સૈકો) અને ‘ધાતુપાઠ’, શાકટાયન અને વરુચિષ્કૃત ગણાતાં ‘ઊણાદિસૂત્ર’ અને શાન્તવનકૃત ‘ફિસૂત્ર'નો ઉલ્લેખ કરી શકાય. જે ‘યોગસૂત્ર’ પતંજલિકૃત ‘યોગસૂત્ર’ એ યોગશાસ્ત્રનો અતિસંક્ષિપ્ત છતાં સૌથી પ્રમાણભૂત ગ્રન્થ છે, અને એના વિષે ભાષ્યો ઉપરાંત નાની મોટી બહુસંખ્ય રચનાઓ સંસ્કૃતમાં તેમજ વિવિધ લોકભાષાઓમાં થઈ છે, જેની પૂરી તપાસ હજી થઈ નથી. ‘યોગસૂત્ર’નું સ્થાન એમાં સર્વોચ્ચ છે. એનાં ત્રણ કારણ છે—ગ્રન્થનો અતિસંક્ષેપ, વિષયની સ્પષ્ટતા અને પૂર્ણતા તથા કર્તાનો માધ્યસ્થ ભાવ અને અનુભવ સિદ્ધિ: શંકરાચાર્યે ‘બ્રહ્મસૂત્ર' ઉપરના પોતાના ભાષ્યમાં યોગદર્શનનો પ્રતિવાદ કરતાં લખ્યું છે અથ સમ્ય વર્ગના મ્યુપાયો યોગ:। એની રચના વિચારતાં એ સ્પષ્ટ છે કે શંકરાચાર્ય સમક્ષ પતંજલિના ‘યોગસૂત્ર'થી ભિન્ન કોઈ યોગશાસ્ત્ર હતું. શાંકરભાષ્યમાં યોગ વિષયક બે ઉલ્લેખો છે (૧-૩-૩૩) અને (૨-૪-૯૨), જે પતંજલિમાં નથી. વાસુદેવશાસ્ત્રી અભંકરે પતંજલિના વ્યાકરણ ‘મહાભાષ્ય’ના મરાઠી ભાષાન્તરમાં આ બે ઉલ્લેખોનો નિર્દેશ કર્યો છે. પણ યોગવિષયક પ્રસ્તુત સૂત્ર વિષે કંઈ ઊહાપોહ કર્યો નથી. પરન્તુ એટલું સ્પષ્ટ છે કે પતંજલિ પૂર્વેનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 108