________________
૧. યોગ
योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन । योऽपाकरोत्तं प्रवरं मुनीनां पतंजलिं प्रांजलिरा नतोऽस्मि ।
– વિજ્ઞાનભિક્ષુ पातंजलमहाभाष्यचरकप्रतिसंस्कतैः । मनोवाक्कायदोषाणां हंऽहिपतये नमः ॥
– ચરકના ટીકાકાર ચક્રપાણિદત્ત सूत्राणि योगशास्त्रे वैद्यकशास्त्रे च संहितामतुलाम् । कृत्या पतंजलिमुनिः प्रचारयमास जगदिदं त्रातुम् ॥
– રામચન્દ્ર દીક્ષિત इति चरके पतंजलिः ।
– નાગોજી ભટ્ટ कायवाग्बुद्धिविषया ये मलाः समवस्थिताः । चिकित्सालक्षणाध्यात्मशास्त्रस्तेषां विशुद्धये ॥
વાક્યપદીય'
૧. ભારતપ્રસિદ્ધ એક પ્રાચીન અનુશ્રુતિ એવી છે કે પતંજલિએ “યોગસૂત્ર' રચ્યાં, આયુર્વેદમાં “ચરકસંહિતા' લખી અને શબ્દશાસ્ત્રમાં “મહાભાષ્યનું પ્રણયન કર્યું; એ અનુશ્રુતિ પતંજલિને શેષ નામનો અવતાર ગણે છે. પતંજલિ અને ચરક બંનેએ પુરુષપુર(પેશાવર) પાસેના વનમાં વસીને પોતપોતાની સંહિતાઓ રચી. ચરક પોતાને “ચરકસંહિતા'ના કર્તા નહિ, પ્રતિસંસ્કર્તા તરીકે ઓળખાવે છે; આત્રેય, પુનર્વસુ અને ભેલની પ્રાચીનતર સંહિતાઓનો સંસ્કાર એ “ચરકસંહિતા' એમ તેઓ કહે છે. વળી પતંજલિ અને ચરક સમકાલીન તેમજ નજીકનાં સ્થળોએ વસતા હોઈ પરસ્પરની કૃતિઓને સંસ્કારે એમ પણ બને. “રાજતરંગિણી' અનુસાર, આ સંસ્કરણ કાશ્મીરમાં થયું હતું. અલબત્ત, આ અનુશ્રુતિના અનુમોદનમાં, આથી વિશેષ, કોઈ ઐતિહાસિક પુરાવો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org