Book Title: Yoga Anuyoga ane Mantrayog Author(s): Bhogilal J Sandesara Publisher: B J Institute View full book textPage 6
________________ પ્રકાશકીય * શેઠ શ્રી પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા અંતર્ગત ડૉ. ભોગીલાલ. સાંડેસરાનાં “યોગ, અનુયોગ અને મંત્રયોગ” વિષય પરનાં વ્યાખ્યાનોને પુસ્તકાકારે પ્રગટ કરતાં આનંદ અનુભવાય છે. આ વ્યાખ્યાનમાળા મુખ્યત્વે જૈન દષ્ટિએ આત્મપરમાત્મતત્ત્વને અને આનુષંગિકપણે જૈન દર્શનના સંદર્ભમાં અન્ય મતોની સમીક્ષાને પણ સ્પર્શે છે. ઉપરાંત જૈન વિદ્યાના જૈનદર્શનપરક વિષયોને પણ આમાં આવરી લેવાયા છે. આ વ્યાખ્યાનમાળાના ઉપક્રમે અત્યાર સુધીમાં ત્રણ વ્યાખ્યાન–શ્રેણીઓ યોજાઈ છે, જેમાં અનુક્રમે ડૉ. આર. ડી. રાનડેએ “The Conception of Spiritual Life in Mahatma Gandhi and Hindi Saints” (a44 પર, પંડિત સુખલાલજીએ ‘અધ્યાત્મ વિચારણા' વિશે અને ડો. પદ્મનાભજૈનીએ નૈન પ્રાય મેં મોક્ષ, અવતાર મૌરપુનર્જન્મ' વિશે વ્યાખ્યાનો આપ્યાં છે. આ સર્વવ્યાખ્યાનો શેઠ શ્રી પોપટલાલ હેમચંદ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા ગ્રંથશ્રેણીના ઉપક્રમે પ્રકાશિત કરવામાં આવ્યાં છે. સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. ભોગીલાલ સાંડેસરાએ આ વ્યાખ્યાનમાળાના ઉપક્રમે “યોગ, અનુયોગ અને મંત્રયોગ' વિષય પર ત્રણ વ્યાખ્યાનો આપવાનું સ્વીકારેલું અને તા. ૭૧૨-૯૨ થી તા. ૯-૧૨-૯૨ના ત્રણ દિવસો દરમ્યાન આ વ્યાખ્યાનો અપાય તેવું આયોજન કરેલું, પરંતુ એ દિવસોમાં અમદાવાદમાં ભારે અશાંતિ પ્રવર્તતી હોઈ આ વ્યાખ્યાનો મુલતવી રખાયાં હતાં. તે પછી ડૉ. સાંડેસરાને નાદુરસ્ત તબિયતને કારણે અમેરિકા જવાનું થયું અને ત્યાંથી તેઓ લાંબા સમય સુધી પરત ન આવી શકે એવો સંજોગ પેદા થયો. અલબત્ત, ડૉ. સાંડેસરાનાં આ વ્યાખ્યાનો લિખિત સ્વરૂપે પ્રાપ્ત થયાં હોઈ એ ત્રણે વ્યાખ્યાનોમાં સમાવાયેલાં એમનાં મંતવ્યોને એક વ્યાખ્યાનમાં સમાવતું લખાણ ડૉ. ચીનુભાઈ નાયક જેવા વિદ્વાન તૈયાર કરી આપે એમ ઠર્યું. તદનુસાર ડૉ. ચીનુભાઈ નાયકે તા. ૨૧-૧-૯૪ના રોજ એ વ્યાખ્યાન આપ્યું એ માટે અમો એઓશ્રીના આભારી છીએ. - આ વ્યાખ્યાનો અંગે કેટલીક વિગતોની સ્પષ્ટતા મેળવવામાં ઠીક ઠીક સમય વ્યતીત થયો. દરમ્યાનમાં ડૉ. સાંડેસરાનું અવસાન થતાં તેઓશ્રીએ તૈયાર કરી આપેલાં વ્યાખ્યાનો જેમનાં તેમ પ્રકાશિત કરવાનું નક્કી થયું. તદનુસાર આ વ્યાખ્યાનો અત્રે પ્રકાશિત કરવામાં આવ્યાં છે. ' ડૉ. સાંડેસરા જેવા જૈનવિદ્યા અને દર્શનના મૂર્ધન્ય વિદ્વાને પોતાની અસ્વસ્થ તબિયત હોવા છતાં, જૈનવિદ્યા અને દર્શન તેમ જ સંસ્થા પ્રત્યેની પ્રીતિથી પ્રેરાઈને આ વ્યાખ્યાનો તૈયાર કરી આપ્યાં એ માટે સદ્દગતના અમે ઋણી છીએ. શેઠ શ્રી પોપટલાલ હેમચંદનો ફોટોગ્રાફ ઉપલબ્ધ કરી આપવા માટે અમે શ્રી હેમન્તકુમાર ચીમનલાલ બ્રોકરના આભારી છીએ. ગ્રંથના સુઘડ મુદ્રણ માટે નૈષધ પ્રિન્ટર્સવાળા શ્રી નરેન્દ્રભાઈ ધન્યવાદને પાત્ર છે. ભો. જે. વિદ્યાભવન પ્રવીણચંદ્ર પરીખ અમદાવાદ-૯. નિયામક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 108