Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
પ્રાયઃ ૨૦૪૪ - વાંકાનેર ઉપધાન :
સંસારી ભાઇના લગ્નને કારણે પહેલા મર્તમાં પ્રવેશ ન થયો. પણ શ્રી નવકાર મંત્ર માટે અઢારીયું તો કરવું જ તેવી ભાવનાથી વાંકાનેર ગયો. પૂજ્યશ્રીએ | ઉદ્ઘાસભેર આશીર્વાદપૂર્વક પ્રવેશ કરાવ્યો. રાત્રે સંથારાપોરસી ભણાવીને પૂજ્યશ્રીના પગ દબાવવા ગયો. મનમાં ઘણી – ઘણી મંઝવણો હતી. પૂજ્યશ્રીએ આખી રાત-શાંતિથી અને ઉંડાણથી બધી જ મુંઝવણો દૂર કરી, સવારે સૌ આરાધકોને જાગવાનો સમય થયો ત્યાં સુધી પૂજ્યશ્રી જાગ્યા ! ઉપધાનની આટલી જવાબદારી વચ્ચે એક નાના બાળક માટે આખી રાતનો ભોગ - કેવી કરુણા !!!
૨૦૪૫ - ગજકોટ-પ્રહલાદLcોટ:
ચોમાસામાં મુમુક્ષ તરીકે તાલિમ માટે રહ્યો હતો. પૂજ્યશ્રીના પ્રવેશથી ચાર મહિનાના દિવસ-રાત્રીના અખંડ પૌષધ - આયંબિલ સાથે કરાવી - પ્રાથમિક જ્ઞાન આદિ ગ્રહણશિક્ષા સાથે પૂરી કાળજી રાખીને ચારિત્રને યોગ્ય માર્ગદર્શન આપ્યું. દરરોજ દેવવંદન સાથે જ કરતાં એક દિવસ કર્મોદયે સૂત્ર બોલવામાં મને તકલીફ પડતા પોતે જાતે સૂત્રબોલી દેવવંદન આદિ આરાધનાઓ કરાવી !
આવી હતા.વાત્સલ્યવંત ગુરુવર ... !
ગામે - ગામે તીર્થે - તીર્થ દેરાસરમાં ઉપર – નીચે ગોખલામાં બધે ભાવથી દર્શન કરે, પૂજા કરનારાઓ પૂજા કરતા હોય અને જયાં સુધી ભગવાનનું મુખ ન દેખાય ત્યાં સુધી જરા પણ મન બગાડ્યા વિના ઉભારહે.
પૂજ્યશ્રીની સંકcuસિંદ્ધ :
મારી દીક્ષાનું નક્કી થયું પણ ક્યાં કરવી ? મૂળવતન જામજોધપુરમાં? કે જામનગર ? જયારે પૂજ્યશ્રીની ઇચ્છા ગિરનારજી ઉપર શ્રી સહસાવનમાં કે જયાં ૨૨ મા તીર્થપતિ શ્રી નેમિનાથભગવાનના દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણક થયા છે ત્યાં હતી. સંસારી કુટુંબીજનોનો આગ્રહ વતનનો હતો. વળી ઘણા મોટી ઉંમરવાળાને એમ કે અમે કેવી રીતે ચઢીએ ! વળી ત્યાં બધાનું રોકાણ - સાધર્મિક ભક્તિ આદિ કેવી રીતે થાય ? મેં પૂજ્યશ્રીની ઇચ્છા પ્રમાણે કરવાની ભાવના જણાવી, બધાની સંમતિ મળી. અને ખૂબ ઉલ્લાસપૂર્વક વિશાળસંખ્યામાં સમવસરણ દેરાસરજી સન્મુખ પ્રવ્રજ્યા થઇ. મારી દિક્ષા વખતે પૂજ્યશ્રીની ઉમર પ્રાયઃ ૮૪ વર્ષની હતી. - પૂ. શ્રી હેમચંદ્રસૂરિ, મ. સા. ના શિષ્ય પૂ. અનંતબોધિવિજયજી મ. સા. જે ઘણા વર્ષોથી સાહેબની સેવામાં હતા તેણે એક વખત સહજભાવે પૂછેલ કે, ‘સાહેબ લગભગ આપનું વાપરવાનું પ્રાયઃ બપોરે એક-દોઢ પછી જ થાય તેનું કારણ શું?'' ત્યારે પૂજ્યશ્રીએ કહેલ કે, ‘જગતમાં આ સમયે પ્રાયઃ મનુષ્યો અને સુધાતુર તિર્યંચો, પશુ-પક્ષીઓએ પણ વાપરી લીધું હોય પછી મને વાપરવું ઠીક રહે છે.’’ એમના હૈયામાં જગતની ચિંતા કેવી વિશાળ હશે.?
સં. ૨૦૪૬માં અમે જુનાગઢમાં હતા. કોઇ પર્વનો દિવસ હતો. પૂજ્યપાદ નરરત્નસૂરિ મ. સા. જેમની ૬૫ વર્ષની ઉંમર હતી તેમની સાથે મને ગિરનાર જાત્રા માટે પ્રેરણા કરી, જુના ઉપાશ્રયથી ગિરનારજીના સીધા દર્શન થાય. અમે જોયું તો ખુબ વાદળા, ભેજ જેવું લાગ્યું. મનમાં વિચાર આવ્યો કે આવા વાતાવરણમાં કેવી રીતે જાત્રાથરો? પણ પૂજ્યશ્રીના વચન ઉપર પૂરો વિશ્વાસ હતો. સૂર્યોદય પછી ગામથી નીકળ્યા તળેટી લગભગ૫ કિ. મી. થાય, ત્યાં પહોંચ્યા, યાત્રા કરી યાત્રા એકદમ ભાવપૂર્વક થઇ, જરા પણ ભેજ-વાદળા નડ્યા નહી. શાંતિથી દર્શન - દેવવંદન આદિ થયું સાંજે તળેટી આવીને વાપર્યું અને સાંજે નિર્વિને ગામમાં પાછા પહોંચ્યા આવા વચનસિદ્ધ મહાપુરુષના ઘણા બનાવો અનુભવ્યા, જો શ્રદ્ધા હોય તો જ કામ થાય એવી અનુભૂતિ થઇ..
સચોટ મુહર્ત:
તીર્થાધિરાજની ચારે બાજુથી વિક્રમ સંખ્યામાં બધા જ સમુદાયના આચાર્ય ભગવતો અને વિશાળ સંખ્યામાં ચતુર્વિધ સંઘની હાજરીમાં અજોડ ઉદારતાથી અભિષેક કરાવનાર શ્રેષ્ટિવર્ય શ્રી રજનીભાઇ દેવડી વગેરે વિનંતી કરવા જુનાગઢ આવ્યા. તેમણે શુભ દિવસ માટે પૂછતા પૂજ્યશ્રીએ કહ્યું કે આ મુહૂર્ત મને બરાબર | લાગતું નથી. (પોષ વદ - ૬) પણ સુશ્રાવક રજનીભાઇએ પોતાના માતુશ્રીની તિથિને કારણે તે જ દિવસ પસંદ કર્યો. અભિષેક અભુતપૂર્વ થયો. પરંતુ બહુમાનની રાત્રે જ રજનીભાઇ દિવંગત થયા.
FTVER