Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
& IIના હરબામાં ધ્યાનો ભેટો
પ્રીતમલાલ લહેરચંદ શાહ (વાસણા) પ.પૂ. આચાર્ય ભગવંત હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ને અને મારા દાદા શાહ નાગરદાસ પાનાચંદભાઇ ધંધુકાવાળાને ખૂબજ આત્મીયતા હતી. મારા પૂ. દાદા પૂ. આચાર્યભગવંતશ્રીને યાદ કરે ને અચાનક પૂ. તપસ્વી મ.સા. નો ભેટો થઇ જાય એવા ઘણાંય પ્રસંગો મેં તથા મારા કુટુંબીજનોએ અનુભવેલા છે. - જેમાં એક પ્રસંગ આ હતો. પૂ. તપસ્વી મ. સાહેબે પાલિતાણામાં માસક્ષમણ કરેલું, તે વખતનો આ પ્રસંગ છે. તે વખતે મારા દાદાને તેમની સાથે પાલિતાણાની યાત્રા કરવાની તથા તેમના દર્શન-વંદન કરવાની શુભ ભાવના થઇ. મારા દાદા મોટી ઉંમરના હતા, તેથી તેમની સાથે કોઇને જવું તો જોઇએ જ એટલે લગભગ તેઓ જ્યાં જાય ત્યાં મને તેમની સાથે લઇ જાય. એટલે મારું તેમની સાથે પાલિતાણા જવાનું નક્કી થઇ ગયું. અમે પાલિતાણામાં ‘જીવનનિવાસ’ ધર્મશાળામાં ઉતરેલા. સાંજે પૂ. તપસ્વી મ.સા.ના દર્શન કરવા ગયા ત્યારે સમાચાર મળ્યા કે પૂ. તપસ્વી મ. સાહેબે તો કદમ્બગિરિની યાત્રાર્થે તેતરફનો વિહાર કરી દીધો છે. આ સમાચારથી મારા દાદા દિમૂઢ થઇ ગયા, તેમની ઇચ્છા તેમની સાથે સાંજનું પ્રતિક્રમણ કરી સવારે સાથે પાલિતાણાની ચાલીને જાત્રા કરવાની હતી. તથા પૂ. તપસ્વી મ.સા.ની નિશ્રામાં તેમની પાસેથી પચ્ચખાણ લઇ અટ્ટમકરવાની ઈચ્છા હતી તે મનદુ:ખાતા હૈયે વાત કરી ત્યારે ખબર પડી. સાંજે પ્રતિક્રમણ કર્યું અને રાત્રે પૂ. તપસ્વી મ.સા. ને યાદ કરતાં કરતાં સૂતા.
બીજે દિવસે સવારે અમે બન્નેએ ગિરિરાજ ઉપર નવટૂંક તથા દાદાની ટૂંકના દર્શન કરી લગભગ ૧૨-૩૦ વાગે આદિનાથ દાદાની સેવા પૂજા કરી, પછી મારા દાદા કહે ‘પ્રીતમ, મારી ઇચ્છા અટ્ટમ કરવાની છે પચ્ચખાણ તો પૂ. તપસ્વી મ.સા. પાસેથી લેવા હતા પણ તેઓ તો વિહાર કરી ગયા. એટલે ગમે તેટલો જીવ બાળીએ પણ તેઓ તો હવે મળે નહીં માટે ચાલ દાદાના દરબારમાં જે મુનિભગવંત હોય તેમની પાસેથી અટ્ટમનું પચ્ચખાણ લઇ લઉં.”
અમે બન્ને દાદાના દરબારમાં ગયાં ત્યાં પ-૬ સાધુ-ભગવંતો ચૈત્યવંદન કરી રહ્યા હતા. મારા દાદાની આંખે ઓછુ દેખાય એટલે મને કહે કે જો તો પ્રીતમક્યા મહારાજ સાહેબ છે ? મેં તપાસ કરી પણ હું ઓળખી શક્યો નહીં, પણ મારા દાદા તો પૂજય મહારાજ સાહેબ સ્તવનો ગાતા હતા તેમની ઢાળ તથા અવાજ ઉપરથી જ ઓળખી ગયેલા કે પૂ. તપસ્વી મહારાજ છે, અને ખરેખર પૂ. તપસ્વી મહારાજ જ હતા. મારા દાદાએ તેમની ભાવના
www.inelibrary.