Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
પ્રથમયોગ હતો, તેમવાત થઇ હતી. આ ઉપરાંત પૂ. ગુરુદેવ અને જયેશભાઇ વચ્ચે આવા બીજા ત્રણથી ચાર યોગની વાત થઇ હતી, જે ગુરુદેવના આયુષ્યના ૧૦૦વર્ષ બાદ આવતા હતા. વાતો સહજ હતી. પ્રશ્નો ગૂઢ હતાં છતાં સરળ હતા. પૂ. મુનિ શ્રી હેમવલ્લભ વિ. મ. સાહેબની ગુરુસેવા પણ સર્વોત્તમહતી. ગુરુના કાર્યો આગળ વધારવાની તેમની સમજ સ્પષ્ટ હતી. પૂ. ગુરુદેવનો સંતોષ પણ આ વાર્તાલાપમાં વ્યક્ત થતો હતો.
પૂ. ગુરુદેવનું સાંનિધ્ય માણીને અમો પાછા મુંબઇ આવી ગયા. અમારી રોજીંદી. જીંદગીમાં અટવાઇ ગયા. પરંતુ "મુંબઇ સમાચાર" પત્રમાં એક સમાચારે ખરેખર અમોને વિચલિત કરી દીધા. સમાચાર હતા.
“પ.પૂ. આ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ માગસર સુદ ૧૪ના મધ્ય રાત્રીએ ૧૨ કલાક અને ૩૯ મિનિટે દેવલોક પ્રયાણ કરી ગયા છે.”
ખરેખર ! ગુરુદેવે પોતાની લીલા દેખાડી, વાતવાતમાં નક્કી કરેલા સમયને તેમણે પોતાના ઈચ્છામૃત્યુના સ્વામિત્વથી દેવલોકમાં આત્માની ગતિ કરવાનું આત્મસાત કરી લીધું.
રોટલા વહોરી આવતા. શાક તો હોય ને ન પણ હોય ! છતાં પૂજ્યશ્રી તેનાથી ચલાવી લેતા પણ દોષિત ગોચરી વહોરવા તૈયાર ન થતા.
સ્વ. પૂજ્યશ્રીએ છેદ-ગ્રંથોનું વાંચન અને પરિશીલન કર્યું હતું. છતાં પોતાના માટે અપવાદનું સેવન કરવાનું નામનહીં અને બીજાને અપવાદ દ્વારા પણ સમાધિ આપવામાં પ્રયત્નશીલ રહેતા હતા. | પૂજ્યશ્રી કહેતા કે ‘મારે આચાર્યપદ લેવું નથી.' છતાં પૂજ્યશ્રીની આચાર્ય પદવી થઇ. થોડા વર્ષો બાદ મેં પૂછ્યું કે ‘સાહેબ ! આપ ના કહેતા હતા ને?” પૂજ્યશ્રીએ કહ્યું કે ‘સ્વ, ગચ્છાધિપતિ પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજે મને અને હિરસૂરિ મ.ને નિયમઆપેલો. કે તે સમયના વડીલ જો તમને આચાર્યપદનો આગ્રહ કરે તો તમારે ના નહીં કહેવાની’ તેથી મારે આચાર્યપદવી સ્વીકારવી પડી, પોતાને પદનો મોહ ન હતો મોહ હતો સુંદર ચારિત્ર પાળવાનો તેમજ તપશ્ચર્યા દ્વારા કર્મનિર્જરા કરવાનો તેથી તેઓ તપસ્વી સમ્રાટથયા હતા.
સ્વ. પૂ. ગચ્છાધિપતિ પ્રેમસૂરીશ્વરજી મહારાજસાહેબની ભાવના હતી કે ‘શ્રીસંધમાં ઐક્ય કેમવધે.’ તે ભાવનાને સફળ કરવા પૂજ્યશ્રીએ ૧૭૫૧ તથા ૪૬૦૧ સળંગ આયંબિલો કર્યા જેના પ્રભાવે શ્રીસંઘમાં ઐક્યતા ખૂબ વધી, પણ કાળનો પ્રભાવ કહો કે આપણા નબળા પુણ્યનો પ્રભાવ કહો શ્રીસંઘમાં સંપૂર્ણ એકતા ન થઇ શકી, તો પૂજ્યશ્રીએ આયંબિલ પણ ન છોડ્યો. સંભવ છે કે તપ અને સંયમના પ્રભાવે તેઓ સ્વર્ગમાં ગયા હોય તો તેમના પુણ્યાત્માને પ્રાર્થના કરીએ કે ત્યાંથી પણ પોતાનાં દિવ્ય પ્રભાવથી સંઘમાં એકતા પૂર્ણ થાય તેવી કૃપા કરે.
પૂજ્યશ્રીને વંદન વા૨ હજા૨
પંડિત નાનાલાલભાઇ (મુંબઈ) સુપ્રિમના હો લાલ! તમને વંદન વાર હજાર
પ્રાતઃ સ્મરણીય પૂ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજસાહેબ ચારિત્ર સંપન્ન મહાપુરુષ હતા. તેમનામાં મને સંયમઅને યોગનાં દર્શન થયા, બીજાપુરથી સોલાપુર સુધીનાં વિહારમાં ઘણા સાધુભગવંતો હોવાથી રસ્તામાં શ્રીસંઘે ગોચરીની વ્યવસ્થા કરી હતી. ૧OO કિ.મી. ના વિહારમાં જૈનોનાં ઘરો જ નહીં અને પૂજ્યશ્રી નિર્દોષ ગોચરીના આગ્રહી! પૂજય પ્રભાકર સૂ. મ. (ત્યારે પૂ. પ્રભાકર વિ.મ.) અજૈનોનાં ઘરોમાં ફરી
સંઘ એકતાના હિમાયતી પૂજ્યશ્રી
ભાઇલાલ ડી. શાહ (અહમદનગર) અહમદનગરસંઘના મહાન પુણ્યોદયે આચાર્ય ભગવંતશ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા.ની પંન્યાસ પદવીનો મહોત્સવ વિ. સં. ૨૦૧૫ વૈશાખ સુદ ૬ ના ખૂબ
૧૪૯
www.jainelibrary.org