Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
તેઓશ્રીનાં સદેહે દર્શન કર્યા નથી છતાં તેઓશ્રી તસ્વીરસ્વરૂપે મારે ઘેર પધાર્યા પછી, અદેશ્ય સ્વરૂપે જ જાણે મારા ઉપર આશીર્વાદ વરસાવતા હોય, જેમબગડેલું બાળક વડીલ આવવાથી અંકુશમાં આવે તેમખરાબ વિચારોમાં ઘેરાયેલું મારું મન શાંતિની ઝંખના કરતું હોય, ત્યારે પૂ. ગુરુદેવને લગતા પત્ર, અનુષ્ઠાન પત્રિકા કે તસ્વીર નજર સમક્ષ થતાં જ મનોભાવમાં જબરદસ્ત પલટો આવી જ જાય છે, અને તેથી ય મોટા મનોપતનના માનસિક નુકશાનમાંથી ઉગરી જાઉં છું.
આત્મબલ પૂજ્ય
| ડૉ. મેહુલ સાંઘાણી (ધોરાજી ) આજથી પંદરેક વર્ષ પહેલાંની વાત છે. પૂજ્યશ્રી જૂનાગઢથી વિહાર કરીને ધોરાજી આવતાં હતાં, અને સાંજે પાંચ વાગ્યા પછી સખત તાવ અને ઝાડા. લગભગ ૧૫ થી ૨૦ વખત ઝાડા થયાં. એચ.બી. પ% હતું. સીવીયર ડીહાયડ્રેશન હતું. ત્યારે રાત્રે ૯ વાગે ધોરાજીનાં સંઘપ્રમુખ બચુભાઇ દવાવાળા અને ધર્મપ્રેમી મારા મિત્ર નરેશ માંડલીયાએ સમાચાર આપ્યા. તાત્કાલીક વૈદ્યની જરૂરત છે. હું ગયો અને જોયું તો પરિસ્થિતિ એકદમકથળેલી હતી. મેં કહ્યું "તાત્કાલિક બાટલા ચઢાવવા પડશે. ઇંજેક્શન લગાવવા પડશે. " આ વાક્ય સાંભળીને પૂજ્યશ્રી એકદમઉભા થઇ ગયા. મને કહે આ લોકો એમ કહે છે કે તું વૈદ્ય છો. તો અમને સાધુને આ હિંસક દવાનો ખપ ક્યાંથી હોય ? મેં કહ્યું. "સાહેબ બધી વાત સાચી છે પરંતુ ગાઢાગાઢમાં અને ઈમરજન્સીમાં આ દવા લેવામાં કોઇ દોષ ન લાગે. આમાં બાટલા ચઢાવવા જ પડે નહી તો તકલીફ વધી જાય" તો મને કહે “હું સવારે હોઉં કે ન હોઉં તેની ચિંતા તારે કરવાની નથી તારી પાસે અણહારી કડવી અથવા તુરી દવાની ફાકી હોય તો મને આપ પછી તું છુટ્ટો.’ આવી કડક આજ્ઞા પાલન કરનારા જીવ કરતાં પણ શિવને વધારે વહાલ કરનારા મેં પહેલાં સાધુ જોયા, અને મેં તેઓશ્રીને "કડછાલ ચૂર્ણ" આપ્યું. જે કડવું હોય, તાવ પણ મટાડે અને ઝાડા પણ બંધ કરે. પાણી વિના આ એક ચમચી ચૂસી ચૂસીને કડવી દવા લીધી અને સવારે પગ પર પગ
ચઢાવીને બેઠાં હતાં મને કહે "આયુર્વેદમાં તને શ્રધ્ધા નથી, તારાથી વધારે મને શ્રધ્ધા છે." તું જે દવા આપતો હતો (બાટલાદિ) તે "હિંસક દેવા મેલીવિદ્યાનાં દેવ જેવી હતી. તાત્કાલિક સારું થઇ જાત પણ મારા અનેક ભવ વધી જાત." પછી સાત દિવસની સ્થિરતા દરમ્યાન જાણવા મળ્યું કે પૂજયશ્રીને પ્રોસ્ટેટની પણ ખૂબ જ તકલીફ છે. રાત્રે ૮-૧૦વાર માત્રુ જવું પડે છે. ખૂબ અટકે છે, બળે છે અને લોહી પણ આવે છે. તાત્કાલિક રાજકોટ અને જુનાગઢનાં સર્જનનાં મત પ્રમાણે ઓપરેશન જરૂરી છે. મને કહે “તારી પાસે નવ દિવસ છે આયંબિલની ઓળી સુધી અહીં છું. કોઇ દેશી દવા લાગુ પડે તો કોશિશ કરા મારે પાપ ચટાવવું નથી ડૉ. અને વૈધ તો ઘણા છે. તારે રાત્રિભોજનનો ત્યાગ કરવો હોય તો જ મારી દવા કરજે નહીં તો કંઇ જરૂર નથી...'
શ્રી શાસનદેવની કૃપાથી મારું રાત્રિભોજન ગયું અને તેઓશ્રી ઓપરેશન વિના માત્ર પુનર્નવાની ફાકીથી સારા થયા. પચ્ચકખાણ લેવાઇ ગયાં પરંતુ તબીબી વ્યવસાય એવો કે ગમે ત્યારે રાત્રે વિઝીટમાં જવું પડે અને રાત્રે પાણીની તરસ લાગે જાગવાથી ભૂખ પણ લાગે ૨-૩ વર્ષ ગમે તેમકરીને કાઢ્યા પછી મનોબળ નબળું પડતાં અમો પૂજ્યશ્રી ચાતુર્માસ માટે અમદાવાદ-વાસણા બિરાજમાન હતાં ત્યાં ગયા, અને કહ્યું સાહેબ ખૂબ જ તકલીફ પડે છે. સારા-નરસાં પ્રસંગે અને સંજોગોવશાતુ કોઇ બિમારી વિ. માટે મહીનામાં પાંચ દિવસ છૂટ આપો, તો મને કહે “હું જૈનાચાર્ય તને રાત્રિભોજનની છૂટ કેમઆપું? તકલીફો તો કર્માનુસાર આવે જ, તેના ઉપાય ન કરવાં, મુશ્કેલીને તો યજ્ઞ કરીને આહાન કરીને બોલાવવી આ ભવમાં સમજણપૂર્વક જિનાજ્ઞા પ્રમાણે ખપાવી લેવી, ચલિત ન થવું”.
મેં કહ્યું ‘સાહેબ સામાન્ય નહીં વિશેષ ઉપદ્રવો આવે છે જે મારા રાત્રિભોજન ત્યાગના નિયમને તોડાવવા માંગતા હોય.”
તો કહે “કસોટી તો આવે જ, ધર્મ કરે તેની કસોટી થાય. આજે ૧૦ વર્ષથી દેવો મારી કસોટી કરે છે, આટલા તપ પછી અને આ ઊંમરે જો મારી પણ કસોટી થાય તો ક્યાં તારું તપ અને ક્યાં તારી ઊંમર ?”
બસ, તે દા'ડો અને આજનો દિવસ... રાત્રે ભૂખ-તરસનું નામનિશાન નથી.
૧૫૯
www.janesbrary org