Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ભલે રોટલો અને મરચું જ ખાવાનો અવસર આવે પરંતુ ભવોભવની દુર્ગતિની યાત્રા તો અટકી જશે! ”
બસ સાહેબજીના વચનો ઉપર અતૂટ શ્રદ્ધા સાથે તે ધન્ય પળે પ્રતિજ્ઞા કરી અને આજ સુધી જે આત્મસમાધિ પ્રાપ્ત થઇ છે તેનું વર્ણન કરવું અશક્ય જણાય છે.
આવા ભવોભવના ઉપકારી ગુરુવરના ચરણોમાં કોટિ કોટિ વંદન. .
• ભવોભવના ઉપકારી
| ડૉ. હસમુખ બી. શાહ (અમદાવાદ) મારી બાલ્ય અવસ્થામાં જ પૂ. પિતાશ્રીની છત્રછાયા ગુમાવી. માતુશ્રીએ લોકોના નાના મોટા કામો કરી તનતોડ મહેનત-મજૂરી કરી... ગાયનેકોલોજીસ્ટ (સ્ત્રીપ્રસુતિ અને સ્ત્રીરોગ નિષ્ણાત)ની ડીગ્રી મળી. થોડા વર્ષો પ્રાઇવેટ ટ્રસ્ટની હોસ્પિટલમાં નોકરી કરી... કુટુંબ પરિપાલન તથા બાળકોના ઉછેર માટે આર્થિક પરિસ્થિતિથી થોડાં સદ્ધર થવા માથે દેવું કરીને પ્રાઇવેટ હોસ્પિટલ શરૂ કરી ... જેમાં મારા પૂર્વભવના કોઇ અશુભ કર્મોદયે ગર્ભપાત દ્વારા ભૃણહત્યા કરવાના પણ અનેક કેસો આવવા લાગ્યા, વિકટ સમય પસાર થવા લાગ્યો. મન આ કૃત્ય કરવા ડંખે છે, પરિસ્થિતિ આ કૃત્ય કરાવે છે. માતુશ્રી તથા શ્રાવિકા પણ આ વાતથી ઉગમાં રહેવા લાગ્યા. શું પરમાત્માનું શાસન, જૈકુળમાં જન્મબાદ પણ આવા દુષ્કૃત્યો કરવાનાં ? આવી ઘોર હિંસા કેમસહી શકાય? બીજી બાજુ દેવું કરીને ઉભી કરેલી હોસ્પિટલના પૈસા ચુકવવાની ચિંતા પણ મનને કોરી ખાતી હતી.
પૂજ્ય આચાર્યભગવંત સંસારીપક્ષે મારા માતુશ્રીના પિતરાઇભાઇના નાતે મારા મામા થાય, કોઇપણ કારણે તેમના કાને પણ આ વાત પહોંચી ગઇ. સાહેબના સં. ૨૦૪પના રાજકોટ ચાતુર્માસ દરમ્યાન વંદનાર્થે જવાનું થયું. પરમોપકારી પૂજ્ય ગુરુભગવંતે તકનો લાભલઇ પ્રશ્નોત્તરી શરૂ કરી.
સાહેબ : શું એક દિવસ માત્ર રોટલો અને મરચું જ ખાવા મળશે તો ચાલશે ? એક મહિનો ચાલશે ? એક વર્ષ ચાલશે ? શું આખી જીંદગી માત્ર રોટલો અને મરચું ખાવા મળશે તો ચાલશે?
સાહેબજીના દરેક પ્રશ્નના પ્રત્યુત્તરમાં મેં સંમતિ દર્શાવી એટલે સાહેબજીએ તરત જ કહ્યું, ‘તો જિનેશ્વરભગવાનનું શાસન અને જૈન ધર્મ પામ્યા પછી આ કાળા કામો શા માટે કરવાના છે ? આજથી જ ગર્ભપાત નહી કરવા માટેની પ્રતિજ્ઞા લઇ લો ! જેનાથી
આણગારની અમીષ્ટનો પ્રભાવ!!!
| મહેન્દ્ર લીલચંદ શાહ (વાસણા) એક રાત્રે શ્રાવિકાને ક્યાંય કુંડાળામાં પગ પડી ગયેલ. આખી રાત્રિ નજર સામે ખરાબ દેશ્યો દેખાય અને સતત ભયના કારણે આંખ પણ બંધ થઇ શકતી નહોતી. જેમતેમ કરીને રાત્રિ પસાર કરી. સવારે દેરાસરમાં પૂજા કરવા ગયા ત્યારે આચાર્યભગવંત જાપમાં હતા અને પૂ. હેમવલ્લભ મહારાજને હકીકત જણાવી. થોડીવારમાં જ જાપ પૂર્ણ થતાં મુનિભગવંતે સાહેબજીને વાત કરી. ગુરુદેવની શ્રાવિકા ઉપર અમીદષ્ટિ પડતાંની સાથે જ તેની પરિસ્થિતીમાં ૬૦ ટકાનો સુધારો થયો અને હજુ ઘરે પહોંચીએ ત્યાંતો શ્રાવિકા પૂર્વવત સંપૂર્ણતયા સ્વસ્થ થઇ ગયા. ગુરુદેવના આશીર્વાદથી આજે પણ અમે ખૂબ શાંતિથી ધર્મ આરાધના કરી શકીએ છીએ. આ છે અણગારની અમિદ્રષ્ટિનો પ્રભાવ !!! પ્રભાવશાળી પૂજયશ્રી
મહેતા ફોજાલાલ છોટાલાલ (ગાંધીનગર) સં. ૨૦૫૬ની સાલ. યુગાદિદેવ પરમાત્મા ઋષભદેવનો દીક્ષા કલ્યાણકનો મંગલદિન. પ્રભુની દીક્ષાથી થયેલ 800 દિનના ઉપવાસની અનુમોદનાર્થે અનેક ભવ્યાત્માઓ મહાકલ્યાણકારી વર્ષીતપની આરાધનાનો મંગલ પ્રારંભ કરી રહ્યા હોય તેવો શુભદિન... અમારા શ્રાવિકાને પણ વર્ષીતપ કરવાના મનોરથ જાગ્યા. નજીકના
૧૮૫
www.ainelibrar