Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
વધતાં જિનશાસનનું અમૂલ્ય ઘરેણું બની ‘નરરત્ન’ એવા પોતાના નામને યથાર્થ બનાવી આત્મકલ્યાણ સાધી લીધું.
જિન શાસનના નીલ ગગનમાં શરદ પુનમના શશીની સૌમ્યતા સભર જગવત્સલ એવા આ વિરલ દાદા સાથેની નિર્મલ પ્રીતિ મારો ભાગ્યોદય કરવા દ્વારા આ આતમહંસાને ભવસાગરની પેલે પાર પહોંચાડે એ જ અંતરની અંતિમ અભિલાષા.
અમારા પરિવાણના પરમોપHIણી દાદા
પ્રતાપભાઈ રતિલાલ મહેતા - સુરત (ઘેટીવાળા) . વિ. સં. ૨૦૧૦ની સાલમાં સાહેબ ઘેટી ગામમાં ચાતુર્માસ પધાર્યા હતા.. પર્યુષણનો અવસર આવ્યો નિત્ય ઓછામાં ઓછી ૩૦-૩૫ બીડી તથા આખા દિવસમાં અનેકવાર ‘ચા પીવાના વ્યસનવાળા મારા પિતાશ્રીએ સાહેબને પહેલા દિવસે જ કહ્યું “ આપને જે પચ્ચકખાણ આપવાની ભાવના હોય તે આપો !'' સાહેબે અઠ્ઠાઈનું પચ્ચકખાણ આપ્યું અને ક્યાં અઠ્ઠાઈ થઈ તેની ખબર જ ન પડી.... | વિ. સં. ૨૦૩૨ના લગભગ માગશર-પોષમાસમાં સાહેબ જુનાગઢ બિરાજમાન હતા ત્યારે સકળ સંઘ ઘેટી ચાતુર્માસની વિનંતી કરવા ગયો... સાહેબ કહે ‘‘મારે પૂ. આ. જિતમૃગાંક સૂ. મ. સા. (સંસારી વડીલ બંધુ) ની તબિયત બગડવાથી મુંબઈ જવું પડશે...” ત્યારે ખૂબ વિનંતી કરતાં કહેલ ‘‘જો મુંબઈ જવાનું ન થાય તો ઘેટીનું ચોમાસું નક્કી” અને સાહેબ હજુવલસાડ પહોંચ્યા ત્યાં ફાગણસુદ-૬ના સાંજે સમાચાર આવ્યો કે પૂ.આ. જિતમૃગાંક સૂ. મ.સા. કાળધર્મ પામ્યા છે. તેથી હવે મુંબઈ જવાનું પ્રયોજન ન હોવાથી ઘેટીસંઘ વિનંતી કરવા ગયો... અને સાહેબે વિનંતીનો સ્વીકાર કરતાં ચોમાસા માટે ઘેટી પધાર્યા... દાદીમાને સિદ્ધિ તપ, પિતાશ્રીને માસક્ષમણ અને સાવ નાના સંઘમાં પણ ૨૫ જેટલી અઠ્ઠાઈની તપશ્ચર્યા થઈ હતી...
વિ. સં. ૨૦૫૭ ના સાહેબના ઘેટી ચાતુર્માસ પ્રવેશ અવસરે પિતાશ્રીને સુરતથી લાવ્યા હતા.. અઠવાડિયા બાદ પુનઃ સુરત જવા સાહેબની રજા લેવા ગયા... ‘‘સુરતમાં શું કામ છે અહીં આરાધના કરો!” એવું સાહેબે કહેતા અમે વાત કરી “ સાહેબ ! બાપુજીને આખા હાથમાં રસી થઈ છે અને ડોકટરની સલાહ મુજબ આ હાથ કપાવવો પડશે તેથી
ઓપરેશન માટે મુંબઈ લઈ જવાના છે.” ત્યારે સાહેબ કહે “કાંઈ નથી થવાનું આરાધના કરો!'? અને હાથ ઉપર વાસક્ષેપ નાંખ્યો અને ખરેખર! સાહેબના સંયમના પ્રભાવે પિતાશ્રી ત્યાંજ રોકાય ગયા અને કંઈ ન થયું.
સાહેબ અમારા સમસ્ત પરિવારના ખરા ઉપકારી દાદા હતા. અમારા પરિવારના નાનામાં નાના બાળકમાં પણ ધર્મસંસ્કારનું સિંચન કરનાર દાદા હતા. આજે દાદા હયાત ન હોવા છતાં દાદા સતત અમારા પરિવારને સહાય કરતાં હોય તેવા અનુભવ થાય છે. હિમાંશુ દાદા Howાના પાદર્શક
નિમેષભાઈ પી. શાહ (અમદાવદ) સં. ૨૦૫૬ના પર્યુષણના દિવસો હતા. નાના ભાઈને અઠ્ઠાઈની તપશ્ચર્યા હતી. તેથી મિત્ર પાસેથી દાદાના જીવનની વાતો સાંભળી હોવાથી તેમની સાથે દાદા પાસે વાસોપ નંખાવા જવાનું થયું... અને દાદાને જોતાં જ કોઈ દિવ્યવિભૂતિના દર્શન થવાનો અનુભવ થયો... હૈયું આનંદવિભોર બની ગયું... બસ ! પછી તો દાદાના દર્શનનો નિત્યક્રમ થયો... નિત્ય આખા દિવસમાં પ૦ થી પ૫ માવા ખાવાનું વ્યસન અને જો પાંચ તિથિના દિવસોમાં પણ જમવાની થાળીમાં બટાટાનું શાક ન મળે તો ઘરવાળાનું આવી જ બને ! એવું પાપમય જીવન હતું. પરંતુ દાદાના દર્શનના પ્રભાવે જીવનમાં ધરખમ ફેરફાર થયા અને ૩ માસ બાદ જ બેસણાં પણ નહીં કરનાર મેં તથા શ્રાવિકાએ દાદાની પ્રેરણાથી વર્ધમાન આયંબિલ તપનો પાયો નાંખ્યો, ૧ મહીના પછી વાસણાથી સિદ્ધગિરિના આયંબિલના છ'રી પાલિત સંઘમાં ગયા તેમાં અઠ્ઠાઈ થઈ, બીજા વર્ષે ૧૬ ઉપવાસ તથા શ્રાવિકાને ૧૦ ઉપવાસ થયા અને થોડા સમયમાં દાદાએ આ મૃત્યુલોકમાંથી વિદાય લીધી.... છતાં દાદાના દિવ્યપ્રભાવે કલ્પનાતીત માસક્ષમણની આરાધના થઈ અને આજે પણ દાદા હાજરાહજૂર હોવાનો અમને અનુભવ થાય છે વળી અમારી જીવનનૈયાને પાર ઉતારવા મિની દાદા તરીકે હેમુદાદાને (મુનિ હેમવલ્લભ વિજયજી) પણ મૂકી જ ગયા છે ! | ભવોભવના ઉપકારી દાદા !કૃપા વરસાવતા રહેજે !
૧૯દ્ધ
www.jeelibrary.org
ST