Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
જિનધર્મ અનંતજીવોનું રક્ષણ કરનાર ધર્મ છે.
જેમ ખેડૂત પ્રથમ ધરતીમાં બીજ વાવે છે પછી પાકની અપેક્ષા રાખે છે તેમ આપણે પણ પહેલા આપવાની ભાવના રાખ્યા બાદ જ પામવાની ભાવના રાખવી જોઈએ.
જીભના સ્વાદ ખાતર અભક્ષ્ય-અનંતકાયાદિ જીવોનું ભક્ષણ કરનારા તે ભોજન દ્વારા અનંતાજીવોને પોતાના દુશ્મન તરીકે પેદા કરે છે.
આપણે ત્યાગની ભાવનાને બદલે મેળવવાની ભાવના રાખીએ છીએ એટલે જ આપણને મળતું નથી.
ભાવ વગરના દાન-શીલ-તપધર્મની વિશેષ કોઈ કીંમત નથી.
પુણ્યયોગે જે કાંઈ સાધન-સામગ્રી-સંપત્તિ મળ્યા હોય તેનો ત્યાગ કર્યા વગર મોક્ષનો સંભવ જ નથી.
મોક્ષના ભાવ વિનાનો કરેલો ગમે તેટલો ધર્મ મોક્ષ આપવા સમર્થ બનતો નથી.
સઘળા દુ:ખોના દાવાનલને શમાવનાર જિનેશ્વર પરમાત્માનો ધર્મ છે.
જે આત્મા પાંચ ઈન્દ્રિયોના વિષય પ્રત્યેના રાગદ્વેષને તથા કષાયને ખતમ કરવા પ્રવૃત્તિ કરે તે ધર્મ.
જ્યાં સુધી સંસારના પદાર્થો દુ:ખ સ્વરૂપ ન લાગે ત્યાં સુધી મોક્ષના સુખો મેળવવાની તલપ જાગતી નથી.
પરમાત્માએ જે ત્યજી દીધું તે મેળવવા આપણે મથીએ છીએ.
સંસારરૂપી દુઃખના દરિયામાંથી છૂટી મોક્ષરૂપી સુખના દરિયા સુધી પહોંચવા માટે પ્રવજ્યા (દીક્ષા) આવશ્યક છે.
ભૂંડને વિષ્ટા ભૂંડી લાગે તો તે વિષ્ટા છોડે, તેમ આપણને સંસારના ભૌતિકસુખ સામગ્રી જ્યાં સુધી વિષ્ટા સમાન તુચ્છ ના લાગે ત્યાં સુધી આપણે મોક્ષમાર્ગથી દૂર જ રહીએ છીએ.
તીર્થંકર પરમાત્માની મુક્તિ નિશ્ચિત હોવા છતાં તેઓને પણ સંચમધર્મનો સ્વીકાર કરવો પડતો હોય છે તો સતત દુઃખ અને પાપમાં ચકચૂર એવા આપણે તો સંયમધર્મનો અવશ્ય સ્વીકાર કરવો પડે.
૨૧૧
library