Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 215
________________ પરદેશ જતાં એક યુવાનને શિખામણના બે શબ્દો “જો ભાઈ ! પરદેશનું વાતાવરણ તો સંપૂર્ણતયા ભોગવિલાસથી ભરેલું છે. તેથી સતત આત્મજાગૃતિ રાખવામાં ન આવે તો પેલા કંસારાના કબૂતરની જેમ આખો દિવસ વાસણનો અવાજ સાંભળીને ટેવાઇ જાય અને તેની કોઈ અસર ન થાય તેમ પરદેશમાં તમે પણ ભોગ-વિલાસના વાતાવરણમાં એવા ટેવાઇ જશો કે તેના પ્રત્યે તમને અરુચિભાવ કે પાપભિરૂતા નહીં રહેવાથી તેમાં ક્યારે લપેટાઇ જવાય તેની ખબર ન રહે! તેથી સાવધ રહેજો!'' યુવાન કન્યાએ વંદન કરી પૂજ્યશ્રીને જણાવ્યું કે ‘હું આરાધનાનો ઘણો પ્રયત્ન કરૂં છું પણ મને ક્રોધ ખૂબ આવે છે.' પૂજ્યશ્રી કહે - “ ક્રોધનું મૂળ શોધો, હું સંપૂર્ણ રીતે દોષોથી ભરેલી છું, મારામાં કોઈ વિશેષતા નથી. આવું વિચારવાથી અભિમાન દૂર થશેને ક્રોધ પણ ધીમે ધીમે ઓછો થવા માંડશે.’’ આરાધનાના છોડ વાવવા માટે દોષોનો ઉકરડો તો દૂર કરવો પડે ને! “તાવ આવે તે દુઃખ છે અને મટે તે સુખ છે, થાક લાગે તે દુઃખ છે અને સુવાથી આરામ થાય તે સુખ છે, આવી માન્યતાઓ અજ્ઞાનજનની હોય! વાસ્તવમાં તો તાવ, રોગ કે થાક વગેરે આવે જ નહીં તે સુખ છે. તાવ આવે ને દવા લેવાથી રાહત અનુભવાય તેતો આભાસિક સુખ છે. ભૂખ લાગે ને ભોજન લેવાથી ક્ષુધા શમે તે સુખ નથી પરંતુ ખાવાની ઈચ્છા જ ન થાય તે વાસ્તવિક સુખ છે અને આવા અણાહારી પદનું સુખ મોક્ષમાં જ પ્રાપ્ત થાય છે તેને માટે આપણે તપધર્મની આરાધના કરવાની છે.’ “જિનેશ્વર પરમાત્માનો ધર્મ ત્યાગપ્રધાન છે, જ્યારે અન્ય ધર્મો રાગપ્રધાન છે કારણ કે ત્યાં તેમના પૂજ્યો ‘પુત્રવાન્ ભવ' ‘ધનવાન્ ભવ' એવા આશીર્વાદ આપી તેના ભૌતિક વિકાસને ઇચ્છે છે જ્યારે જિનેશ્વર પરમાત્માના શ્રમણ ભગવંતો તારો ભવસંસાર નાશ થાઓ તેવા અર્થવાળા ‘નિત્થારગપારગાહોહ' ના આશિષ આપતા હોય છે.’’ “જે આત્માઓ જિનધર્મયુક્ત માનવભવ પામવા છતાં જિનાજ્ઞાનુસાર જીવન જવતાં નથી અને જીવનમાં ધર્મ આરાધના નથી કરતાં તે જીવો પોતાના આત્માને ઠગી રહ્યા છે.'' સંસારના પદાર્થો દુ:ખ સ્વરૂપ લાગતા નથી ત્યાં સુધી મોક્ષના સુખો પામવાની તલપ જાગતી નથી. એકવાર શ્રાવકે કહ્યું, “સાહેબ ! આપે તો કાયાનો કસ કાઢવામાં કાંઈ બાકી નથી રાખ્યું!” પૂજ્યશ્રી કહે ‘અરે ભાઈ ! મારે આ કાયા જ જોઈતી નથી, તે છે તો બધુ દુઃખ છે ને?'' કેવો દેહમમત્વ ત્યાગ! પૂજ્યશ્રી હમેશાં કહેતા- ત્યાગે ઉસકે આગે, માર્ગ ઉસસે ભાગે ‘જે જીવને પરોપકાર કરવાની બુદ્ધિ હોય તે જ આત્માનો ઉદ્ધાર શક્ય બને છે.' “સંયમજીવનમાં નિઃસ્પૃહતા અને વિશુદ્ધ For Private & Personal Use Only ૨૦૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246