Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 214
________________ દ્વારિકાને પણ આંખ સામે બળતી બચાવી ન શક્યા. અરે ! બળતા માતા-પિતાને પણ બચાવી શક્યા નહિ, સ્વયં તૃષાત્ત હતા ત્યારે જરાકુમારના બાણથી મરણે શરણ થયા.” © વચનામૃતા મોક્ષાર્થી આત્માએતો સદા સંવર-નિર્જરા માટે પુરુષાર્થ કરતા રહેવું જોઈએ. આશીર્વાદ લેવા આવેલ મુમુક્ષુ આત્માઓને હિતશિક્ષાનો સૂર પ્રાયઃ એવો જ રહેતો કે દીક્ષા શા માટે ? સંસારમાં શું દુઃખ છે? દીક્ષા એટલે અનુકૂળતાને છોડી પ્રતિકૂળતાનો હસતા મુખે સ્વીકારી આ ધ્યેયનું સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવે તો દીક્ષા અવશ્ય સફળતાના શિખરોને સર કરવામાં સમર્થ બને.'' ‘‘આજે સાક્ષાત તીર્થકર ભગવંતો વિધમાન નથી, વિશિષ્ટ જ્ઞાની ગુરુ ભગવંતોનો વિરહ છે, આવાં કપરાં કાળમાં પ્રગટ પ્રભાવી સિદ્ધક્ષેત્ર સિદ્ધગિરિરાજ તો આત્માર્થી શ્રદ્ધાળુઓને માટે સાક્ષાત્ કલ્પવૃક્ષ જ છે, માત્ર આપણી શ્રદ્ધા અને ધ્યેયની શુદ્ધિ હોવી જરૂરી છે." ‘‘જીવનમાં દ્રવ્ય આરાધના કરવાની સાથે સાથે ભાવની વિશુદ્ધિ પણ અત્યંત આવશ્યક છે, ભાવવિશુદ્ધિપૂર્વક કરવામાં આવેલી આરાધના પરંપરાએ મુક્તિફલની મંઝીલ સુધી પહોંચાડવા સમર્થ બને છે.” ગૃહચૈત્યમાં પરમાત્મા પ્રતિષ્ઠા કરાવવાની ભાવનાવાળા એક ભાગ્યશાળીને કહે ‘‘ઘરમાં ભગવાન શા માટે પધરાવવાના છો? અરે ! સંસાર છોડવા! ગામમાંથી ભગવાન ઘરમાં આવે, ઘરમાંથી હદયમાં, હદયમાં લાવવા માટે જ ઘરે ભગવાન પધરાવવાના છે. શ્રાવક તો સર્વવિરતિનો લાલસુ હોય તેથી સતત સંસારમાંથી ક્યારે મારો છુટકારો થાય એવી તીવ્ર ઝંખનાથી સંયમ માટે ઝૂરતો હોય અને આવા વિશુદ્ધ તીવ્રભાવથી કરેલી પરમાત્મા-ભક્તિ ચીકણા પણ ચારિત્ર મોહનીય કર્મોનો ચૂરો કરી પાવનકારી પારમેશ્વરી પ્રવ્રજ્યાનું પ્રદાન કરે છે. આવા મનોરથો સાથે પ્રભુજીને ઘરે પધરાવશો તો સંસારની સાથે પરંપરાએ ભવભ્રમણ પણ છૂટશે.'' મોક્ષાર્થી આત્માએ પુણ્ય ઉપર મદાર બાંધવોયોગ્ય નથી, પુણ્ય તો અનિત્ય છે. જન્મતાં જ દેવો જેને સહાય કરતા હતાં તેવા પુણ્યવાન કૃષ્ણ મહારાજાને દિવ્યસહાયથી સુવર્ણની દ્વારિકા નગરી પ્રાપ્ત થઈ... પરંતુ જ્યારે પુણ્ય પરવારી ગયું ત્યારે ૨૦૮ Jan Education Intern

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246