Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 225
________________ એવા હતા હિમાંશુસૂરિ રાયા, અજબ ગુણોના પ્યારા..... (૮) બે હજાર ઓગણસાઇઠ માગસરે, સુદ – ચૌદશનો દિન આવ્યો, ‘‘અરિહંત , નેમિનાથ'' રટતા, ગિરનારે આંખડી મીંચી; ડૂબી ગયો પુનમનો ચાંદો, આવ્યો અમાસનો વારો...... (૯) વ્હાલાના વસમા વિયોગે, આંખો ભીની થાયે, જ્યોત વગરના દીપક જેવું, થઇ ગયું જીવન અમારું; ઉંચા ઉંચા સ્વર્ગલોકથી, દૈવી આશિષ દેજો...... (૧૦) ગુણાંજલી (રાગ : એક જન્મ્યો રાજ દુલારો) | ૫.પૂ. મુનિ ભાગ્યચન્દ્ર વિજયજી એક જભ્યો સંત સિતારો, શાસનને ઉજાળનારો. હીરાચંદનું નામ ધરીને, ચમક્યો સંતસિતારો...... (૧) ત્રેસઠના ચૈત્રમાસની સુદ છઠ્ઠ દિને જન્મ્યો, માણેકપુરે ફુલચંદકુળ, જગનો સહારો આવ્યો; રત્નકૃષિમાં કુંવર કૂખે, જમ્યો સંતસિતારો...... (૨) શૈશવકાળથી ધર્મના રાગી, જિનવચનના અનુરાગી, પિતાના તેવા સંસ્કારથી, પુત્ર ચીનુ બન્યો વૈરાગી; રામચન્દ્ર ગુરુ શરણે, પિતા પુત્ર સંયમ લીધું...... (૩) આગમ અભ્યાસની સાથે, સૂરિ પ્રેમની સેવા કરતા, સદા નિર્દોષ ગોચરી સાથે, આકરા તપ-જપ કરતા; ‘તપસ્વી સમ્રાટ'' નામે, થયો જયજયકારો..... (૪) ચુમ્મોતેરમી ઓળીમાં, યાત્રા નવ્વાણું કીધી, અઠ્ઠાવનમી ઓળીમાં એકસો વીશ યાત્રા કીધી; જયવંતા શાસનને મળ્યો, ધના સમો અણગારો..... (૫) ચાર હજાર છસ્સો જેટલા, અખંડ આયંબિલ કીધા, સહસાવનનો ઉદ્ધાર કીધો, સંઘ અનેરા કાઢ્યાં; તપ ગણાય નહી એવા, સંત હતા એ નિરાળા.....(૬). નિર્દોષ ચર્યાના આગ્રહી, કદી ન લેતા આધાકર્મી; ચાતુર્માસ કરી ગિરનારમાં, રચના ઇતિહાસની કીધી; જિનશાસનની એકતા કાજે, અભિગ્રહો આકરા કીધા.....(૭) છæ વર્ષે પગપાળા ચાલતા, ઉપયોગ ન ડોળી કે વ્હીલચેરનો, જેને જોતાં લાગે જાણે, દુનિયાની દસમી અજાયબી; ગુરુ હિaliાણી-qe પ્રાણપ્યારા.... (રાગ : આ છે અણગાર...) કમલેશ કોરડિયા (જૂનાગઢ) જેના રોમરોમથી તપ, ત્યાગ અને સંયમની છલકે ધારા; ગુરુ હિમાંશુસૂરિ પ્રાણપ્યારા, તપસ્વી ગુરુવર એ ન્યારા... ગુર્જરધરાએ ભવ્ય જીવોને, રહ્યા સદા ઉપકારી, રેવતગિરિએ સાધના કીધી, અરિષ્ટનેમણિવરની; સહસાવનની તિર્થભૂમિનો, પુનરોદ્ધાર કરનારા..... ગુરુ હિમાંશુસૂરિ પ્રાણપ્યારા.... ઉપવાસ ત્રણ હજાર કીધાને શુદ્ધિનો પામ્યા નિધિ, આયંબિલ અગિયાર હજાર કરી, શાસનપ્રભાવના કીધી ; તપ અને યાત્રાનો જીવનમાં, ઉમંગ સદા ધરનારા.... ગુરુ હિમાંશુસૂરિ પ્રાણપ્યારા..... એ ઉપકાર પ્રભુ અરિહંત તણો, જેણે શાસન સ્થાપ્યા, એ ઉપકાર છે જિનશાસનનો, જેહથી ગુરુવર મલ્યા, એ ગુરુવરના પુનિત સ્મરણો, સહુ અંતર મહેકનારા.... ગુરુ હિમાંશુસૂરિ પ્રાણપ્યારા.... ૨૧૯ | ITI ITI | HIT

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246