Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 226
________________ હિdiાંelણુટિજીની પ્રેo... (રાગ : યે હે પાવનભૂમિ યહી બાર બાર આના... ) | હેમશિશુ હિમાંશુસૂરિજીના પ્રેમે પ્રણમુ પાયા, તપ સાધનાના યશે નિર્મળ કીધી કાયા...૧ આ કાળે તુમ સરીખા યોગી ના મે દીઠાં, નિર્મળ સંયમ પાળી શાસનને શોભાયા...૨ આયંબીલ બાર હજાર ઉપવાસો ત્રણ હજાર, યાત્રાઓ કરી ને અપાર આતમને અજવાળ્યા...૩ પ્રભુ ભક્તિમાં મસ્તાન આચારોમાં એકતાન, શાસ્ત્રોની વાતોને જીવનમાં અપનાયા...૪ પાલીતાણા ગિરનાર રટતા રહે વારંવાર, સહસાવન ઉદ્ધારી મનવાંછિત ફળ પાયા...૫ કાતિલ કષ્ટો વેઠ્યા દોષો ના સેવ્યા કદા, હેમશિશુ’ કરે વંદના, ગુણ ગણ દેજો, રાયા...૬ પુત્ર ચીનની દીક્ષા કાળે, મુંડન તેનું કીધું...(૨) અંતરાય કર્મો સર્વે ખપાવી, સંયમ રૂડું લીધું...(૨) રામચંદ્ર ગુરુ નિશ્રા પામી (૨) ગ્રહણાદિ શિક્ષા પાયા... હિમાંશુસૂરિ રાયા, પ્રણમું... દાદા પ્રેમસૂરિની સેવા પામી, તપ/જપ આકરા ધ્યાયા...(૨) દોષરહિત ગોચરી કરતા, કરતા આતમશુદ્ધિ...(૨) શત્રુંજય તપની સાથે સાથે (૨) ગિરનારની નવાણું કીધી હિમાંશુસૂરિ રાયા, પ્રણમું... સહસાવનનો ઉદ્ધાર કરાવી, અનેક દીક્ષા દીધી...(૨) ત્રણ હજાર ઉપવાસની સાથે, હજારો આયંબિલ કીધા...(૨) જિનસાશનની એકતા કાજે (૨) અભિગ્રહ આકરાં લીધા હિમાંશુસૂરિ રાયા, પ્રણમું... સિદ્ધાચલ ગિરનારની ભક્તિ, જીવનભર જેણે કીધી...(૨) ચોમાસું કરી ગિરનાર ગોદમાં, ઇતિહાસની રચના કીધી...(૨) રોગની વેદના કારમી ઘેરી (૨) ઉપશમ ભાવે સહતાં હિમાંશુસૂરિ રાયા, પ્રણમું... માગસર સુદ ચૌદશની રાત્રે, ગિરનારનું ધ્યાન ધરતાં...(૨) અરિહંત’ ‘નેમિનાથ'‘નેમિનાથ’ ‘અરિહંત' શ્વાસે શ્વાસે રટતાં...(૨) અપૂર્વ સમાધિ પામીને એણે (૨) મુક્તિભણી ડગ ભર્યા | હિમાંશુસૂરિ રાયા, પ્રણમું... સૂનો પડ્યો છે સંઘસકળને, સૂની લાગે સવિદિશા... (૨) હે સૂરિવરજી હાથપકડજો, પ્રશાંતની અભિલાષા... (૨) સ્વર્ગમાંહેથી આશિષ દેજો (૨) અમ સેવકને ઉદ્ધરજો હિમાંશુસૂરિ રાયા, પ્રણમું... હિdiાણિ સવા.., (રાગ : હે ત્રિશાલાના જાયા... ) | સા. પ્રશાંતગુણાશ્રીજી હિમાંશુસૂરિ રાયા, પ્રણમું તમારા પાયા... સળગી રહ્યો તો દોષની આગમાં (૨) તમે છો તારણહારા... માણેકપુરમાં જન્મ પામતાં, ફુલચંદભાઈના કુળે...(૨) માતા કુંવરબેનના જાયા, પારણીયામાં ઝુલે...(૨) શૈશવકાળથી સંસ્કાર પામ્યા (૨) ધર્મક્રિયાના સાચા... હિમાંશુસૂરિ રાયા, પ્રણમું... જિનપૂજાદિ આવશ્યકમાં, ક્યારે ન રહેતા કાચા...(૨) ગૃહસ્થધર્મમાં રહેવા છતા એ, જિનવચન રૂડા લાગ્યા...(૨) વૈરાગ્યના એ રંગે ભીંજાણાં, (૨) સંયમના ભાવ જાગ્યા હિમાંશુસૂરિ રાયા, પ્રણમું... | | | ૨૨૦ For P oolse any |

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246