Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 208
________________ દિનેશભાઈ શાહ.અમદાવાદ લગભગ સં ૨૦૫૫ની સાલ હતી... પ.પૂ.પં. ગરૂદેવશ્રી ચન્દ્રશેખર મહારાજની એક શિબિરમાં વર્તમાનકાળમાં મહાપુરૂષોના દર્શન કરવા હોય તો જાવ પ.પૂ.આ.ભદ્રંકર સૂ.મ.સા.,પ.પૂ.આ. હિમાંશુ સૂ.મ.સા.,પ.પૂ.આ.કલાપૂર્ણ સૂ.મ.સા, પ.પૂ.આ. અરિહંતસિધ્ધ સૂ.મ.સા. વગેરેના દર્શન-વંદન કરો! બસ! આ વાત સાંભળી ત્યારથી આ મહાપૂરૂષોના દર્શન-વંદનની તાલાવેલી જાગી... પ્રચંડપુણ્યોદયે નજીકમાં વાસણા મધ્યે બિરાજમાન પ.પૂ.આ.હિમાંશુ સૂ.મ.સા.ના દર્શનનો મોકો મળ્યો. પ્રથમ દર્શને જ મારા મન મંદિર ઉપર પૂ.દાદાની મૃખાકૃતિએ કામણ કર્યુ હા! તેઓ એ મારા અંતરમાં પૂ.દાદા તરીકેનું સ્થાન મેળવી લીધું. નિત્યદાદાને વંદનનો કાર્યક્રમ શરૂ થઈ ગયો અને વંદન કરતાં પરમશાંતિને અનુભવવા લાગ્યો... દરિયાદિલ દાદા એક દિવસ પૂ. દાદાને કંઈક લાભ આપવા અતિઆગ્રહ ભરી વિનંતી કરી... અંતે પૂ. દાદાએ દુકાનમાં કાપડનાં સેમ્પલ ટુકડા હોય તેવા લાવવા જણાવ્યું. તે વખતે ઉપાશ્રયની બહાર નીકળતાં આ ઘટના જોતાં રાજકોટના એક ભાઇ બોલ્યા “તમારે તો લોટરી લાગી ગઇ, મારે છેલ્લા ૨૦ વર્ષથી સાહેબજીનો નિકટનો પરિચય હોવા છતાં આજ સુધી કોઈ નાનો પણ લાભ મળ્યો નથી. તમે તો ઘણા ભાગયશાળી છો’’ બસ! આ વાત સાંભળીને હૈયું હર્ષાશ્રુથી ઉભરાય ગયું... બીજા જ દિવસે મારી દુકાન માંથી પૂ. દાદાએ મંગાવેલ સેમ્પલો સાથે કાપડના અનેક તાકાઓ પણ લઈ આવ્યો નિષ્પરિગ્રહી પૂ. દાદાએ એક નાના ટૂકડાનો જ લાભ ૨૦૨ Jain Education International આપવા છતાં હું આનંદવિભોર બની ગયો. પાનમસાલા વગેરે માવાના વ્યસનને કારણે ડોકટરોના મતે મારા શરીરમાં લોહીનું પ્રમાણ ખુબ જ ઘટી ગયું હતું. તે અવસરે હું બ્લડબેંકમાંથી લોહીની બોટલ લઇ પૂ. દાદાના વંદનાર્થે ગયો તે દિવસે વિનંતી કરીકે વાસક્ષેપ નાંખશો? પૂ. દાદાએ તરત પૂછયું“આજે શું છે?” મેં હકીકત જણાવી લોહીની બોટલ બતાવી ત્યારે પૂ. દાદાએ તરત વાસક્ષેપ નાંખી માંગલીક સંભળાવ્યું અને હું એકલો સ્કુટર લઈ હોસ્પીટલમાં લોહી ચડાવી સ્વસ્થતાપૂર્વક પાછો ઘરે જતો હતો ત્યારે ડોકટર પણ નવાઇ પામી ગયા... સં.૨૦૫૬ના ચાતુર્માસમાં મહાપર્વના પ્રથમદિવસે પૂ. દાદાને વંદન કરીને અઠ્ઠાઈના પચ્ચક્ખાણ માંગ્યા ત્યારે પૂ. દાદાએ પૂછયું “ એક સાથે આઠ ઉપવાસના આપી દઉ?” મેં કહ્યું” ગયા પર્યુષણમાં સંવત્સરિ પ્રતિક્રમણ કરીને ત્રણ નવકાર ગણીને મેં નાસ્તો કરેલો હતો. હવે આજે તમને યોગ્ય લાગતું હોયતો આપો અને પૂ. દાદાએ તરત જ એક સાથે અઠ્ઠાઈના પચ્ચક્ખાણ આપ્યાં અને નિર્વિઘ્ર અઠ્ઠાઇ પૂર્ણ થઇ. પૂ. દાદાના સંસારી સમાજજનો તરફથી પૂ. દાદાના સંયમજીવન તથા તપારાધનાની અનુમોદનાર્થે સામુહિક આયંબિલ અને પ. પૂ. ગુરૂદેવશ્રી ચન્દ્રશેખર મહારાજના વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું. તે દિવસે ઓપેરાસોસાયટીના ઉપાશ્રયમાં વ્યાખ્યાનના પ્રારંભમાં માંગલિક ફરમાવી વ્યાખ્યાનમાં પોતાના ગુણાનુવાદ થવાના જાણી વ્યાખ્યાનહોલથી બહાર નીકળી ઉપાશ્રયમાં નીચેના રૂમમાં બિરાજમાન થયા.... આજે જ્યારે મહાત્માઓ પોતાના દીક્ષા દિવસ - આચાર્યપદ આદિ દિનની For Private & Personal Use Only www.janbrary.org

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246