Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ઠાઠમાઠથી ઉજવણી કરતાં અને વ્યાખ્યાનસભામાં પોતાના ગુણાનુવાદ સાંભળતાં નજરે જોવા મળે છે ત્યાં આ ખાખી બંગાળી પૂ. દાદાએ તો તે વ્યાખ્યાનસભાનો જ ત્યાગ કરી દીધો. વ્યાખ્યાન દરમ્યાન પ. પૂ.પં. ચન્દ્રશેખર મહારાજ સાહેબે સકળસંઘના હિતખાતર પોતાના જીવનનું બલીદાન આપી રહેલા પૂ. દાદાના કઠોરાતિકઠોર સંયમજીવનની ભરપેટ અનુમોદના કરતાં રડતી આંખે ફરમાવ્યું કે “ જ્યારે જ્યારે તક મળે છે ત્યારે ત્યારે હું તેમના પગના અંગુઠાને મારું કપાળ ઘસીને તેમના પુણ્યદેહની ઓરા ગ્રહણ કરવા ઝંખતો હોઉં છું. આજે તેઓશ્રીની હયાતિ જ જૈનશાસન માટે આશીર્વાદ સમાન છે. આ મહાપુરુષની વર્ષોથી સેવા કરવા દ્વારા મારા શિષ્ય મુનિ હેમવલ્લભ વિજયનો તો મોક્ષ નક્કી થઈ ગયો છે. આજે ગુરૂના નાતે હું તેની આ લખલૂટપુણ્ય કમાણીનો એક અંશ તેની પાસે માંગુ છું જે મારા આત્માનો ઉધ્ધાર કરવા માટે પર્યાપ્ત બની જશે.”
કેવું પૂજ્ય દાદાનું જીવન ! કેવા પૂ. ગુરુદેવશ્રી ! કેવા શિષ્ય! ધન ધન જિનશાસનના અણગાર!
હર હર ), 2 6
x 1/
મિ
0 5 ટે
P
શાંતિનાદાતાર સૂરિવર
રસિકભાઇ ફૂલચંદભાઇ શાહ
(સંસારી લઘુબંધુ) અમદાવાદ. શૈશવકાળમાં માદરેવતન માણેકપુરની ધન્યધરા ઉપર વડીલબંધુ હીરાભાઇ સાથેના થોડા વર્ષોના સહવાસ ના સંસ્મરણો આજે વર્ષો સુધી
૨૦]
www.
elibrary.org