Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
જાવિરમguiીય પુpય લોક-દિવ્યવિભૂતિ
પં. વજલાલ ઉપાધ્યાય (જામનગર) | નિસર્ગસ્ત શરીર સૌષ્ઠવ પ્રબાવક શરીર બંધારણ, ત્યાગ અને વૈરાગ્યનું જીવંત જંગમસ્થાન તપશ્ચર્યાનું અદ્વિતીય વિશ્રાન્તિ ગૃહ. આ યુગનું અણમોલ રત્ન જ્યોતિધર હીરા - સરલતા - સૌમ્યતા -નિર્દભ સાધુજીવન- સૌ કોઈના આદરણીય - અજાત શત્રુ - અખંડિતતાનો પર્યાય - તપોવિભૂતિ દિવંગત પરમ પૂજ્ય આચાર્ય ભગંવત શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મ.સા. કેવળ એક વ્યક્તિ માત્ર ન હતાં. તેઓશ્રી સકલ સંઘના હિતચિંતક-જાગરૂક સમ્યગ્દષ્ટિ દેવતા હતા.
પ્રભુજીની પ્રતિમા સમક્ષ તેઓશ્રીની ઉપસ્થિતિ ભક્તિ ઉપાસના, સાધના, આરાધના આજેય પરિચિત સર્વ સામાન્યને પણ અજબ-ગજબનું આકર્ષણ સ્થાન બની રહે પં. જામનગરના ચાતુર્માસ દરમ્યાન થોડું સાનિધ્ય-સાનિધ્યનો લાભ મળેલ. એનું માત્ર સ્મરણ પણ આજેય અલૌકિક જગતનું આ મહાપુરુષનું વિચરણ કલ્પનાતીય ભાવુકતા લાવી દે તેવું છે.
ધન્ય જીવન ! ધન્ય તપશ્ચર્યા ! અત્તે તપશ્ચર્યા સાથે રૈવતગિરિ પ્રભુ પ્રતિમા અનિમેષ દર્શન સહદ ચિરવિદાય ધન્ય ! ધન્ય ! ધન્યતા અમર વિભૂતિને વંદના ! ભાવુક શ્રદ્ધાંજલિ ! ભાવુક વંદનાવલિ...!
માણેકપુર ગામમાં પૂજ્યશ્રીની નિશ્રામાં વૈશાખ માસમાં અઠ્ઠાઈ મહોત્સવનું આયોજન થયેલ... વૈશાખ માસની કાળઝાળ ગરમી હોવા છતાં પછી આવી રીતે ગામમાં ચોમાસામાં સાહેબની નિશ્રા ક્યારે મળે? કોને ખબર ? તેથી તેઓશ્રીની પાવનનિશ્રામાં અઠ્ઠાઈ તપ કરવાની તીવ્રભાવના સાથે તેમના સંસારી યુવાન ભત્રીજો સાહેબ પાસે ભાવનાની રજૂઆત કરી ત્યારે તેઓશ્રી પણ ચક્તિ થઈ ગયા અને તેની શ્રદ્ધા આત્મવિશ્વાસ અને મુખમુદ્રાને જોઈને પચ્ચખાણ સાથે માથે હાથ ફેરવી વાસક્ષેપ દ્વારા આશીર્વાદ આપ્યા ત્યારે તે યુવાન ભત્રીજાને ઈલેકટ્રીકનો કરંટ લાગ્યો હોય તેમ પોતાના સમગ્રદેહમાં તીવ્ર ઝણઝણાટી થઈ કોઈ વિશિષ્ટ શક્તિનો સંચાર પોતાના દેહમાં થયાની અનુભૂતિ થઈ અને રમતમાં જ અઠ્ઠાઈ તપની પૂર્ણાહુતિ થઈ ગઈ ...
ઠર્ઘ દ્રષ્ટા ગુરુqe ધંધુકા-સોસયટીમાં ચૈત્ર-વૈશાખ માસમાં અઠ્ઠાઈ મહોત્સવનો પ્રારંભ થવાનો હતો... કાર્યકરભાઈઓએ મંડપમાં એક ખૂણામાં નીચાણમાં જ અખંડ દીપકની વ્યવસ્થા કરી હતી... સાહેબને ત્યાંથી પસાર થવાનું થયું... આ વ્યવસ્થા જોઈ તરત જ “આ વ્યવસ્થા થોડા ઊંચાણમાં થાયતો સારૂ” પૂજ્યશ્રીના આ સુચનથી વ્યવસ્થાપક ભાઈઓને વિસ્મયમાં પડેલાં જોઇને સાહેબ બોલ્યા “કદાચ વરસાદ આવે પાણી ભરાય તો અખંડદીપકને આંચ ન આવે !” ચૈત્ર-વૈશાખનો ધોમધખતો તાપ હતો તેમાં વરસાદ ક્યાં આવે ? તેવું વિચારતાં કાર્યકરો આશ્ચર્યમાં પડી જવા છતાં પૂજ્યશ્રીના સુચનનું ઉલ્લંઘન ન થાય માટે અખંડદીપકની વ્યવસ્થા ઊંચાણવાળા સ્થાને કરવામાં આવી... અને ખરેખર અચાનક મહોત્સવના બીજા કે ત્રીજા દિવસે ગાજવીજ સાથે મેઘરાજાની પધરામણી થતાં મર્ડપમાં પાણી ભરાઇ ગયા... અરે અખંડ દીપકની અખંડતા ને કોઈ આંચ ન આવી.
Roછે
in Education International