Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 204
________________ HIણા વિનુના ધર્મણાર્થપાઠ પ્રકાશભાઈ વાડીલાલ વસા પરિવાર (ધોરાજીવાળા), અમદાવાદ. | આગ લાગી આકાશમાં, ઝર ઝર વરસે અંગાર; મળે ન ગુરુ જીવનમાં, ભડ ભડ સળગે સંસાર. વિ. સં. ૨૦૩૫ ની સાલ હતી... એકવાર સાસરે વાંકાનેર જવાનું થયું ત્યારે સસરાજીએ સહજ કહ્યું “ચાલો ! અહીં ઉપાશ્રયમાં તપસી મહારાજ બિરાજમાન છે તેમની પાસે વાસક્ષેપ નંખાવી આવીએ.” અમે સાહેબ પાસે ગયા અને સાહેબે મસ્તક ઉપર વાસક્ષેપ કરતાંની સાથે જ મારા દેહમાં કોઈ દિવ્યચેતના પ્રગટી, જેના પ્રભાવે કરોડ રૂંવાડામાં અલૌકીક ઝણઝણાટીનો અનુભવ થયો... અને સાતેય વ્યસનોના તાલપૂટ ઝેરથી યુક્ત એવા મારા મસ્તક ઉપર ભવ ભ્રમણના ઝેરને ઓકાવી નાખે તેવા ગારૂડીમંત્ર સમાન સાહેબના હાથના સ્પર્શ માત્રથી ધીમે ધીમે મારા ઝેરનું વમન થતું હોવાની અનુભૂતિ થવા લાગી... વાંકાનેરથી વિહાર કરી જુનાગઢ જવા માટે વચ્ચે મારા વતન ધોરાજીમાં પધાર્યા હતા... વર્ષોના કુસંસ્કારના સ્વભાવથી ધનસંપત્તિમાં લોલુપ એવા મેં હૈયામાં ‘જો આવા મહાત્માના ઘરે પગલાં થાય તો ધનવૃદ્ધિ થાય’ તેવી માત્ર લાલસાથી સાહેબને પગલાં કરવા વિનંતી કરી અને સાહેબ ઘરે પધાર્યા ત્યારે ગોચરી વહોરી લીધા બાદ ધર્મક્ષેત્રમાં સાવ અજ્ઞાન એવા મેં મારા જન્માક્ષર સાહેબના હાથમાં આપતાં કહ્યું કે મેં મારા જીવનમાં અર્થલાભ છે કે નહી?’’ મહાગીતાર્થ વિચક્ષણ એવા મહાપુરુષ એમ જવાબ ક્યાંથી આપે ? સાંજે ઉપાશ્રયમાં આવવાનું કહી તેઓશ્રીતો કુંડળી સાથે લઈ ગયા. અર્થની તૃષ્ણાથી હું સાંજ થતાંની સાથે ઉપાશ્રયમાં હાજર થઈ ગયો.... વંદનવિધિથી અજ્ઞાત હોવાથી સીધો પાટ પાસે સાહેબના ચરણોમાં બેસીને “મારા નસીબમાં પૈસા છે કે નહિ?? એમ પૂછવા લાગ્યો... સાહેબ કહે, ‘‘તમારી કુંડળી ખૂબ સારી છે, પરમાત્માના શાસનને તમારા જેવા સત્ત્વશાળી આત્માની ખૂબ જરૂર છે, તેથી આ પ્રભુના માર્ગે આવી જાવ.” મેં કહ્યું ‘સાહેબ લગ્ન તો થઈ ગયા છે વળી એક નાનું સંતાન પણ હોવાથી જવાબદારીઓના કારણે હાલ તે શક્ય નથી.” સમયને પારખનારા સાહેબ એમ ખાલી તો શાના જવા દે ! તેથી કહે “ “કંઈ વાંધો નહિ હાલ આ દિશામાં જવાનું લક્ષ રહે તે માટે દીક્ષા ન થાય ત્યાં સુધી કોઈ વસ્તુનો ત્યાગ કરવાનો નિયમ લઈ લો ! જેથી દીક્ષા નું થાય ત્યાં સુધી ત્યાગનો લાભ તો થાય !?? અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર મેં સાહેબની ભાવના મુજબ અભિગ્રહ ગ્રહણ કરી લીધો... બસ ! પૂજ્યશ્રી સાથેની આ મુલાકાત સન્માર્ગ તરફ ગતિ કરવા દીવાદાંડી સ્વરૂપ બની ગઈ. ધોરનરક અને નિગોદના બ કીગ થયેલા મારા ઉપર રહેમ નજર કરી દુર્ગતિની ઊંડી ખીણમાં પડતાં મને ચોટલી પકડીને બહાર ખેંચી લીધો.. સાહેબના સંપર્કથી મારા વિચારોમાં ધરખમ ફેરફારો થવા લાગ્યા... જીવનમાંથી દુગુર્ણોની ધીમે ધીમે વિદાય થવા લાગી.. સામાજીક, ભૌતિક અને આધ્યાત્મિક જીવનમાં દિન પ્રતિદિન પ્રગતિ થવા માંડી... ધર્મ આરાધના, તપ-જપ આદિ યોગોમાં આત્મવિકાસના શિખર તરફ અકલ્પનીય આગેકૂચ થવા લાગી... પૂજયશ્રીના પ્રભાવે સમગ્ર પરિવારમાં ધર્મમય વાતાવરણ અને તપ-જપ આદિ ધાર્મિક અનુષ્ઠાનોમાં જોડાવાની ભાવના જાગવા માંડી... સાહેબની અસીમકૃપાના બળે મારા જીવનમાં અકલ્પનીય એવી અનેકવિધ તપારાધના થવા પામી જેમકે અનેક અટ્ટમો, અઠ્ઠાઈ સાથે ચોસઠ પ્રહરના પૌષધો, વર્ષીતપ વિશસ્થાનક તપ. | વિ. સં. ૨૦૧૬માં વડનગરથી તારંગા છ’રી પાલિત સંઘ દરમ્યાન અઠ્ઠાઈ.. વિ. સં. ૨૦૧૬માં ઘર આંગણે મેમનગરમાં મૂળવિધિથી ઉપધાનમાં ૪૭ દિવસમાં ૩૯ ઉપવાસ.. • વિ.સં. ૨૦૧૭માં રાજનગર (વાસણા) થી સિદ્ધગિરિ આયંબિલપૂર્વકના છ'રી પાલિત સંઘ દરમ્યાન ૨૦ઉપવાસ. વિ. સં. ૨૦૫૮માં સિદ્ધગિરિ થી ગિરનાર છ'રી પાલતિ સંઘ દરમ્યાન ૨૦ ઉપવાસ અને તેમાં ૧૯મા ઉપવાસે તળેટીથી પગપાળા સહસાવન થઈ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ દાદાની પહેલી ટૂંકની યાત્રા કરી નીચે આવ્યો. વિ. સં. ૨૦૫૮માં ગિરનારની ગોદમાં બીજા ઉપધાનમાં ૩૫ ઉપવાસ. . વિ. સં. ૨૦૬રમાં દિવ્યપાથી ત્રીજા ઉપધાનમાં ૨૮ ઉપવાસ આદિ અનેકવિધ નાની મોટી તપશ્ચર્યા મારે થવા પામેલી છે તથા વિશ સ્થાનક્તપ, અઠ્ઠાઈઓ, ૯ ઉપવાસ, ૧૯૮ Jain Education Internationel S

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246