Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 193
________________ અમોઘ વચનના સ્વામી કૌશલ દિનેશભાઇ શાહ (વીરમગામવાળા) અમદાવાદ સંવત ૨૦૫૭નું ચોમાસુ સાહેબજી સિદ્ધગિરિરાજની છત્રછાયામાં બિરાજમાન હતા. પિતાશ્રી સાથે વંદન કરવા ગયા અને પિતાશ્રીએ આયંબિલનું પચ્ચકખાણ કર્યું. સાહેબજીએ મને પ્રેરણા કરી કે ‘તારે શું કરવાનું છે?’ મેં કહ્યું ‘સાહેબજી હું નવકારશી કરીને આવ્યો છું. મારે આયંબિલ થઇ શકે એ શક્ય નથી લાગતું.’ તરત જ સાહેબજીએ કહ્યું ‘તું આજે બપોરે આયંબિલનું જ વાપરી અને સાંજે ચોવિહાર કરીને પ્રતિજ્ઞા કર કે જ્યાં સુધી આયંબિલનો પાયો ન નંખાય ત્યાં સુધી તને પ્રિય એવી બે વસ્તુનો ત્યાગ કર!' મેં સહજ પૂછયું કે સાહેબજી! મારા પિતાશ્રીને ભૂતકાળમાં એક પ્રિય વસ્તુનો ત્યાગ કરવા જણાવેલ અને મને બે કેમ?” સાહેબ કહે તારા પિતાશ્રીએ સહજતાથી કોઇ દલીલ કર્યા વગર મારી વાતનો સ્વીકાર કરેલ હતો.’ અને મેં સાહેબજીના વચનને શિરોમાન્ય કરી મારા માટે લગભગ અશક્ય ગણાય તેવી પ્રતિજ્ઞા ગ્રહણ કરી... સાહેબજીના વરદાન જેવા વચનમાં પ્રભાવે મારું મન વિચારવમળમાં ખૂંચવા લાગ્યું કે આવા મહાપુરુષનું વચન સિધ્ધ ન થાય તે કેમચાલે? ... તેવા સમયે એક મિત્રે આવી મને કહ્યું, ‘મારે આવતી કાલથી વર્ધમાન તપનો પાયો નાંખવાની શરૂઆત કરવાની છે, જો તારી ઇચ્છા થતી હોય તો મારી સાથે આયંબિલ કરવા આવજે.' કહ્યું ‘હું કંપની આપવા એક-બે આયંબિલ કરીશ, બાકી પાયો બાયો નાંખવાનું મારું કામનહીં'. પણ મહાપુરુષના વચનનો પ્રભાવ અને તેઓશ્રીના હૈયાનાં આશીર્વાદના બળે જેમજેમઆયંબિલ કરતો ગયો તેમતેમઆયંબિલમાં અનુકૂળતા આવવા માંડી અને આખો પાયો ક્યાં પૂર્ણ થઇ ગયો તેનો ખ્યાલ જ ન રહ્યો!!! પૂજયશ્રી બાહ્યાડંબરથી અલિપ્ત હdI... દૂર ષ્ટbગામી ગુરુવર દિનેશભાઇ બી. શાહ (વીરમગામ) અમદાવાદ આજે પણ તે દિવ્ય દિવસની સ્મૃતિ થતાં હર્ષના અશ્રુ સાથે આ મસ્તક અહોભાવથી તે ગુરુભગવંતના ચરણોમાં ઝૂકી જાય છે. સં. ૨૦૪૮ પ્રાય: પોષ માસનો એ સમય હતો. વીરમગામથી ભોયણીના છ'રીપાલિત સંઘના ઉપક્રમે ત્રણત્રણ આચાર્યભગવંતોની વીરમગામની વિરલભૂમિએ પાવનીયપધરામણી થવાની પૂર્વ સંધ્યાએ મારા વડીલબંધુના બંગલે પૂજયોના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજા દિવસે શુભ મુહૂર્ત ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં પૂર્વે મારા ઘરે પગલા કરવા માટે વિનંતી કરી. પરંતુ સાહેબજીએ આવવાની ના પાડી. અતિઆગ્રહભરી આજીજી કરતાં તેઓશ્રીએ કહ્યું ‘‘તું વર્ધમાનતપનો પાયો નાખવા જેવા વિશિષ્ટ કાર્યો કરવાનો સંકલ્પ કર, તો ચતુર્વિધ સંઘ સાથે તારા ઘરે પગલાં થાય.” મેં કહ્યું “ “સાહેબજી! મારાથી એકપણ આયંબિલ થતું નથી છતાં આપ મારા ઘરે પધારો કે ન પધારો તો પણ આજે મારે આયંબિલ કરવું જ છે.” સાહેબજી કહે ‘‘વર્ધમાન તપનો પાયો નનંખાય ત્યાં સુધી એકપ્રિય વસ્તુનો ત્યાગ કર!'' આખી જીંદગી કદાચ પાયો ન નાંખી શકાય તો દોષ નહીં લાગે એવી સાહેબજી પાસેથી સમજણ લઇ જ્યાં સુધી પાયો નનંખાય ત્યાં સુધી ગુલાબજાંબુનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરી અને ચતુર્વિધ સંઘ સાથે ત્રણ ત્રણ આચાર્ય ભગવંતોના મારા ઘરની સાથે સાથે મનમંદિરમાં પગલાં થયા. હું ધન્ય બની ગયો !!! હું કૃતકૃત્ય બની ગયો. થોડા સમય બાદ વ્યવસાયના કારણે મારે અમદાવાદ સ્થળાંતર કરવાનું થયું. સાહેબજી પણ અમદાવાદમાં બિરાજમાન હોવાથી નિયમિત રીતે વારંવાર દર્શનવંદનનો અવસર મળતો હતો. તેવામાં સં. ૨૦૫૧ની સાલમાં સાહેબજી આંબાવાડી, ઉપાશ્રયમાં ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે વિચાર આવ્યો કે સાહેબજીનું મારા માથે ૧૮૭ www.jainelibrary

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246