Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
અને મારે હસ્તગિરિ પાછા આવવાનું થયું...
સંધ્યાનો સમય થવા આવ્યો ત્યારે સાહેબ હસ્તગિરિ પધાર્યા, થાકીને લોથપોથથઈ ગયેલા, પગ તો થાંભલા જેવા થયેલા અને બન્ને પગે ગોટલા ચડી ગયા હોવા છતાં જેમ-તેમ કરીને હસ્તગિરિ પહોંચ્યા હતા... આવીને તાત્કાલિક જે મળ્યું તે નિદોર્ષ ભિક્ષા મેળવી પચ્ચક્ખાણ પારીને આયંબિલ કર્યું હતું...
સાક્ષાત્ કલ્પવૃદ્ધ !
કલ્પેશ વી. શાહ (અમદાવાદ) સુવિશુદ્ધસંયમના સાધક, ઘોર તપસ્વી પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજીમહારાજાના પાવન સત્સંગમાં બેસવાનો અવસર જીવનમાં અનેકવાર સંપ્રાપ્ત થયો છે. જ્યારે જ્યારે તેઓશ્રીને મળવાનું થયું, તેઓશ્રીના ચરણોમાં બેસવાનું થયું ત્યારે અચૂકપણે એમ જ લાગ્યું છે કે જાણે સાક્ષાત્ કોઈક કલ્પવૃક્ષની શીતલ છાંયડીમાં બેઠો છું.
જિનશાસનના સેંકડોવર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ગરવાગઢ ગિરનારની ગોદમાં સામુહિક ચાતુર્માસિક આરાધના ચાલતી હતી. અનેક ભાવિક લોકો પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં આરાધનાની અનેરી મસ્તી માણી રહ્યા હતા..
ચરમતીર્થપતિ શ્રમણભગવાન મહાવીરપરમાત્માના ૨૬૦૦મા જન્મકલ્યાણક વર્ષ નિમિત્તે ભારત સરકાર તરફથી રૂપિયા સો કરોડ જિનશાસનના વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે ફાળવવામાં આવ્યા હતા. આ રકમમાંથી ગિરનાર મહાતીર્થના ઉદ્ધાર માટે કેટલી રકમ ફાળવવી તેના નિર્ણય માટે દિલ્હીથી સી.પી. ડબ્લ્યુ. ડી. ના ડિરેકટર તથા ચીફ એન્જીનીયર વગેરે સરકારી અધિકારીઓને સાથે લઈને મારે ગિરનાર મહાતીર્થની વિઝીટે જવાનું થયું.. અમે બધા દેરાસરો, અન્યસ્થાનો તથા માર્ગોનું નિરીક્ષણ કરી છેવટે જગંમતીર્થ સમા પૂજ્યપાદશ્રીના ચરણોમાં આશીર્વાદ લેવા પહોંચ્યા... પૂજ્યશ્રીએ મંગલાચરણ સંભળાવી વાસક્ષેપ નાંખવાપૂર્વક આશિષ આપ્યા અને આ મહાતીર્થની સુરક્ષા અને પવિત્રતા જળવાઈ રહે તે માટે આ અધિકારીઓને પ્રેરણાના બે શબ્દો કહ્યા... ૯૬ વર્ષની જૈફવયે પણ પૂજ્યપાદશ્રીના તપોમય દેહની તેજસ્વિતા, પાંચ ઇન્દ્રિયોની જાગૃતતા અને તીર્થવિકાસની તિતિક્ષા જોઈને અધિકારી અંજાય ગયા અને બહુમાનભાવથી નતમસ્તક ઝુકી ગયા.. આજે
Jain Education International
પણ જ્યારે તે અધિકારીઓને મળવાનું થાય છે ત્યારે પૂજ્યશ્રીના સંભારણાને અચૂક પ્રગટ કર્યા વગર રહી શકતા નથી.
ગિરનારથી જ્યારે આ અધિકારીઓ દિલ્હી પહોંચ્યા હતા ત્યારે સાંસ્કૃતિક મંત્રીશ્રી જગમોહનજી સમક્ષ એવી પાવરફુલ રજુઆત કરી હતી કે તેઓએ ગિરનાર મહાતીર્થના વિકાસાર્થે ૨ કરોડ અને શ્વેતાંબર જૈનોના અન્યતીર્થો માટે કુલ ૩૫ કરોડ રૂપિયા ફાળવ્યા હતા.
આવા શુદ્ધ સંયમી સંતપુરુષોના દર્શન-વંદન માત્રથી ભલભલાના વિચારો અને આચારોમાં ધરખમ પરિવર્તન થઈ જાય છે. આ વિભૂતિના દર્શન-વંદન માત્રથી આવા અનેક ભવ્યાત્માઓના જીવનમાં અકલ્પનીય પરિવર્તનો થવા પામ્યા છે.
મારી યાત્રાના પ્રાણપૂરક
ઉપેનભાઈ એલ. શાહ - વાસણા
પ્રાયઃ ૨૦૫૬ની સાલ હતી અમદાવાદ-લક્ષ્મીવર્ધક સોસાયટીમાં બિરાજમાન પૂ.મેઘદર્શનવિજયજી મહારાજ સાહેબની પાવનીય પ્રેરણાથી ચોવિહારા છટ્ઠ કરી સિદ્ધગિરિની સાત યાત્રા કરાવવાનું સામુહિક આયોજન થયું હતું.
જીવનમાં ચા-તમાકુના વ્યસનોના કારણે એક ઉપવાસ કરવો પણ મારા માટે લોઢાના ચણા ચાવવા જેવું હતું.. છતાં આ તક ઝડપવાની તીવ્રઝંખના હોવાથી મારા પૂજ્ય ગુરુદેવશ્રી આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબના આશીર્વાદ લઈ યાત્રા કરવા જવાનો દૃઢનિશ્ચય કરી લીધો.. તે અવસરે પૂજ્યશ્રી સાંજના સમયે બહુચરાજીથી આગળના મુકામે રાત્રિમુકામ કરવા વિહાર કરતાં હતાં ત્યારે એક સ્થાને માર્ગમાં વિસામો લઈ રહ્યા હતા... અમે પૂજ્યશ્રીના વંદન કરી સાહેબજીને અંતરની ભાવના જણાવી, સાહેબે અંતરના આશિષ સાથે વાસક્ષેપ કરી આપ્યો અને મક્કમતાપૂર્વક આગળ વધવા પ્રેરણા કરી હતી.
સિદ્ધગિરિના દાદાના અચિન્ત્ય પ્રભાવ અને ગુરુવરની અસીમકૃપાથી આ યાત્રા કેવી રીતે થઈ ? તેનો ખ્યાલ પણ નથી આવ્યો.
પૂજ્યશ્રી સિદ્ધાચલ ગિરનારને આરાધનાર હતા...
For Private & Personal Use Only
૧૮૯