Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
મોટું દેવું છે. (વર્ધમાનતપનો પાયો) જે મારે વહેલાસર ચૂકવી દેવું જોઇએ. આ વાતની સાહેબજી પાસે રજૂઆત કરી અને સાહેબે આપેલ મંગલ મુહૂર્ત, સાહેબજીના સ્વમુખે પચ્ચક્ખાણ લઇ મારા જીવનના અશક્ય એવા મહામંગલકારી કાર્યનો પ્રારંભ થયો. જેમજેમઆગળ વધતો ગયો તેમતેમસહજતાપૂર્વક આયંબિલ થવા માંડ્યા અને જોત જોતામાં ૨૦દિવસ ક્યાં પસાર થયા તેની ખબર પણ ન પડી! પારણાના દિવસે ૯-૩૦ કલાકે સાહેબજીના વંદનાર્થે ગયો ત્યારે સાહેબે પૂછ્યું ‘‘કેમપારણું સુખપૂર્વક થયું?”
ત્યારે મેં કહ્યું ‘‘સાહેબજી! આપની અસીમકૃપાથી જ આ પાયો નંખાયો છે તો આપના પચ્ચકખાણ વિના પારણું કેમ થાય?
આજે પણ તે સમયના પુજ્ય આચાર્યભગવંતના મુખ ઉપરનો આનંદ ભુલી શકાતો નથી, સાહેબે પચ્ચક્ખાણ આપીન ટકોર કરતાં શ્રાવિકાને જણાવ્યું ‘હવે તેમને બાધા પૂર્ણ થઇ હોવાથી ગુલાબજાંબુ બરાબર ખવડાવજો'' મેં કહ્યું “ “સાહેબજી આપના તપોબળથી આપની અસીમકૃપાથી હવે ગુલાબજાંબુ ખાવાની ઇચ્છા જ નથી રહી.''
મહાપુરુષોના નિષેધમાં પણ આપણા આત્મહિતની લાગણીઓ વહેતી હોય છે. તેવો સ્પષ્ટ અનુભવ આજે પણ અનુભૂતિ થાય છે. જો સાહેબજી કોઇ રોકટોક વગર પગલાં કરવા પધાર્યા હોત તો મારા જીવનનું આ અકલ્પનીય કાર્ય કઇ રીતે શક્ય થાત? પછી જ્યારે જ્યારે રાત્રે પણ સાહેબજીની વદનાથે જતો ત્યારે માત્ર પગલાંના અવાજથી સાહેબ ઓળખી જતાં અને કહેતા કે કોણ? દિનેશ આવ્યો???
કેવી અજોડ આંતરશક્તિની સાધના હશે?
કિમતીલાલને થયું આપણે અહિં ભોજનશાળામાં વાપરીને જઇએ. અમે વાપરીને ઉપાશ્રયમાં વંદનાર્થે ગયા. આચાર્યભગવંતે અમારા ઉપર અમીદૃષ્ટિ કરી ખૂબ વાત્સલ્યપૂર્વક આશીર્વાદ આપતાં વાસક્ષેપ કર્યો. બેસતા વર્ષે કિમતીલાલને સીવીયર હાર્ટએટેક આવ્યો. તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરી એન્જોગ્રાફી કરી ટ્રીટમેન્ટ આપતાં આચાર્યભગવંતના વાસક્ષેપના પ્રભાવે અમારા મિત્ર મોતના મુખમાં જતા બચી ગયા. આવો સાક્ષાત ભગવાનના અવતાર સમા અને ઉગ્ર તપસ્વી સંયમી, આચાર્યભગવંતની અમીદષ્ટિ અને વાસક્ષેપના પ્રભાવે તો સામે આવેલું મોત પણ પાછું ચાલ્યું જાય છે.
જિનાજ્ઞાપાલક ગુરુપુર
| ગં. સ્વ. કંચનબેન કાંતિભાઈ (હસ્તગિરિ) હસ્તગિરિ તીર્થોદ્ધારનું કાર્ય ચાલું હતું. તીર્થોદ્ધારક પ.પૂ.આ. માનતુંગસૂરીશ્વરજી મહારાજ સાહેબ હસ્તગિરિમાં જ બિરાજમાન હતા તે અવસરે શ્રાવકે (કાંતિભાઈ) પૂ. આ.હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ પાલીતાણામાં બિરાજમાન હતા તેમને હસ્તગિરિ પધારવા માટે વિનંતિ કરી...
સાહેબે શ્રાવકની વિનંતિનો સ્વીકાર કર્યો... પ્રાયઃ વૈશાખ-જેઠ માસની કાળઝાળ ગરમીનો સમય હતો... સિદ્ધગિરિની યાત્રમાં શ્રાવક સાથે જ ગયા હતા..દાદાના દર્શન-ભક્તિ કરીને તેઓશ્રી છ ગાઉના રસ્તે ગંધ્રોલ તરફ ઉતરતાં રસ્તામાં અજિતનાથ-શાંતિનાથની દેરીએ ભાવપૂર્વક ચૈત્યવંદન કર્યું, અજિતશાંતિની સ્તવના કરી, સિદ્ધશિલાએ ધગધગતી શિલા ઉપર કાઉસ્સગ્ન કરીને ગંધ્રોલ ધોમધખતા તાપમાં પહોંચ્યા... હસ્તગિરિ હજુ પ્રાયઃ ત્રણેક કીલોમીટર દૂર હતું અને અતિશય તાપના કારણે થાક પણ ઠીક ઠીક લાગ્યો હતો અને સમયસર હસ્તગિરિ પહોંચી શકાય તેમ ન હોવાથી તે બન્ને પિતા-પુત્ર મહારાજ ગંધ્રોલમાં જ રોકાય ગયા.. શ્રાવકે હસ્તગિરિ આવી મને જણાવ્યું કે તમે આયંબિલની ગોચરી લઈને ગંધ્રોલ જાવ ! હું તરત ત્યાંથી નીકળી ગંધ્રોલ પહોંચી અને ગોચરી માટે પૂજ્યશ્રીને વિનંતી કરી. પરંતુ જિનાજ્ઞાના કટ્ટર પાલક, શુદ્ધગવેષક સાહેબજી એક ના બે ન થયા
સાક્ષાત્ સંજીવની
જિતેન્દ્ર બી.શાહ (વીરમગામ) સં. ૨૦૧૬ની સાલ...
ધનતેરસના દિવસે મહુડી દર્શનાર્થે જવાનું થયું. રસ્તામાં માણેકપુર દર્શન કરવાની સૌની ભાવના થઇ. આચાર્યભગવંત દેરાસરમાં દર્શન કરી રહ્યા હતા. મિત્ર
૧૮૮
Jain Education International