Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh

View full book text
Previous | Next

Page 200
________________ વૈશાખ વદ ૪ના દિવસે અમે નવરંગપુરા વિસ્તારમાં પ્રવેશ કરી રહ્યાં હતા ત્યારે મને ખબર પડી કે સાહેબજી પોતાના પૂ. ગુરુદેવશ્રીને વંદન કરવા આટલાં જલ્દી વિહાર કરીને આવ્યા છે. હજુ હું વિચારતો હતો ત્યાં તો તેમના પૂ. ગુરુદેવશ્રીએ પોતાના રતનને સામે લેવા માટે મોકલેલા સંખ્યાબંધ મહાત્માઓનું ટોળું નજર સામે આવી ગયું. અને સૌ સાહેબજીનો આદર-સત્કાર કરવા લાગ્યા તે દૃશ્ય જોઈને તો હું અવાચક બની ગયો ! જ્યાં અમે ઉપાશ્રયમાં પહોંચ્યા ત્યાં તેમના પુ. ગુરુદેવશ્રી આ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ બોલ્યા. ‘મારો હીરો આવી ગયો !'' શું ગુરુ-શિષ્યનો પ્રેમભાવ હશે ! સાહેબની અમદાવાદ સ્થિરતા દરમ્યાન મને રાજકોટમાં ચાર વખત હૃદયરોગનો હુમલો થયો છતાં તેમના વાસક્ષેપના પ્રભાવે દર વખતે સમાધિ જાળવી શક્યો છું. સાહેબણાના સંભારણા... - મનુભાઈ અમૃતલાલ જસાણી (રાજકોટ) સં. ૨૦૪૫ની સાલમાં પૂજ્યશ્રી વૈશાલીનગર, રૈયારોડ, રાજકોટના જિનાલયની અંજનશલાકા-પ્રતિષ્ઠાથે પધારી રહ્યા હતા. રાજકોટમાં પ્રવેશની આગલી રાત્રે રણછોડનગર-રાજકોટના ઉપાશ્રયમાં લાંબો વિહાર કરી પધાર્યા... રાત્રે અમે દર્શનાર્થે ગયા ત્યારે સાહેબજી થાકના કારણે પાટ ઉપર સુતા હતા... સાહેબની ભક્તિ કરવાના ભાવ થવાથી થોડી સેવા કરી તેટલામાં તેઓશ્રી બેઠા થઈ ગયાં અને ‘ભાગ્યશાળી કોણ છો?” એમ કહી મારા મસ્તક ઉપર હાથ મૂક્યો તેજ ક્ષણે અદેશ્ય ચમત્કાર હોય તેમ છેલ્લા કેટલાય વર્ષોથી મારે સખત માથાનો દુ:ખાવો હતો તે ક્યાં ગાયબ થઈ ગયો તેની ખબર ન પડી... પછી તો રાજકોટસ્થિરતા દરમ્યાન સાહેબજીની ભક્તિ કરવાનો નિત્યક્રમ થઈ ગયો. પ્રહલાદ પ્લોટ-ચાર્તુમાસ બાદ સાહેબજીનો વિહાર હતો ત્યારે ડોક્ટરોએ અસ્વસ્થતાના કારણે વિહાર કરવાનો નિષેધ કરવા છતાં વિહાર કર્યો. બીજા દિવસે પણ શારીરિક તપાસ કરી વિહાર ન કરવા ડોકટરોએ જણાવ્યું... છતાં વિહાર કર્યો અને ત્રીજા દિવસે ડોકટરોએ શરીર તપાસતાં સાહેબજીનું સ્વાચ્ય એકદમ તંદુરસ્ત હોવાની જાણ કરી ખુશીથી વિહાર કરવાની સંમતિ આપી.. વિહારમાં હું સાથે જ હતો જુનાગઢ પહોંચતા વંદન કરી ઘરે જવાની રજા માંગતા સાહેબ કહે, ‘અરે! ગિરનારની જાત્રા કર્યા વગર જવું છે ??? મેં કહ્યું, ‘ સાહેબ ! મને દમની બિમારી છે મારાથી જાત્રા ન થાય મારી ભાવના જરૂર છે પણ હવે શરીર સાથ નથી આપતું.'' સાહેબ કહે, ‘‘ભાવના છે ને ! તો ચાલો મારી સાથે સાથે જાત્રા કરજો કોઈ તકલીફ નહીં પડે.’’ અને ખરેખર સાહેબજીના અમોઘવચનના પ્રભાવે મારે તે યાત્રા કેવી રીતે થઈ ગઈ ? આજે પણ આશ્ચર્ય થાય છે. પછી જ્યારે સાહેબજીનો વિહાર હોય ત્યારે સાથે ને સાથે જ હું પણ વિહાર કરતો અને જુનાગઢ થી પાલીતાણા, પાલીતાણા થી ઉના-અજાહરા થઈ જુનાગઢ, જુનાગઢ થી રાજકોટ, રાજકોટ થી અમદાવાદ વગેરે લગભગ હજાર કીલોમીટરનો વિહાર ખૂબજ સ્વસ્થતાથી કરી શક્યો. સં. ૨૦૪૭નાં વૈશાખ માસના ધોમધખતા તાપમાં વિહારના કારણે સાહેબજીને કહ્યું, ‘સાહેબ ! આપણે ઉતાવળ શું છે ? શાંતિથી વિહાર કરીએ !?’ ત્યારે સાહેબ કહે, “એ તો અમદાવાદ પહોંચશે એટલે તને ખબર પડશે!!? અને ખરેખર Trueના તાણueIE ચીમનભાઈ ડી. સંઘવી (જુનાગઢ) પૂજ્ય આચાર્યભગવંતની જુનાગઢમાં પધરામણી થવાથી જુનાગઢના શ્રાવકશ્રાવિકા વર્ગના જીવનમાં યત્કિંચિત્ ધર્મઆરાધનાનું બીજારોપણ થવા પામ્યું છે. સાહેબની કૃપાદૃષ્ટિ અને ગિરનારના અધિષ્ઠાયિકા અંબિકાદેવીની સહાય વગર બાલબ્રહ્મચારી શ્રીનેમિનાથ પરમાત્માની દીક્ષા-કેવળજ્ઞાન કલ્યાણકભૂમિ સહસાવનનો ઉદ્ધાર અશક્ય હતો આજે તે જ સહસ્ત્રાપ્રવનમાં મહાકાય મનોરમ્ય સમવસરણ જિનાલયનું નિર્માણ થયું. છે તે પૂજ્યશ્રીના જ પુણ્યનો પ્રભાવ છે. એક સમય એવો હતો જ્યારે જુનાગઢનો શ્રાવકવર્ગ બે જૂથમાં વહેંચાય ગયો હતો અને વીસ વીસ વરસ સુધી કોર્ટમાં કેસોની રમખાણ મચી હતી... શ્રી સંઘ સતત અશાંતિ, અરાજક્તા અને અવ્યવસ્થાની આંટીઘૂંટીમાં અથડાતો હતો... સંઘની નાંણાકીય પરિસ્થિતિ પણ એટલી વિકટ હતી કે આયંબિલશાળા ચલાવવા માટે પણ પ0- ૧O રૂપિયા કોઈ પાસે ઉછીના લોનથી લાવીને ગાડુ ગબડાવી રહ્યા હતા... તેવા સમયે પૂજ્યશ્રીએ સંઘની પરિસ્થિતિને પામીને લગભગ સં. ૨૦૧૭ના ચાર્તુમાસથી શ્રી સંઘની ૧૯૪ Jain Education International

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246