Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ભવિષ્યના જ્ઞાતા પૂજયશ્રી
| કે.ડી. મહેતા (વાંકાનેર) જૈન સમાજમાં મહાન ત્યાગી, તપસ્વીરત્ન, વચનસિદ્ધ અને જ્ઞાની આચાર્યભગવંત શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજા જેવા અલ્પ જોવા મળે છે. આવા સંત મહાત્માનું કયા શબ્દોમાં વર્ણન લખવું તેનાં શબ્દો નથી છતાં મારા એમની સાથેના પચાસ વર્ષના પરિચયમાં મેં જે એમની પાસેથી જોયું, જાણ્યું અને અનુભવ્યું તેમાં પણ એમનું ભવિષ્યનું સચોટ કથન તો અનેરું હતું.
પૂજ્ય સાહેબશ્રીએ વાંકાનેરમાં ત્રણ ચાતુર્માસ કર્યા ત્યારે અમે જોયું કે શ્રી નેમનાથ ભગવાન અને અંબિકા દેવી ચોવીસે કલાક હૃદયમાં હતાં.
ચાતુર્માસ દરમ્યાન ઘણી વખત રાત્રિના એક-દોઢ વાગ્યા સુધી ધર્મની ચર્ચામાં અપૂર્વ લાભ મળતો, પોતાની પાસે અખૂટ જ્ઞાન હતું. એક વખત રાત્રિના સમયે ચમકારો થયો કે આપણાં બાવીસમાં તીર્થપતિ શ્રી નેમિનાથ ભગવાન જેમનાં ત્રણેય કલ્યાણક સહસાવનની ભૂમિમાં થયાં છે ત્યાં એક આબેહૂબ જિનાલય ઊભુ થાય જેથી તીર્થનો સાચો ઊદ્ધાર થાય, પણ કાર્ય અતિ મુશ્કેલભર્યું હતું, અનેક ઓફિસરોને અવારનવાર જુદી જુદી રીતે સમજાવી અને શ્રી નેમનાથ દાદાની મહાન કૃપાથી પૂજય આચાર્યભગવંતની મહાન ભાવના સફળ થઈ.
એક વખત પોતે જુનાગઢમાં બિરાજતા હતાં. વાંકાનેરથી અમે સંધના બાર ભાઇઓ સાહેબજીના દર્શનાર્થે ગયાં હતાં. અમારો ઉદ્દેશ માત્ર સાહેબજીનાં દર્શનનો જ હતો. બીજી કોઈ ભાવના મનમાં હતી નહીં. અમે સાહેબજી પાસે બેઠાં હતાં. અચાનક તેઓશ્રી બોલી ઊઠયાં અને મને કહ્યું કે, ‘આ સહસાવનની બધી પ્રતિમાની અંજનશલાકાતું વાંકાનેરમાં કરાવ.”
પૂજય સાહેબજીના અનંતા ઉપકાર અમારા પરિવાર ઉપર હોવાથી હું કયારેય સાહેબજી ની કોઈપણ વાતનો ઈન્કાર કરી શક્તો નહીં, જેથી તરતોતરત સાહેબજીની
આજ્ઞા શિર પર ચઢાવી. છેલ્લે ઉઠતાં ઉઠતાં મેં સાહેબજીને વાત કરી કે અંજનશલાકાનો પ્રસંગ વાંકાનેરમાં છેલ્લાં બસ્સો વર્ષમાં થયો નથી. ત્યારે પૂજયશ્રીએ એટલું જ કહ્યું કે, ‘‘દાદાની કૃપાથી બધું જ સારું થઈ જશે.'' અંજનશલાકાનો પ્રસંગ, દરેક પ્રતિમાની ઉછામણી વાંકાનેરમાં શરૂ થઈ, બીજા બધા આદેશો વાંકાનેરમાં અપાયાં અને સાત દિવસ સુધી આખાય સૌરાષ્ટ્રમાં માણસો યાદ કરે તેવો પ્રસંગ એમની નિશ્રામાં ઉજવાયો. બે હજાર માણસો સવારનાં સાડા સાત વાગ્યાથી આવતા અને રાત્રે અગિયાર વાગ્યે પાછા ફરતાં આવો પ્રસંગ કદી પણ વાંકાનેરમાં ઉજવાયો નથી. શ્રી નેમનાથ ભગવાનનો દીક્ષા કલ્યાણકનો વરઘોડો વાંકાનેરમાં ચાલીસહજાર લોકોએ જોયો, અને માણસો અતિ આનંદ પામી ગયા.
ક વાંકાનેરમાં છેલ્લાં સો વર્ષ થયાં ઉપધાન તપનો પ્રસંગ થયેલો નહી. પૂજય સાહેબજીની નિશ્રામાં ઉપધાન થયા. એકસો ને અડસઠ માણસો તપમાં જોડાયા. પૂજય સાહેબજી સાથે પૂજ્ય આચાર્યભગવંત નરરત્નસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. ભગવંત હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. ગણિવર્ય રત્નસુંદરમહારાજની હાજરી આખાય ઉપધાનતપમાં હતી. આ પ્રસંગ પણ એવો ભવ્ય હતો કે આજે પણ માણસો યાદ કરે છે.
# પચ્ચીસથી ત્રીસ વર્ષ પહેલાં વાંકાનેરમાંથી સૌ પ્રથમછ'રી પાલિત સંઘનું પ્રયાણ થયું. સંઘમાં ખૂબ મોટી સંખ્યામાં સાધર્મિક ભાઇઓ તથા બહેનોએ લાભ લીધો. આ પ્રસંગમાં પૂજ્ય સાહેબજીના અંતરજ્ઞાનની વાત કરીએ.
જયારે સંઘના ત્રીજા દિવસે પૂજ્ય સાહેબજીએ વાત કરી કે આજે બપોરે એકાદ કલાકે વરસાદ પડશે. બધા લોકો આશ્ચર્યમાં પડી ગયાં કે કોઇ વરસાદની સીઝન નથી ને પૂજ્ય સાહેબજી કેમઆમબોલે છે? અને ખરેખર સાડા ત્રણ વાગ્યાની આસપાસ જોરદાર વરસાદ પડ્યો. ત્યારબાદ સંઘના છઠ્ઠા દિવસે જણાવ્યું કે કંઇક અઘટિત બનાવ બનવાનો છે, માટે દરેકને સૂચના આપી કે બધાં સંભાળીને રહેજો.
આખો દિવસ પસાર થયો, સાંજના સમયે મુકામeતો ત્યાં બહેનો બધાં ફરતા હતાં.
૧૬૪
in Education International