Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
માણેકપુરના મહામૂલાન
રસિકલાલ અંબાલાલ મહેતા (માણેકપુર)-મુંબઈ પૂજ્ય આચાર્યભગવંત અમારા માણેકપુર ગામના મહામૂલારત્ન હતાં. મારા પિતાશ્રીના સમકક્ષ વયના હોવાથી અમારા પિરવાર ઉપર તેમની અનરાધાર કૃપા વરસતી હતી. ઇ.સ. ૧૯૭૫માં અમારા માતુશ્રીના આત્મશ્રેયાર્થે પૂ. ગુરુદેવની પાવનનિશ્રામાં માણેકપુરમાં પંચાહ્નિકા પરમાત્મભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ સં. ૨૦૫૫માં પૂ. ગુરુદેવની નિશ્રામાં માણેકપુર મધ્યે એક ઐતિહાસિક ચાતુર્માસ સંપન્ન થયું, જેમાં જૈન-અજૈનોમાં જિનવાણી અને પ્રભુએ ચિંધેલા તપમાર્ગ ઉપર અનેક પુણ્યાત્માઓએ પ્રયાણ કરેલ હતું. અજૈનોમાં વર્ધમાન આયંબિલ તપના પાયા, અટ્ટમ, અઠ્ઠાઇ આદિ અનેક તપારાધના થઇ સાથે સાથે મારા જેવા પામર ઉપર પણ પૂ. ગુરુદેવની અમીષ્ટિ પડવાથી ઘડપણમાં પણ મારા જેવા માટે અઢાઇ તપ, અખંડ ૨૦ ખીરના એકાસણા સાથે ૧લાખ નમસ્કાર મહામંત્રનો જાપ, વર્ધમાન આયંબિલ તપનો પાયો, દિવાળીનો છઢ આદિ આરાધના થવા પામી હતી. ત્યારબાદ પૂજ્યશ્રીની નિશ્રામાં છ'રી પાલિત સંઘ દરમ્યાન સ્વાસ્થ્ય બગડતાં પૂજ્યશ્રી પાસે ગયો ત્યારે તેઓશ્રીએ વાસક્ષેપ નાંખીને જણાવ્યું ‘જાઓ કશું થવાનું નથી' અને ખરેખર બીજા દિવસે સ્વાસ્થ્ય પૂર્વવત્ નિરોગી બની ગયું.
જૈનશાસનના ઇતિહાસમાં ગિરનારની ગોદમાં થયેલ સૌ પ્રથમચાતુર્માસિક આરાધનાની પૂર્ણાહુતિ અવસરે કારતક સુદ પુનમના દિવસે ગુરુદેવને વંદન કરી યાત્રા કરવાની ભાવના વ્યક્ત કરતાંની સાથે જ ગુરુદેવે કહ્યું ‘‘ખુશીથી યાત્રા કરવા જાવ ! કશું નહીં થાય’’ અને ખરેખર એકાસણાના પચ્ચક્ખાણ સાથે ચમત્કારિક રીતે આ યાત્રા પૂર્ણ થઇ હતી. તે પૂજ્યશ્રીની અમોઘ વાણીનો જ પ્રભાવ!
કૃતજ્ઞતાઃ
પૂજ્ય ગુરુદેવના સંસારી પિતાશ્રીની જીવનસંધ્યાના છેલ્લા વર્ષોનો કાળ પસાર
૧૮૨
Education International
થઇ રહ્યો હતો, પરિસ્થિતિ નાજૂક હતી, બેઠા હોય તો ઉભા થવામાં તકલીફ પડતી તેવા અવસરે તેમને પાછલી અવસ્થામાં પણ પરમાત્માની પૂજા વગેરે થાય તે માટે કેટલાક શક્તિમાન શ્રાવિકોને પ્રેરણા કરી, તેમની જીવન સંધ્યાએ તેમને આરાધના કરાવી વળી પોતાના સંસારી માતાપિતાના અનંતોપકારની ચિરકાલીન સ્મૃતિ અર્થે માણેકપુરમાં પોતાના સંસારી ઘરને માણેકપુરરત્ન ગુરુમંદિરના સ્વરૂપમાં ફેરવી નાંખ્યું અને તે જ ગુરુમંદિરમાં તેમના પરિવારના કુલદીપકોની સમક્ષ દર્શન કરતાં માતાપિતાની મૂર્તિઓ પધરાવવામાં આવી છે.
અચિત્ત્વ ચિંતામણી મનીષા શ્રેણિકભાઇ પટવા (વાસણા) સંસારરૂપી સમુદ્રમાં દિવાદાંડી સ્વરૂપ પ.પૂ.આ. હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના પ્રથમદર્શન ગૃહસંસારમાં પ્રવેશ કરવાના પ્રથમદિવસે જ થતાંની સાથે જાણે કે ભવોભવના પરિચિત ગુરુભગવંતનો ભેટો ન થયો હોય! તેવો અનુભવ થયો. લગ્ન પહેલાં પૂ. ગુરુદેવ સંયમમાં ચુસ્ત છે, ઘોર તપસ્વી છે અને ખૂબ જ કડક સ્વભાવના છે, તેવું સાંભળવા મળ્યું હતું, પરંતુ જ્યારેપૂ. ગુરુદેવનો પ્રત્યક્ષ અનુભવ કર્યો ત્યારે તેઓ શ્રીફળ જેવા બહારથી કડક પરંતુ અંદરથી ટોપરા જેવા કોમળ હતાં.
અવારનવાર સાહેબજીના હિતવચનો સાંભળી જીવનમાં ખરા અર્થમાં ધર્મને પામવાના ઉપાયો જાણવા મળતાં હતાં. પરંતુ છેલ્લા ૯-૧૦ વર્ષથી બહુલતયા સાહેબની વાસણામાં સ્થિરતા બાદ અચાનક સાહેબને સિદ્ધગિરિ તથા ગિરનાર તરફ જવાનો અવસર આવ્યો... વાસણાના લગભગ દરેક શ્રાવક શ્રાવિકાઓની આંખો
અશ્રુભીની બની ગઇ... સાહેબનું ચાતુર્માસ જૂનાગઢ નક્કી થતાંની સાથે જ હૈયામાં ફાળ પડી ગઇ. કારણકે થોડાં દિવસ પહેલા જ સ્વપ્રમાં જોયું હતું કે સાહેબજી જૂનાગઢ જશે પરંતુ ત્યાંથી પાછા પધારી શકશે નહીં, અને ખરેખર એવું જ બન્યું. સાહેબજી
For Private & Personal Use Only
www.jainelibrary.org