Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
સંઘના કાર્યો સાથે પોતાનો સ્વાધ્યાય પણ ન મૂકતાં. વહેલી સવારે - લોકોની અવર જવર ન હોય ત્યારે શાંત વાતાવરણમાં સ્વાધ્યાય, જાપ વિ. કરતા. પરમાત્માની ભક્તિમાં ખોવાઇ જતાં. એકની એકસ્તુતિ-સ્તવન ૨૫-૩૦વાર રટતાં. તેઓની સાથે દેરાસરમાં દર્શન કરનારને બોલાયેલું સ્તવન જ ઘડી-ઘડી મોઢે આવતું.
નાનાઓના પ્રત્યેનો વાત્સલ્યભાવ પણ ગજબનો હતો. નાના ગમે તેટલું ઉથલ પાથલ કરે; માનસિકશારીરિક બિમાર હોય તો તેમને કેવી રીતે સંયમમાં સ્થિર કરવા? તેની હથોટી તેમની પાસે હતી. જેમવૈશાખ મહિનેતપ્ત થયેલાને વડલાની છાયા શાતા આપે તેમસંસારની માયાજાળથી તપ્ત થયેલાને તેઓ મીઠી છાયા આપતાં હતાં. તેમનું સાંનિધ્ય એટલે માનો ખોળો -બધાંજ સમાઇ જતાં. પોતાની સશક્ત સ્થિતિમાં તે ગ્લાનસેવાને પ્રભુ સેવા માનતાં હતાં, તેની માટે યથાશક્તિ ભોગ પણ આપતાં હતાં. પોતાના સર્વ કાર્ય મૂકીને વૈયાવચ્ચ કરતાં હતાં. છેલ્લી સ્થિતિમાં પણ આશ્રિતવર્ગ નાદુરસ્ત હોય તો નાના-મોટાનો ભેદ રાખ્યા વગર તેની સેવામાં લાગતાં,
સાધુની સેવાને અઢીદ્વીપમાં રહેલ તમામની સેવારૂપ ગણતાં, સાથે રહેલા સાધુ સાથે સગાભાઇ જેવો વ્યવહાર કરતાં. તેઓએ જીવનમાં વણી લીધું હતું કે ભવિષ્યના ભવોમાં સંયમજોઇતું હશે તો આ ભવમાં સંચમીને સહાય કરવી તે જ ઉપાય છે, માટે તે બીજાની લાગણી, ઇચ્છાને પ્રધાન કરતાં અને સ્વની લાગણીને ગૌણ કરતાં.
વાણીનો ઉપયોગ ઘીની જેમકરતા હતાં. જરૂર પડે ત્યાંજ જરૂર પૂરતું જ બોલતાં, બાકી મૌન રાખતાં, માટે વચનોની સિદ્ધિ તેમને વરેલી હતી. એમની વચનસિદ્ધિ એવી હતી કે તેમનાં મોઢામાંથી નીકળેલી વાત ગમે તેટલી અશક્ય હોય તોય સુશક્ય થઇ જતી. જાણે કોઇ દૈવી શક્તિ હોય, તેમનું મુહૂર્ત પણ અચલ જણાતું.
અમારો અનુભવ છે, ઘણી વખત દિવસ આગળ પાછળ હોવાથી શુભ પ્રસંગોમાં મોટી હોનારતથી બચી જતા હોઇએ છીએ ત્યારે તે મુહૂર્ત આપનાર પ્રત્યે ઘણો અહોભાવ થઇ જાય છે કે જોઇને મુહૂર્ત આપ્યું નહીતર જાનમાલ હાનિ થાત, અને
શાસન અપભાજના થાત તે વધારામાં, માટે એકદમશુભ મુહૂર્ત આપતાં, જેથી પ્રસંગમાં અડચણ આવ્યા વગર સુંદર રીતે કામપાર પડતું.
જ્યાં આપણી દૃષ્ટિ ન પહોંચે ત્યાં સુધી તેમની દૃષ્ટિ પહોંચતી. જે ઝાડનું શિખર પણ આપણે ન જોઇ શકીએ, એ ઝાડનું ઘણું ઊંડુ મૂળીયું તેમને દેખાતું. નાનો પણ દોષ પરિણામે કેટલો ઘાતક બને છે તે જાણવા માટે દોષને તરત રવાના કરતાં શાસનકાર્ય-સંઘકાર્ય માટે ફક્ત અત્યારે અનુરૂપ એવા જ નહીં, પરંતુ ૨૫૩૦ વર્ષ સુધીના ફાયદાકારક સૂચનો આપી શકતાં. મુમુક્ષુને પણ જીવનોપયોગી હિતશિક્ષાઓ આપતાં.
પ્રાંતસાગરમાં રહેલા હિમખંડની વિશેષતા હોય છે કે તેનો આઠમો ભાગ જ બહાર હોય છે, બાકીના સાત ભાગ અંદર હોય છે. માટે માત્ર બરફનો ટુકડો લાગે એને સામાન્ય માની વહાણ આગળ વધે તો ટકરાઇ જાય. પૂજયશ્રીના સંયમ-તપવિશાળતાનો ફક્ત આઠમો જ ભાગ દેખાય, બીજા ૭ ભાગ તો અંદર હોય, તેને સમર્પિત થઇએ તો કલ્યાણ! પણ નિંદા-કુથલીમાં પડ્યા તો અથડાઇને મરી જઇશું. દીપનું દર્શન કરીએ તો ફક્ત પ્રકાશ મળે, પણ તેના સ્પર્શથી આપણે દીપ બની જઇએ, માટે આવા મહાન પૂજ્યશ્રીનું ફક્ત ગુણાનુવાદરૂપ દર્શન નહી પણ યથાશક્તિ અનુકરણ કરવા રૂપ સ્પર્શન કરી તેમના ગુણોને આપણા જીવનમાં ખીલવવા પ્રયત્ન કરીએ એ જ મંગલકામના...