Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
પ્રભુજીની પ્રતિમા સમક્ષ તેઓશ્રીની ઉપસ્થિતિ ભક્તિ ઉપાસના, સાધના, આરાધના આજેય પરિચિત સર્વ સામાન્યને પણ અજબ-ગજબનું આકર્ષણ બની રહેતું. જામનગરના ચાતુર્માસ દરમ્યાન થોડું સાંનિધ્ય – સંનિદ્ધિનો લાભ મળેલ એનું માત્ર સ્મરણ પણ આજેય અલૌકિક જગતનું આ મહાપુરુષનું વિવરણ કલ્પનાતીત ભાવુકતા લાવી દે તેવું છે.
ધન્ય જીવન ! ધન્ય તપશ્ચર્યા ! અત્તે તપશ્ચર્યા સાથે રૈવતગિરિ પ્રભુ પ્રતિમા અનિમેષ દર્શન સહદ ચિરવિદાય ધન્ય ! ધન્ય ! ધન્ય અમરવિભૂતિને વંદના ! ભાવુક શ્રધ્ધાંજલિ ! ભાવુક વંદનાવલી. ...!
મારા જીવનઘડતરના ઘડવૈયા
| મનસુખલાલ દેસાઇ (વાસણા) હું પૂજય આ. ભ. શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના સાંનિધ્યમાં જુનાગઢ મુકામે ચોમાસુ કરવા ગયો હતો.
મારે અઠ્ઠમકરવાનો હતો બધાયે કરેલ પણ મારી તબિયતના કારણે હું છટ્ટ કરી શકતો પરંતુ એનાથી વધારે તપમાં અશક્તિ આવી જતી હતી. મારી પાચનશક્તિ નબળી પડી ગઇ હતી, અને તેથી ખોરાક બહુ લેવાય જ નહિ અને લઉં તો પાચન ન થાય. છતાં, પૂજ્યશ્રી ને મેં મારી બાબત જણાવી મને પૂ. મુનિરાજ શ્રી હેમવલ્લભ વિજયજી મહારાજે કહ્યું કે ‘અઠ્ઠમકરો! કંઇ પણ થશે નહિં' આચાર્યભગવંત પાસે વાસક્ષેપ નંખાવ્યો અને મેં અટ્ટમના પચ્ચક્ખાણ લઇ લીધા અને કમાલ થઇ ! તેમના વાસક્ષેપ અને આશીર્વાદના પ્રભાવથી તકલીફ ન થઇ અને નિર્વિઘ્ન અટ્ટમની પૂર્ણાહુતિ થઇ.
તેઓશ્રીએ મને માણસ બનાવ્યો અને માણસમાંથી શ્રાવક બનાવ્યો અને ધર્મમય બનાવ્યો તે તેઓશ્રીનો પ્રભાવ.
એમણે પોતાની જીંદગી કેવળ તપશ્ચર્યામય જ પૂર્ણ કરી હતી અનેક સિદ્ધિઓના પ્રભાવે એમના ગુણો સિદ્ધ થઇ ગયા હતા. તેમનું ગમે તે કઠીન કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થતું.
નિત્ય સવારમાં પોતાની જાપની આરાધના પૂરી થયા પછી શ્રાવક, શ્રાવિકાઓને વાસક્ષેપ નાખવામાં લેશમાત્ર પણ અરુચિ કે અનિચ્છા દર્શાવ્યા વગર હંમેશા પ્રસન્નતાપૂર્વક આશીર્વાદ આપતા હતા. परमपूज्य घोरतपस्वी मेरे प्रथमउपकारी प्रथमधर्मदाता
मनमोहनचंद कानूगा- रायपुर परमपूज्य हिमांशूसरीश्वरजी म.सा. आदिठाणा ५ का फलौदीमें संवत २००३ को चोमासा था। उस वक्त मेरी शादी हो गई थी। में शांतिनाथजी मन्दिरमें पूजा कर रहा था और कोई नियम नहीं था। जमीनकंद, रात्रीभोजन करता था। मेरे पडोसमें श्री गुमानमलजी वैद (हुडीया) रहते थे । वे हमेशा पूज्यश्री के पास जाते थे। उन्होंने कई दफा महो चलने को कहा पर में गया नहीं। एक दिन हम दोनो मेरे मकानमें बैठे थे । उस दिन उसने कहा कि आज रात को महाराज के पास चलना है, मैने कहा में चलकर क्या करूंगा, मुझे तो गुरुवंदन, चैत्यवंदन आदि कुछ भी नहीं आता हैं । उसने मुजे बहोत आग्रह किया । मेरा पुण्योदय हुआ कि में उनके साथ रातको महाराजजी के पास गया और बेठा । उस दिनों में महाराज साहेब की आयंबिल की वर्धमान तपकी ओली चालु थी। मैं करीब दो घंटे बैठा रहा, म.सा.ने सिर्फ ईतना पूछा कि कहां रहते हो. गुमानमलजीने सब बता दिया । उस वक्त कर्म पर विवेचन कर रहे थे । महो सुननेका आनंद आया। फिरतो मैं रोज रातको जाने लगा। मनमें विचार आया कि कितना समय मेरा व्यर्थ गया। थोडे दिनों बाद ४७ ची ओलीका पारणा आया । पुण्यके उदय से मेरे तीव्रभाव हुए कि पारणाकी पहेली गोचरी मेरे यहाँ होनी चाहिए।
में सवेरे ही महाराज के पास गया और हाथ जोडकर विनंती की पहेली गोचरीका लाभ मुझे दिजीए। म.सा. हँस पडे, लाभ ऐसेही थोडे ही मिलता है? तमको लाभ लेना हो तो हमेभी लाभ चाहिए। मैंने कहा - साहेब आप जैसा कहेंगे वैसा मे करनेको तैयार रहूंगा। सबसे प्रथम जमीनकंद त्याग के लिए कहा मैने सहर्ष हृदयसे तहत्ति कहकर हाथ जोड दिए और जिंदगीभर के
૧૭૭
www.ainelibrary