Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ગોચરીના આગ્રહી પૂ. આ. નરરત્નસૂરીશ્વરજી મ.સા.ની વૈયાવચ્ચ અને ગુરુદેવ પ્રત્યેની નિષ્ઠા જોઇ મસ્તક નમી જતું.
હિમાંશુસૂરી દાદા જેવા દુર્લભ શાસનરત્નના ચરણોમાં ભાવભરી વંદના.....
તપોનિધને વંદના વસા ભાનુબેન કનકરાય (જેતપુર) મહાઉપકારી, તપોનિધિના પાવન પગલા અમારા ગૃહાંગણે થયેલ એ અમારા અહોભાગ્ય ! સં. ૨૦૫૮ના ગિરનારજીની તળેટીમાં તપસ્વી સાહેબની નિશ્રામાં ચાતુર્માસ કરવાનો અવસરથી મળતા ચાતુર્માસમાં તપ, જપ, વ્રત આરાધના, સાધનામાં તપસ્વી ગુરુદેવના આશીર્વાદથી શ્રીખીરના એકાસણા જાપ અને આયંબિલની ઓળીનો પાયો નાંખ્યો.
પૂજ્યશ્રી ચુસ્ત સિદ્ધાંતવાદી, સહૃદયી અને વિધિમાં કડક હતા. તેમનામાં તપ ગુણ જબ્બર હતો, દરેકના શિર ઝૂકી પડતા, નિર્દોષ આહાર, પાણીની પણ ગવેષણા ખૂબ જોવા મળતી.
ચાતુર્માસમાં શરીર અસ્વસ્થ રહેતું છતાં માંગલિક સંભળાવતા, આરાધકોને આશીર્વાદ આપતા. તેમના જીવનમાં અનેકાનેક ગુણોના દર્શન થતાં તપસ્વી પૂજ્યશ્રીને દરરોજ ભાવદર્શન કરું છું.
ગુરૂજીને પ્રાર્થના છે, આપ સદેહે અમારી પાસે નથી પણ જરૂર જરૂર અમારા પર અમીદ્રષ્ટિ વહાવજો.
હવે, માત્ર આપની સ્મૃતિને યાદ કરી આપને નતમસ્તકે વંદન કરીએ...!
પૂજ્ય
સંયઐબકા
૧૦૬
n Education International
હતા...
પૂજ્યશ્રીના સંસ્મરણો ડૉ. મનુભાઇ શેઠ (વાંકાનેર) પૂજ્ય હિમાંશુસૂરીશ્વરજી મ.સા. તથા પૂજ્ય માનતુંગસૂરીશ્વરજી મહારાજ સાહેબ બન્ને ત્યાગી ભગવંતો પંન્યાસજી હતા ત્યારથી તેમના મનમાં જૂના તીર્થનો જીર્ણોધ્ધાર કરાવવાનો ભાવ હતો. આ બાબતમાં હસ્તગિરિનો પુનરોદ્વાર પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા. હસ્તક થયો અને ગિરનાર તીર્થ સહસાવન કે જ્યાં શ્રી નેમનાથ પ્રભુના દીક્ષા તથા કેવળજ્ઞાન થયા છે, તે ભૂમિઉપર અગાઉ ફક્ત ભગવાનનાં પગલાં જ હતાં, ત્યાં વિશાળ સમવસરણ મંદિર બનાવવાના ભાવ પૂજ્યશ્રીના હૃદયમાં હતા, તે પૂજ્યશ્રીની પ્રેરણાથી પૂર્ણ થયા.
પૂજ્યશ્રીની ધર્મ ઉપરની શ્રધ્ધા અડગ હતી. અને આયંબિલતપની ગોચરી માટે પૂજ્યશ્રીને જરાપણ ઉતાવળ ન હતી. ગમે ત્યારે બે વાગે કે ત્રણ વાગે ત્યાં સુધી વાંચન અને ધર્મોપદેશ ચાલુ જ રહેતા.
પૂજ્યશ્રીનો અમારા પરિવાર અને સંઘ ઉપર અનહદ ઉપકાર હતો. પૂજ્યશ્રીને ભાવભરી વંદના !
અવિસ્મરણીય પુણ્યશ્લોક
દિવ્યવિભૂતિ પં. વ્રજલાલ ઉપાધ્યાય (જામનગર) નિસર્ગસ્તઃ શરીર, સૌષ્ઠવ પ્રભાવક શરીર બંધારણ, ત્યાગ અને વૈરાગ્યનું જીવંત જંગમસ્થાન તપશ્ચર્યાનું અદ્વિતીય વિશ્રાન્તિગૃહ. આ યુગનું અણમોલ રત્ન, જ્યોતિર્ધર હીરા, સરલતા, સૌમ્યતા, નિર્દભ સાધુજીવન, સૌ કોઇના આદરણીય, અજાતશત્રુ, અખંડિતતાનો પર્યાય, - તપોવિભૂતિ, દિવંગત પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મ. સા. કેવળ એક વ્યક્તિ માત્ર ન હતાં. તેઓશ્રી સકલ સંઘના હિતચિંતક, જાગરૂક સમ્યદ્રષ્ટિદેવતા હતા.
For Privite & Personal Use Only
www.ainelibrary.org