Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ગુના નામનો પ્રભાવ
સુધીરભાઇ કે. શાહ (અમદાવાદ) પ.પૂ. આ. ભ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા. તેના એકાદ માસ પહેલાં મહારાજ સાહેબને વંદન કરવા અમો જૂનાગઢ ગયા હતા. ત્યારે પૂ. જ્ઞાનવલ્લભ મહારાજે અમોને ખાસ કહ્યું હતું કે ‘તમે ગિરનાર જાત્રા કરી આવો, કોઇ તકલીફ પડશે નહીં. જો થાકી જાવ કે કોઇ તકલીફ પડે તો પૂજ્યશ્રીને યાદ કરજો. તેમના નામનું રટણ કરજો.’ અમારી તો યાત્રા કરવાની કોઈ શક્યતા ન હતી. શારીરિક પણ એવી અનુકૂળતા નહીં પણ પૂજયશ્રીના આગ્રહથી અમે બંને ઉપર ગયા પૂજા કરી અને બપોર પછી તળેટીએ પા લાવ્યા ત્યાં સુધી અમને કોઇ જ તકલીફ કે થાક લાગ્યો નહીં અને તળેટી આવ્યા બાદ ના કારશી કરી, ઉપર પાણી પણ વાપર્યું નહીં અને જરૂર પણ નપડી.
અમને ગિરનાર પર્વતનું ચઢાણ પાલીતાણાના ચઢાણથી પણ સહેલું લાગ્યું અને થાક્યા વગર અમારી બન્નેની યાત્રી પરિપૂર્ણ થઇ હતી.
પૂજ્યશ્રીના નામરટણનો પણ કેટલો પ્રભાવ ! તપમહારાજસાહેબના ઢંભારણા
| ધીરજલાલ ચીમનલાલ બેલાણી (ભાવનગર) તપસીમહારાજ સાહેબ એટલે પૂ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ! અમે તેમને એ નામે ઓળખીએ. કારણ આયંબિલની ઓળી ઉપર ઓળી ચાલતી હોય, વચમાં અલ્પ વિરામ, આયંબિલમાં પણ વાપરવાનું ઓછું કેટલીકવાર કોરા ભાતથી ચલાવે, ભાત સાથે કાંઇન હોય એવા અમારા તપસી મ.સા.!
તેઓશ્રીના બે ચાતુર્માસ ધંધુકા થયા. પહેલું ચોમાસું ઘણા વર્ષ ઉપર થયું. લગભગ સાઇઠ વર્ષ પહેલા. તે વખતે મારી ઉમર ૧૦વર્ષની હશે. હાલમાં સિત્તેર વર્ષ પૂરા થયા. તે વખતે અમે પાઠશાળાના બાળકો સાંજે સાતેક વાગ્યે પ્રતિક્રમણ કરવા
જઇએ, પ્રતિક્રમણમાં મહારાજ સાહેબની સજઝાય ખાસ સાંભળવા જઇએ. તેઓશ્રીના મુખે સજઝાય સાંભળવી એ પણ એક લ્હાવો હતો. પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી પાઠશાળા ચાલે.
વંદન કરવા રોજ સવારે જઇએ. સાથે પ.પૂ. આ.ભ. શ્રી નરરત્નસૂરીશ્વરજી મ.સા. (એ વખતે મુનિરાજશ્રી) ના પ્રેમાળ સ્વભાવનો અનુભવ થાય. પૂજ્યશ્રી અમારી શેરીમાં રોજહોરવા પધારે. બધાને ઘરેથી છેવટ અડધી રોટલીનો લાભ આપે.
મહારાજસાહેબને મારા પૂ. પિતાશ્રી પર ખાસ લાગણી. મારા પિતાશ્રીને સ્વર્ગસ્થ થયાને પણ ૧૫ વર્ષ ઉપર થયા. મારા પિતાશ્રીને ‘ચમનશા' કહીને બોલાવે. સગાભાઇ જેટલી લાગણી રાખે. મારા પિતાશ્રીના સ્વર્ગવાસ પછી લાગણીભર્યા પત્ર પણ મ.સા. લખતા, આચાર્ય મ.સા. ના ધંધુકા બે ચાતુર્માસ થયા. બીજા ચાતુર્માસ વખતે હું ભાવનગર નોકરીમાં હતો, તેથી ધંધુકા જઇ શક્યો નહીં. તે પહેલા એક ચોમાસુ મ.સા.નું શિહોર હતું, શિહોર અને દર્શને ગયેલા, આસો મહિનાની ઓળી ચાલતી હતી. મ.સા.એ મને ઓળી કરવા કહ્યું. મને તો એક આયંબિલમાં પણ મુશ્કેલી પડતી પરંતુ મ.સા.એ કહ્યું કે ઓળી કરી લે ! વાંધો નહી આવે, અને કામથઇ ગયું !
એવા વચનસિદ્ધ મારા તપસીમહારાજના સંભારણા !
અમારા પક્ષહિdવી
ગાંધી અનોપચંદ હેમચંદ (વાંકાનેર) રાજકોટ આજથી આશરે ૫૫ વર્ષ પહેલાં સં. ૨૦O૬ની સાલમાં શેષકાળમાં પૂજ્ય આચાર્યભગવંતશ્રી વાંકાનેર પધારેલા. મારા પિતાશ્રીનો ત્યારે પૂજયશ્રી સાથે સમાગમથયો. મારા પિતાજી દરરોજ પ્રતિક્રમણ કરવા જતાં. એ સમયે તેઓશ્રીના ઉપવાસ ચાલુ હતા. જાણવા મળેલ કે પૂજ્યશ્રીએ ૧ ઉપવાસથી ક્રમસર શરૂ કરી ૨૪ ઉપવાસ કરવાના છે. વાંકાનેર મધ્યે તેઓશ્રીના ૧૬ ઉપવાસની તપશ્ચર્યા ચાલુ હતી.
૧૭૪
Main Educatiginta national
FEESFOy