Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
અમે પૂજયશ્રીને સંઘમાટે વિનંતી કરી અને સં. ૨૦૩૦ના વૈશાખ વદ-૮ના પ્રયાણ અને જેઠ સુદ ૫ ના માળનું મુહૂર્ત આવ્યું. અમદાવાદમાં તોફાન થતાં વિઘ્ન આવવાની શક્યતા જણાતી હતી, પણ સાહેબજીની પુણ્યકૃપાથી એ વિઘ્ન ન નડ્યું, અને સંઘ ખૂબ જ ઉમંગપૂર્વક થયો. | સં. ૨૦૩૧માં વાંકાનેર સંઘમાં ચાતુર્માસ થયું. ઉપધાન તપ મહોત્સવ થયેલ ત્યારથી અમારા પરિવાર તથા સંઘમાં ધર્મના ભાવો ખૂબ જ વૃદ્ધિવંત બન્યા, અને અવસરે સાહેબજી અમારા આત્મહિતાર્થે પુણ્યપ્રેરણાઓ કરતાં અને ધર્મમાર્ગે માર્ગદર્શન આપતાં રહેતા હતા.
| મહોપકારી પૂજ્યશ્રીના ચરણોમાં શત શત વંદન !
મારા પિતાશ્રીને આ મહાત્માને પારણું કરાવવાની ભાવના થઇ. પૂજ્યશ્રીને ૧૪ ઉપવાસે પારણું કરાવવાની ભાવના અંગે પૂજ્યશ્રીને વિનંતી કરી અને આ શુભ પ્રસંગ નિમિત્તે પૂજા ભણાવવાની આંગી, રોશની વિ. કરવાની ભાવના જણાવી. પૂજ્યશ્રી, તરફથી ‘વિચારશું તેમજવાબ મળેલ બીજો દિવસ હતો ત્યારે પણ વિનંતી કરી ૧૬મા ઉપવાસે સાહેબજી તરફથી અમોને લાભ મળશે તેવો ખ્યાલ આવ્યો જો કે સાહેબ સ્પષ્ટ હા ન પાડી. અમારા પરિવારમાં ખૂબ જ આનંદની લાગણી થઇ, ૧૬ ઉપવાસની તપશ્ચર્યા પૂરી થઇ. પારણા માટે પૂજયશ્રી અમારા ઘરે પધાર્યા, એ વખતે હું ૨૦વર્ષનો હતો. ઘરમાં મારા પિતાશ્રી-માતુશ્રી અને હું અમે ત્રણ વ્યક્તિનું અમારું કુટુંબ. પારણા માટે ઘણી સામગ્રી કરેલ પરંતુ આ મહાત્માએ પોતાના નિમિત્તે થયેલ વસ્તુ ન જ વહોરી. પારણામાં ફક્ત ધી અને સાકર જે નિર્દોષ આહાર ગણાય તેનો જ લાભ આપેલ. ત્યારબાદ તેઓશ્રીની તપશ્ચર્યા એક વખત શ્રી શત્રુંજય ગિરિ અને એક વખત ગિરનારજી ભૂમિમાં પૂર્ણ થતા અમો હાજર હતા તે અમારું સૌભાગ્ય ગણાય, પણ સાહેબે ક્યારેય દોષિત ગોચરીનો ઉપયોગ ન કર્યો તેનજ કર્યો. ત્યારપછીના ઘણા વર્ષો પૂજ્યશ્રી મહારાષ્ટ્ર ભૂમિમાં વિચારેલ. સં. ૨૦૩૦માં પૂજ્યશ્રી વિહાર કરી વાંકાનેર પધારતા અમો પણ પિતાશ્રીની સાથે સવારની નવકારશી વહોરાવવાનો લાભ મળે અને પૂજ્યશ્રીના દર્શનનો લાભ મળે તે આશયથી ચાર-પાંચ કિલોમીટર આગળના મુકામે જવા નીકળ્યા, પણ સાહેબજીને તો તપશ્ચર્યા જ ચાલતી હતી. રસ્તામાં ચાલતાં ચાલતાં પૂજયશ્રીએ મને જણાવ્યું કે ‘અનુ ! હેમચંદભાઇને ઘણો લાભ આપ્યો છે. હેમચંદભાઇએ ગિરનારનો છ'રી પાલિત સંઘ કાઢવો જોઇએ’ મને આ વાત સાંભળી ઘણો જ આનંદ થયેલ. જીવનમાં આ વાતનો ક્યારેય વિચાર પણ આવેલ નહીં. મેં વાંકાનેર આવી અને મારા પિતાશ્રીને વાત કરી મારા બેન-બનેવી વિગેરેને વાત કરી બધા ઘણા ખુશ થયાં.
સર્વના સુહઠ, નેર્ફોસિધુ, સંયમસંધુના સાહસિક ખેવૈયા... વાત્સલ્યવાધ, હિમાંશુસૂરિ દાદા...
| શ્રીમતી અમીના ભરતકુમાર શાહ (જેતપુર) અમૃતના ઓડકાર સ્વયં જ અનુભવી શકાય એમપૂજ્યશ્રીની અનુભૂતિ પણ આલેખવી શક્ય નથી. દાદા પ્રત્યેની લાગણી અને એમની જીવનશૈલી ૧૨ વર્ષની બાળ ઉંમરમાં બહુ સમજણ તો ન હતી છતાંયે અણસમજમાં પણ એવું સુંદર, સુઘડ, સાધુજીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ મનમાં મક્કમપણે છપાઇ ગયું. જે ઉંમર વધવા સાથે સાથે દૃઢપણે મન મસ્તક ઉપર દરેક સંજોગોની એરણ પર વધુ સ્પષ્ટ અને સાર્વત્રિક આકાર પામતું જ રહ્યું એવું કળિયુગનું સંયમરત્ન...
વાંકાનેર બજાર રોડના ઉપાશ્રયમાં દાદાની નિશ્રામાં ચાતુર્માસ, અંજનશલાકા, ઉપધાનતપ આદિ અનેક અનુષ્ઠાનોએ અમારા જેવા બાળકોના જીવનમાં પણ ખૂબ સિંચન કર્યું. દાદાની ગોચરી.. રોજ ૧૦વાગ્યા પછી ઘેર ઘેરથી કૂકરનું વરાળ માટે મુકેલું પાણી વહોરવું. આયંબિલની ગોચરીની તો વાત જ ન કરવી ! બિલકુલ નિર્દોષ
૧૭૫