Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
તેઓએ કહ્યું શ્રાવણ સુદ પુનમના રોજ પારણું ન કરતાં બપોરે ૧૨Tી સુધી રાહ જો ! તપસ્વીસમ્રાટ પૂજ્યપાદ હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ને યાદ કર ! અને ખૂબ જ સરસ અટ્ટમથયો. ત્યારબાદ મહાસુદમાં ખૂબ જ ઉલ્લાસપૂર્વક નિર્વિઘ્ન પ્રતિષ્ઠા પણ પરિપૂર્ણ થઇ.
તર્પોસિદ્ધ સાહેબજી ! પૂજ્યશ્રી અંગે મેં ઘણું જ સાંભળેલ. પ્રથમદર્શન-વંદન સહસાવન-ગિરનાર પર્વત ઉપર થયા. પૂજયશ્રીને ત્યારે અટ્ટમનું પારણું હતુંપારણામાં નિર્દોષ ગોચરી માટે આયંબિલના તપમાં ફક્ત જાડા રોટલા-પાણી વાપરે. અમોએ ગુરુપૂજનાદિ કર્યા બાદ માંગલિક સાંભળ્યું તેઓશ્રી કહે છે, ‘તમોને સ્થિરતા હોય ત્યાં સુધી જિનવાણી સાંભળો” તેઓશ્રીએ જિનાજ્ઞા-જિનાગમો અને તીર્થયાત્રા વિષે સતત ઉપદેશ આપ્યો. લગભગ ૪૦થી ૪૫ મિનિટ જ્ઞાનગંગા વહેવડાવી, પણ પોતાના તપ-સંયમપાલનમાં ઉત્કર્ષની જરાપણ વાત ન કરી. અમોને ‘વાપર્યું? ભાતુ વાપર્યું કે નહિ?” તેની પૃચ્છા કરી. તે જ ક્ષણે સંકલ્પ કર્યો પૂજ્યશ્રીના વંદનાર્થે ફરી જરૂરથી આવીશ.
હું અને અમારું સમગ્ર કુટુંબ કર્મના ઉદયે ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં પસાર થઇ રહ્યા હતા. વિલેપાર્લા પૂર્વમાં જિનાલયનું જિર્ણોધ્ધારનું કાર્ય ચાલુ હતું. પ્રાણ-પ્રતિષ્ઠા અને અંજનશલાકા નિર્વિને પાર પડશે કે નહિ ? સકળ સંઘ વિમાસણમાં હતો. મને આત્મસાદ થયો. “હું અક્રમકડું, દેઢ સંકલ્પ સહ અઠ્ઠમકરૂં, પ્રતિષ્ઠા પૂર્ણ થશે'' પાર્લામાં તે સમયે બિરાજેલા પ.પૂ. અરવિંદસૂરીશ્વરજી મ. સા. એ પ્રેરણા કરી કે પૂ. આચાર્યદેવેશ હિમાંશુસૂરીશ્વરજી મ.સા. ના વંદન કરી આશીર્વાદ મેળવી લે. અટ્ટમથાશે જ. હું પહોંચ્યો ગિરનાર. રાત્રિ રોકાણ ઉપાશ્રયમાં કરી તેમની પાસે સંથારો ર્યો. પ્રતિક્રમણ બાદ રાત્રિના મારી વિટંબણાઓ જણાવી તેઓએ ફક્ત એટલું જ કહ્યું હતું કે, “ “ જરાય ચલિત થયા વિના સવાલાખ જાપ 'ૐ હ્રીં શ્રી ચિંતામણી પાર્શ્વનાથાય નમો નમઃ” નો જાપ કર ! અને સાથે અઠ્ઠમકર સંકલ્પ પૂર્ણ થાશે જ '' ગિરનારની યાત્રા કરી મુંબઇ પહોંચ્યો શ્રાવણ સુદ ૧૩-૧૪-૧૫નો અકૅમશરૂ કર્યો. બે દિવસ સારા ગયો. ચૌદશની રાત્રિએ પુષ્કળ ઊલ્ટી અને ઉષ્કા શરૂ થયા. પૂ. મુનિરાજ શ્રી રાજરત્નવિજયજી મ.સા. તથા પ. પૂ. અરવિંદસૂરીશ્વરજી મ.સા. અહીં જ હતાં,
6ઇનમો જનમના ઉપકારી
| દેવાભાઈ વાણવી (વંથલી) ગરવા ગિરનારની ગોદમાં ચાતુર્માસ પૂર્વે આચાર્યભંગવત તળેટીમાં બિરાજમાન હતા ત્યારે મારા જીવનની સર્વપ્રથમ ગિરનારની જાત્રા કરી અને જીવનમાં પહેલીવાર જિનપૂજા કરી ધન્ય બન્યો. નીચે ઉતરતાં સાહેબજીનાં વંદન કરતાં જ ભાવ થયા કે હું આ જૈનોમાં થાય છે તેવી માસક્ષમણની તપશ્ચર્યા કરૂં... સાહેબજીએ માસક્ષમણ શરૂ કરવાનો શુભદિવસ અને સમય કાઢી આપ્યો... આ મહામંગલકારી તપની શરૂઆત થતાં મેં જીવનભર કંદમૂળ + રાત્રિભોજન ત્યાગ અને ઉકાળેલું પાણી વાપરવાની પ્રતિજ્ઞા કરી. સાહેબજીની નિશ્રામાં જ રહીને ૧ લાખ નવકારમંત્રના જાપ સાથે નિર્વિઘ્ન માસક્ષમણે પૂર્ણ થયું.
ચોમાસા દરમ્યાન જ વર્ધમાન આયંબિલતપનો પાયો નાંખ્યો... પછી સાહેબજીના મુખેજ અખંડ ૫OO આયંબિલની પ્રતિજ્ઞા કરીને આયંબિલની શરૂઆત કરી અને તે પણ સાહેબજીની દિવ્યકૃપાથી પૂર્ણ થઈ ગયા. તે કૃપાના બળે મારે સમેતશિખરજીની યાત્રી થઈ અને અખંડ આયંબિલ દરમ્યાન જ શ્રી ગિરનાર મહાતીર્થની ૪૮ દિવસમાં ૧૦૧ યાત્રા સાથે એકવાર ચોવિહાર છઠ્ઠમાં સાત જાત્રા થઈ હતી.
અખંડ ૫OO આયંબિલ પૂર્ણ થતાં સળંગ પાંચ વર્ષ સુધી એકાસણા કરવા અને તેમાં ઘી તથા ખાંડનો સદન્તર ત્યાગ કરવાનાં પચ્ચકખાણ કર્યા. દસ તિથિ આજીવન લીલોત્તરીનો ત્યાગ કર્યો.
મારા જનમોજનમના ઉપકારી સાહેબજીના ચરણોમાં કોટી કોટી વંદન...
૧૬૩
www.jainelibrary.org