Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
કહેતા...૧૦૮ ઓળી પૂરી કરો. આવી ભાવના સાથે પચ્ચખ્ખાણ આપું છું અને ખરેખર એમણે ૧૦૮ ઓળી કરી હતી.
વાંકાનેર સંઘને સતત એમથયા કરતું કે પૂજ્યશ્રી અમારા “દાદા મહારાજ'' છે અને એમનું અમારા સંઘ પર એજ રીતનું વાત્સલ્ય નીતરતું, અમોને ખબર ન હોય અને બાજુના ગામમાંથી સમાચાર મળતા કે આ વખતનું ચાતુર્માસ પૂજ્યશ્રી વાંકાનેર કરવાના છે, આવી જાહેરાત થઇ ગયેલ છે. આવા અનેક ઉપકારો અમારા સંધ પર પૂજયશ્રીએ કરેલ છે. જેનું ઋણ અમો કે'દી ચુકવીશું ?
પૂજ્ય વ્યાખ્યાન વાચસ્પતિ ગુરુદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સાહેબના હૃદય ઉદ્ગારનો એક પ્રસંગ:- રાજકોટ શહેરના વર્ધમાનનગરમાં પૂજય ગચ્છાધિપતિશ્રીજીનું ચાતુર્માસ નક્કી થયું હતું. હું વાંકાનેરથી પ્રવચન સાંભળવા જતો. પ્રાય: પ્રવેશ વખતના પ્રવચનમાં જ વિશાળ મેદની અને શ્રાવક-શ્રાવિકાઓ ચતુર્વિધ સંઘ વચ્ચે પ. પૂ. આ. રામચંદ્રસૂરિ મહારાજે પાટપર પ.પૂ. હિમાંશુસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. નરરત્નસૂરીશ્વરજી મ.સા.ને બન્ને બાજુએ બેસાડી વચ્ચે પોતે બેઠા અને સાહેબશ્રીની વાત કરતા ખૂબ જ ભાવોલ્લાસ સહ કહેલ કે - આ બન્ને મહાત્માઓ અમારા સમુદાયની ‘આંખ’ છે.” આ શબ્દો સાંભળતા અમારા પણ રોમાંચ હર્ષિત થયેલા જે પ્રસંગ આજે પણ ભૂલી શકાય તેમનથી.
આપે, આયંબિલના તપ માટે ખાસ પ્રેરણા આપે તપસ્વી માટે તેઓના હંમેશા આશીર્વાદ હોય તેમના પચ્ચખાણથી ગમે તેવા મોટા તપમાં પણ તપસ્વીને શાતા રહે. નવા નવા તપમાં જોડાયેલાને બહુ સહેલાઇથી તપ પૂર્ણ થવાના અનેક દાખલાઓ મેં જોયેલા છે. કોઇ જાદુ ન હતો પણ તેઓશ્રીના તપ તેમજ વિશુદ્ધ સંયમી જીવનના કારણે મહામૂડી તેઓ તપસ્વીની શાતા અનેતપ આગળ વધારવા માટે પણ વાપરતા.
ગમે તેવા દુ:ખી, પરેશાન, બીમાર તેમના વંદનાર્થે આવે ત્યારે તેમના શરણમાં શાંતિ અને શીતળતા પામતા. તેઓશ્રી જ્યોતિષના ખાસ જાણકાર હતા. તેઓશ્રીના મુહૂર્ત દ્વારા મોટી તપશ્ચર્યા હોય કે ધાર્મિક પ્રસંગો હોય ખૂબ જ સુખરૂપ પૂર્ણ થાય.
મારા પત્ની ખાસ તપ કરી શક્તા નહીં, પરંતુ પૂજયશ્રીના ઉપદેશથી તેમની નિશ્રામાં સોળ ઉપવાસ, ક્ષીરસમુદ્ર, સિદ્ધિતપ, વર્ષીતપ સુખરૂપ કરેલા. કોઇપણ શારીરિક તકલીફ વગર સરળતાથી થયેલ. ચાલુ સમયમાં અનેક બિમારી તેમજ ઉશ્કેરાટ રહેતો, પણ તપના દિવસોમાં તાજગી અને શીતળતા રહેતી આજ તેઓશ્રીનો પ્રભાવ!
| તેઓશ્રીનું વ્યાખ્યાન કે ઉપદેશ સામાન્ય માણસો પણ સરળતાથી સમજી શકે. તેઓશ્રી પોતાના વ્યાખ્યાનમાં કહેતા, જૈનધર્મ-અનંત ઉપકારી ધર્મ, મહાન પુણ્યોદયથી પ્રાપ્ત થયો છે. મોક્ષ મેળવવા માટે સૌથી સહેલો રસ્તો આ ધર્મમાં બતાવાયો છે. આત્મકલ્યાણ માટે આ ધર્મ મળ્યો છે. આપણે સંસારમાં છીએ અને સંસારના વિકાસમાં આગળ જઈ રહ્યા છીએ, પરંતુ મોક્ષ તરફ આગળ વધવું જોઇએ. તપ, ત્યાગ, સંયમી બની તમે સૌ પણ મોક્ષ તરફ આગળ વધો.
તેઓશ્રીના વિશુદ્ધ સંયમની અને ધાર્મિક શિસ્તની સૌ પ્રશંસા કરે. એટલા ચુસ્ત કે તેમાં સહેજ પણ બાંધછોડ ચાલે જ નહીં. બહેનોએ માથે ઓઢ્યા વિના પ્રવેશ ન જ કરાય એવી કડક પાલના, આ બાબતે કોઇ દલીલ કરે તો સમજાવે કે અહીં મારા સિવાય પણ બધા સાધુઓનો પણ વિચાર કરવાનો હોય છે.
ગોચરી માટે પણ તેમના આશ્રિતો પણ હંમેશા નિર્દોષ ગોચરી માટે જ આગ્રહ
સંયમના આગ્રહી પૂજ્ય ગુરુવાર
કિશોરભાઇ સંઘવી (વાસણા) પૂજયશ્રી જ્ઞાની, તપસ્વી, વયોવૃદ્ધ હોવા છતાં એકદમસરળ, દિવસ દરમ્યાન ગમે ત્યારે ગમે તેને દર્શન વંદન કરવાની સાહજીક છૂટ હતી. મતલબ એકદમસરળ, પૈસાદાર કે ગરીબ, બાળક કે મોટી ઉંમરના બધાને સંતોષ આપે તેમને મન બધા સરખા હતા.
પૈસાદાર કે ગરીબનો જરાપણ ભેદભાવ નહીં, પરંતુ તપસ્વી જોઇને તેમનું મન, હૃદય અને આંખ ચોક્કસ ખુશ થયાનો ભાવ વ્યક્ત કરે. ધર્મમાં આગળ વધવાની સલાહ
૧૬૮
X
ain Education International