Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
રાખતા. તેઓશ્રીની નાદુરસ્ત તબીયત માટે દવા લેવામાં પણ તપને વિશેષ મહત્ત્વ આપતા. શરીરને તકલીફ પડે તો વાંધો નહીં પહેલા તપ. ડોક્ટર, શિષ્યો કે સેવકો આગ્રહભરી વિનંતી કરે તો પણ તેમની વાતને ધ્યાનમાં લેતા નહીં.
વિહાર પણ ચાલીને જ કરતા. આટલી ઉંમર, કઠોર તપ, શરીરની પ્રતિકૂળતા છતાં સહેજે ડગે નહીં જ. અનેક કુટુંબોને તેમણે તાર્યા છે. ધર્મમય બનાવ્યા, સાચો રાહ બતાવ્યો, કરુણાના સાગર, સંઘની એકતા માટે જીવનભર આયંબિલ તપ કર્યો પણ મુખ પર હંમેશા પ્રસન્નતા રહેતી, ફક્ત દુ:ખ એક જ વાતનું સંઘ એક ન થઇ શક્યો. દરેકને ધર્મમય બનાવવા હંમેશા ચિંતિત રહેતા એવા ગુરુદેવ પ.પૂ. આચાર્ય ભગવંત હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબને કોટિ કોટિ વંદના.
દાદાનું સાંનિધ્ય ઘટીનાં આંગણે
અમુલખભાઈ પ્રાગજીભાઇ મહેતા (ઘેટી) હાલ મુંબઇ ઘણા વર્ષો પહેલાં ગુરુભગવંત, પ.પૂ. પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મ.સા. સાથે ઘેટી પધાર્યા એક મહિનાની સ્થિરતા કરી ત્યારથી જ ઘેટીની ધરતી આકર્ષક બનેલી. ત્યારબાદ પૂજ્યશ્રી ઘેટીથી પાલીતાણા આવ્યા ત્યારે યાત્રા કરવા ઉપર જતા ત્યાંથી ઉતરી ઘેટી આવે. ત્યારે બપોરના ૧૨ થી ૧૨-૩૦ થઇ ગયા હોય. શ્રાવકોના ઘેર ગોચરી વહોરવા જાય ત્યારે અમો સાથે જતા. દરેક ઘરમાં શ્રાવકો જમીને પરવારી ગયા હોય. સાહેબ લુખા રોટલા, ભાતનું ઓસામણ જે મળે તે ખપ પુરતું વહોરીને ખરા તડકે જમીન ઉપર પગ પણ ન મૂકી શકાય તેવા સમયે આદપુર-ઘેટીપાગ જઇને વાપરીને ઘેટી પાગથી શત્રુંજય ઉપર ચઢે અને સાંજે પાલીતાણા ઉતરે. આ સાહેબની અમારી તેમજ અમારા ગામની પ્રથમઓળખાણ ! ત્યારબાદ અમારી વિનંતીને માન આપીને ઘેટી આવ્યા. ઘેટી રહીને ૨૨-૨૩ ઉપવાસ કર્યા. પારણે સકળ સંઘે સાહેબની સાથે આયંબિલ કર્યા. ઘેટી પાગ આયંબિલનો પ્રોગ્રામરાખ્યો હતો ત્યારબાદ ત્યાં વ્યાખ્યાન રાખ્યું હતું.
આદપુરનરેશને સમાચાર મળ્યા કે આવા તપસ્વી મહારાજ મારા ગામમાં આવ્યા છે, તેઓ વ્યાખ્યાનમાં આવ્યા અને આગ્રહભરી વિનંતી કરીને તેના બંગલે રાત્રિવાસ રહ્યા. બીજે દિવસે પારણું કરી ઘેટી પધાર્યા.
જ્યારે જ્યારે સાહેબ ઘેટી આવ્યા હોય ત્યારે સંઘયાત્રાનો પ્રોગ્રામહોય જ. કોઇ એક શ્રાવક સંઘપતિ બને. સંઘપતિ તરફથી યાત્રાળુઓની ભક્તિ. અશક્તોને માટે ડોળી અને બાળકો માટે ઉપરામણીયા, ઘેટીથી ચાલતા ઘેટી પાગ જવાનું, યાત્રા કરવાની પછી વ્યાખ્યાન રાખવાનું સાંજે ઘેટી આવવાનું. ઘેટી સંઘ ઉપર સાહેબજીનો ઘણો ઘણો શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેવો ઉપકાર છે. તે સમયે ઘેટીમાં બે દેરાસર, બે ઉપાશ્રય. બન્ને કુટુંબ અલગ આરાધના કરતા. સાહેબે અથાગ મહેનત કરીને એક કર્યા.
ઘેટીમાં નૂતન દેરાસર બનાવવાનું નક્કી કર્યું પ.પૂ. ઉદયસૂરિ મહારાજ સાહેબે ઘેટીન તીર્થ ગણીને મૂળનાયક તરીકે આદિનાથ દાદા અને ભગવાનની દૃષ્ટિ ચોકમાં પડે તે રીતે દક્ષિણાભિમુખ દેરાસર બનાવવાનું નક્કી થયું, ખનન મુહૂર્ત થઇ ગયું અને ખાત મુહૂર્ત થવાની તૈયારી હતી તે દરમ્યાન આચાર્ય ભગવંત શ્રી હિમાચલસૂરિ મ.સા.ને ઘેટી પધારવાનું થયું. દેરાસરની જગ્યા ઉપર આવ્યા. જોયું તો ખોદકામમાં રાખોટી આવી રહી હતી અને દક્ષિણાભિમુખ બારણું દેરાસર તૈયાર થઇ રહ્યું છે તે જાણ્યું. હું તે સમયે
ત્યાં હાજર હતો. મને કહ્યું કે સંઘના આગેવાનને બોલાવો. હું મારા પિતાશ્રીને બોલાવી આવ્યો. આચાર્યશ્રીએ મારા પિતાશ્રીને કડક શબ્દોમાં કહ્યું કે દક્ષિણદ્વારના દેરાસરથી મારવાડમાં ગામમાં સાફ સફાઇ થઇ હતી. મારા પિતાશ્રીને વાત ગળે ઉતરી ગઇ. પાલીતાણા ૫.પૂ. ઉદયસૂરિ મ.સા. ને મળ્યા અને ત્યારે તો કામબંધ રહ્યું પણ હવે શું કરવુ? આટલી જગ્યામાં તો બીજા કોઇ દ્વારનું દેરાસર થઇ શકે તેમન હતું. બાજુની એક દુકાન લઇએ તો જ દેરાસર થઇ શકે જે સંઘમાટે ઘણું જ કપરું કાર્ય હતું, તેવા સમયે સાહેબ ઘેટી આવ્યા. સાહેબે સંઘના ભાઇઓ સાથે વાટાઘાટ શરૂ કરી. ઘણી જહેમત ઉઠાવીને લાગતા વળગતા ભાઇઓને સમજાવીને દેરાસર બનાવવાનો માર્ગ બતાવ્યો. સંઘે
૧૬૯
www.e
library.one