Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ઉઠવાની છે તેમજનતામાં ખબર પડે એટલે લોકો પોતાનું લેણું વસુલ કરવા લાઇન લગાવે તે રીતે મોહરાજાને ખબર પડી હશે કે આ પેઢી હવે એક બે ભવમાં ઉઠવાની છે તેથી તેના સેવકોને આજ્ઞા કરી કે પેઢી ઉઠે તે પહેલા લેણું બાકી હોય તે વસુલ કરવા લાઇન લગાવો.''
આવા અદ્વિતીય સાહેબજીને કોટી કોટી વંદન...!
અને પૂછયું કે સાહેબ ભગવાન પ્રવેશનું મુહૂર્ત ક્યારે આવે છે. સાહેબજીનું સચોટ મુહૂર્ત અને એક વખત તેમને આપેલું હોય તે ઉત્કૃષ્ટ જ હોય, અમને સાહેબજીએ કહ્યું ‘કાલે સવારે જ ઘરમાં પ્રવેશ કરાવી દો.’ અને ઉત્કૃષ્ટ સમયે ભગવાનનો પ્રવેશ થયો.ભગવાનના પ્રભાવથી આજે અમારા જીવનમાં ઉત્તરોત્તર આરાધના ખૂબ જ વધતી રહી છે.
સાહેબજી પોતે તપસ્વીસમ્રાટ હતો છતાં કોઇ નાના પણ તપસ્વીને જોઇ સાહેબને આનંદ થતો. સાહેબજી કહેતા કે “આયંબિલ કે તેથી ઉપરનો તપ એ જ તપ છે. કારણ કે તેમાં જ અણાહારી પદનો અનુભવ અને આહારની આસક્તિ તોડવાનો અનુભવ થાય છે.'
આાંખોમાં વહેff II, થવા ગુરૂવાર મા . . . .
- અશ્વિનભાઇ શાહ(શેફાલી-વાસણા) પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાનું સંયમજીવન ખૂબ જ અદ્ભુત હતું. પોતાના માટે કઠોર અને બીજાને માટે નરમહતાં. પોતાની પાસે આવતાં સર્વે જીવોને મોક્ષમાર્ગ તરફ ખેંચી જવા માટે ખૂબ જ પ્રેરણા કરતાં હતા. સાહેબજીના વાસણા નવકારના ઉપાશ્રયમાં ચોમાસું આવ્યા પછી તેમના પ્રથમવખત દર્શન કરતાંની સાથે ખૂબ જ અહોભાવ થયો અને અમારા આંતરિક ગુરુ તરીકે હૃદયમાં સ્થાપિત કર્યા. ત્યારપછી તેમની સેવામાં રહેલા પૂ. હેમવલ્લભવિજય મ.સા. અને સાહેબજી અમારા જીવનને વધારે ઉંચુ લઇ જવા માટે પ્રેરણા કરતાં. તેમની પ્રેરણાથી અમારા જીવનમાં તપ-ત્યાગ પણ યથાશક્તિવધવા લાગ્યા.
એક વખત પૂ. હેમવલ્લભવિજયજી મહારાજ સાહેબના મુખેથી સાંભળ્યું કે ‘દરેકના ઘરે ઘરદેરાસર હોવું જોઇએ. ઘરદેરાસર વગરનું ઘર ન જોઇએ.’ આ સાંભળતા અમારા મનમાં ઘર દેરાસર બનાવવાની ભાવના જાગી. આંબાવાડીમાં સાહેબજીની નિશ્રામાં અંજન-પ્રતિષ્ઠા હતી ત્યારે અમે વંદન કરવા ગયા અને ઘર દેરાસર માટે ભગવાનની અંજનવિધિત્યાં જ કરાવવાનું નક્કી કરીને તાત્કાલિક પ્રતિમા લાવી સાહેબજીના હસ્તે અંજનશલાકા કરાવી. બીજે દિવસે સાહેબ પાસે બપોરે ગયા
પૂ. ગુરુદેવનો ચમત્કાર
રસિકલાલ અમીલાલ પારેખ (જૂનાગઢ) ૫૦ વર્ષથી અમે માંગરોળ મુકામે વસવાટ કરતાં હતાં, પરંતુ ધંધાના કાર્ય માટે અમારે જૂનાગઢ મુકામે આવવું પડ્યું. પ. પૂ.હિમાંશુસૂરીશ્વરજી મ.સા.નો પરિચય અનાયાસે થઇ ગયો, મારું જીવેલું જીવન સાર્થક થઇ ગયું, તેમતેમના સાંનિધ્યમાં આવ્યા પછી લાગ્યું.
એકવાર હું મારી દુકાનના ઓટલા પાસેથી ઉતરવા જતાં મારો પગ લથડાઇ જતા મને ૪૫ દિવસનું પ્લાસ્ટર આવ્યું અને ત્યારબાદ લાકડી લઇને ચાલતો હતો. તેવામાં મારું પુણ્ય કંઇક ઉદયમાં આવ્યું અને પ.પૂ. દાદામહારાજ સં. ૨૦૫૮ની સાલમાં જૂનાગઢ મુકામે પાલીતાણાથી જૂનાગઢનો આયંબિલનો છ'રી પાલિત સંઘ લઈને જૂનાગઢમાં પધાર્યા. પૂ. દાદાની તબિયત ખૂબ જ નાજુક થઇ ગયેલ હતી, પરંતુ તેમનું પુણ્યબળ એટલું જોરદાર હતું કે ગમે તેવું સંકટ પણ દૂર થઇ જતું હતું.
સેંકડો વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ગિરનારજીની ગોદમાં બાલ-બ્રહ્મચારી
૧૧
www.jinelibrary.or