Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
વાપરવા દો ત્યારે સાહેબજીએ પાસે બેસીને સાંત્વના આપી સમજાવી પાણીના પોતા ગળે મુકાવી તેને તે તપમાં સ્થિરતા અપાવી. ખરેખર ગુરુમાતૃહૃદય વગર કોણ આવું કરી શકે ? વળી તેમના તપનો પ્રભાવ જ એવો હતો કે સામો ઉપશમપામી જ જાય.
સાહેબજીનું બીજું ચોમાસુ પણ અદ્ભુત હતું કારણકે સહસાવનની ઘણી જ કાર્યવાહી અહીંથી થયેલ અને અમારા શ્રી સંઘના ટ્રસ્ટીગણોએ પણ ખૂબ જ સહકાર આપેલ.
* સાહેબજીનું ચોમાસુ પાલીતાણા ગિરિવિહારમાં હતું અહીંથી લગભગ પંદરથી વીસ જણા પર્યુષણની આરાધના કરવા ગયેલ સુંદર અઠ્ઠાઇઓ પણ થઇ હતી, સાહેબજી પર્યુષણની વાંચના ખૂબજ સુંદર રીતે આપતા હતા. ગણધરવાદના દિવસે સાહેબજી ખૂબજ સુંદર રીતે ગણધરવાદ સંભળાવ્યો. સૂર્યાસ્ત થવાની તૈયારી હતી. પૂજ્યશ્રીને યાદ દેવડાવ્યું, સાહેબજી પાણી ચૂકવો ત્યારે એમણે પાણી વાપર્યું. શ્રોતાઓ અધિક અને અધિક ધર્મ આરાધતાં થઇ જાય એવો સાહેબજીનો પ્રયત્ન રહેતો. ખરેખર ! કેટલો
કરુણાભાવ.
* એકવાર ચોમાસુ ચાલું હતું ત્યારે માણેકપુરથી તેમના કુટુંબીજનો, ભાઇઓબહેનો શાતા પૂછવા વંદન કરવા આવેલા, સાંજનો સમય, થોડું અંધારું થઇ ગયેલ.
સાહેબજીએ શ્રાવકો સાથે કહેવરાવ્યું કે હવે સૂર્યાસ્ત થઇ ગયો છે બહેનોએ અવાશે નહીં હવે કાલે સવારે આવજો. ખરેખર ચારિત્રધર્મની કેટલી ખેવના!
” એકવાર સાહેબજી પાલીતાણા તરફથી વિહાર કરી ધંધુકા આવતા હતાં. વચ્ચે તગડી આવ્યા ત્યારે અહીં રસોડું ચાલે છે તેવું જાણ્યું એટલે તગડીથી ખરડ ગયાં જ્યાં તેમના રાગી રજપૂતભાઇ રહે છે. જૈનધર્મ પાળે છે વ્યાખ્યાન સાંભળવા આવતાં ત્યાં વાપરી પછી ધંધુકા ખૂબ મોડા પધારેલ એટલે કે શુદ્ધ ગોચરી માટે પાંચ-સાત કિ.મી. વધારે વિહાર કરીને પધારેલ. શુદ્ધ ગોચરીનો આગ્રહ કેવો !
* પૂજ્યશ્રીનો પચ્ચક્ખાણનો પ્રભાવ પણ અદ્ભુત હતો. અહિંથી એક બહેન
૧૬૬
Education International
વર્ષીતપના પચ્ચક્ખાણ લેવા પાલીતાણા ગયેલ તેમજ એક બહેન સોળ ઉપવાસની ભાવના હતી. તેઓએ પણ ત્યાં જઇ સાહેબ પાસે પચ્ચક્ખાણ લીધેલ. બન્નેને નિર્વિઘ્ને તપ પૂર્ણ થઇ ગયો. સાહેબજીના પચ્ચક્ખાણનો પ્રભાવ જ એવો કે તે આનંદથી પરિપૂર્ણ થઇજાય....
* અમો સંઘના ભાઇઓ વાંકાનેર સાહેબને વંદન કરવા ગયેલા. સાહેબજીને તાવ આવતો હતો. ડોક્ટરોએ આરામકરવાનું કહેલ. હવે એક પ્રસંગ એવો બન્યો કે એક બહેને માસક્ષમણ કરેલ અને ખૂબ દૂર રહેતા હતા. સાહેબજીને વિનંતિ કરી કે, ‘સાહેબજી પગલાં કરો' સાહેબજી બધાની ના હોવા છતાં માસક્ષમણતપનો વિચાર કરી પધારેલ. તપધર્મનો એટલો લગાવ કે શરીરની તકલીફ વેઠીને પણ સાહેબજી પોતે ગયા. ધન્ય છે આવા મહાન તપસ્વીરત્નને!
હું જ્યારે જ્યારે સાહેબજીને વંદન કરવા જઇએ ત્યારે એક જ પ્રશ્ન હોય ‘કેટલો ધર્મમાં આગળ વધ્યો’? અને અંતે ધર્મમાં આગળ વધવાની પ્રેરણા, આ સિવાય કોઇ સંસારી આડીઅવળી વાત સરખી પણ ન કરે.
# હું આંખના મોતીઆનું ઓપરેશન કરાવવા અમદાવાદ ગયેલ. ઓપરેશન થઇ ગયું બીજૈદિવસે પ.પૂ.નરરત્નસૂરીશ્વરજી મ.સા. કાળધર્મ પામ્યા. હું રાત્રે એમના દર્શન કરી સાહેબજી પાસે આવ્યો અને બેઠો. એટલે સાહેબે મને ચશ્મા પહેરેલા જોઇને કહ્યું કે ‘આવા કાળા ચશ્મા અત્યારે રાત્રે કેમપહેર્યા છે' મેં કહ્યું કે ‘ગઇકાલે મોતીઆનું ઓપરેશન કરાવેલ છે.’ એટલે, સાહેબજીએ કહ્યું કે ‘‘તારે ન આવવું જોઇએ’’ મેં કહ્યું કે ‘‘સાહેબ, તેતો મારા ગુરુભગવંત હતા તેમની બાજુમાં સંથારો કરતો અને હું ન આવું તે કેમબને ?’’ સાહેબજીની ધર્મબુદ્ધિ કે હિતચિંતા કરુણા જે કહો તે, કેટલી હતી તે આ પ્રસંગ ઉપરથી જણાય આવે છે.
પૂજ્યશ્રી પિતાતુલ્ય : જ્યારે જ્યારે વંદન કરવા જઇએ ત્યારે ધર્મની હિતશિક્ષા આપતાં સંસારી પિતા તો સંસાર તથા ધર્મની બધી હિતશિક્ષા દેતા હોય છે. જ્યારે આ
For Private & Personal Use Only
www.jinelibrary.org