Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
સરળ શબ્દોમાં પણ જે સમયની વાત હોય તે સમયનું ભાવવિશ્વ ખડું કરી દે. જાણે આપણે પણ ચોથા આરામાં વિદ્યમાન હોઇએ તેવું ભાવવિશ્વ થઇ જાય. “ “ઉપમિતિ ભવપ્રપંચા કથા” અને અન્ય ગ્રંથો પણ તેમના સ્વમુખે સાંભળી ધર્મશ્રદ્ધા બળવાન બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
સહસાવનની યાત્રાએ ગુરુદેવ સાથે જવાનું ઘણો વખત બન્યું. તે સમયે સીધા સહસાવન જવાના પગથિયા ન હતા. ગાઢજંગલયુક્ત કેડી રસ્તો, નિર્જન અને દીપડાની બીક. પરંતુ ગુરુદેવ તળેટીથી નીકળે એટલે નક્કી સ્થળોએ તેઓ થોભીને વિશ્રામલે અને લગભગ સવા કલાકમાં સહસાવન પહોંચી જાય. પહોંચતા જ બે હાથ જોડી બન્ને દેરીએ દાદા નેમિનાથને ભાવથી ભેટે. આજે પણ સહસાવન જતાં ગુરુદેવ જાણે સાથે હોય તેવી અનુભૂતિ થાય. ઘણીવાર તો રાત્રે વંદનાર્થે જઈએ ત્યારે ગુરુદેવ અચાનક આજ્ઞા કરતા કે ‘‘કમલેશ, તારે કાલે સવારે સહસાવન જવાનું છે.” અને એ રસ્તા પર ગુરુદેવની આજ્ઞાના બળે ભયથી નિર્વિઘ્ન બની હું સહસાવન પહોંચી જતો !
ગુરુદેવ આયંબિલતપના ખાસ હિમાયતી અને સહુને આયંબિલની પ્રેરણા કરે, વળી તેમની કૃપાના બળે વ્રતનો સંકલ્પ અવશ્ય પૂરો થાય. તેવા તેમના શુભભાવો સહ ધર્મલાભની વચનસિદ્ધિ હતી. ગુરુદેવ સહુના આત્માની ચિંતા કરનારા હતા. સંઘમાં કોઇની પણ ભૂલ થાયકે ખોટું વર્તન કરે તો પહેલા કડક શબ્દોમાં ઠપકો આપે કે તારે આમકરાય? પછી પળવારમાં રોષ ગાયબ થઇ જાય ને વાત્સલ્યભાવ લાવી ભગવાનની આજ્ઞા
સમજાવે. આ રીતે ઘણાને ખોટા રસ્તેથી પાછા વાળ્યા.
ચાતુર્માસ દરમ્યાન ગિરનારજીના પર્વતની તીર્થયાત્રા કરવાનું કપરુ હોવાથી પ્રભુના કલ્યાણકદિને અને પર્યુષણ પછીની ચૈત્યપરિપાટી વખતે ગુરુદેવની નિશ્રામાં સહુ તળેટીની યાત્રાએ નીકળીએ. તળેટી પહોંચી | ગિરનારજીના દશેક પગથિયા ચડી ડોળીવાળાની જગ્યા પર તીર્થનંદના કરીએ. એક પછી એક સ્તુતિઓ બોલતા જાય. એમાંય ચૈત્યવંદન વખતે સ્તવનમાં ‘‘મેં આજે દરિસણ પાયા... શ્રી નેમિનાથ જિનરાયા” સ્તવન બોલે ત્યારે જાણે જીવનમાં પ્રથમવખત રૈવતગિરિ નિહાળ્યો હોય તેવો આનંદ અને ભાવ સહુના મનમાં છવાઇ જાય. આજે પણ ગુરુદેવનો એ અવાજ મનમાં રમ્યા કરે છે, સ્મૃતિઓમાં ગુંજયા કરે છે. એવું જ બીજું એમનું માનીતુ સ્તવન ‘બાલપડારે પાતિકડાં.... તમે શું કરશો હવે રહીને રે...” ગાય ત્યારે કેસરીસિંહની જેમપાપકર્મોને ડણક દેતા હોય તેવા તેમના મુખે પર ભાવ પ્રગટી રહે. | એક સમયે જૂનાગઢ સંઘમાં ટ્રસ્ટીઓ વચ્ચેના મતભેદો ચરમસીમાએ પહોંચ્યા. બેંકખાતાઓ પણ સ્થગિત થઇ ગયા હતા. આ વાતે ગુરુદેવ ખૂબ વ્યથિત હતાં અને ગુરુદેવ અવારનવાર ઝગડા મીટાવવા પ્રયત્નો કરતા, પણ સફળતા મળતી નહીં. એક વાર સંવત્સરી મહાપર્વના દિવસે બારસાસૂત્રની વાંચના પર સંઘ એકઠો થયો. વાંચના પૂરી થતાં જ ગુરુદેવે પૂછયું, ‘આજના મહાપર્વ પર સહુએ ‘મિચ્છા મિદુક્કડમ્' કરી વેરનું શમન કરવાનું હોય પણ તમે ઝગડાનો અંત કેમલાવતા નથી ? અને મારી વાત
www.jainelibrary.o
Nલ છે.