Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
સંભવ-અક્સંભવ
- જયશ્રીબેન બી. વોરા (કાંદીવલી) પૂજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં આયંબિલના તપ સાથેના છ'રી પાલક સંઘમાં જોડાવા માટેની જે તક મને મળી હતી તે માટે હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું. દાદા મહારાજ તો સૂર્ય છે, લોકો એ જરૂરીયાત પ્રમાણે એમનામાંથી શક્તિ મેળવ્યાજ કરી છે. મારે મારી વાત કરવી છે.
જે વ્યક્તિએ ક્યારેય વધુ ચાલવાનું ન કર્યું હોય ! આયંબિલ તપ ન થતો હોય ! પગની તકલીફને લીધે ચાલવામાં પણ તકલીફ પડતી હોય ! જેને ડોક્ટરે પગની ઢાંકણીની રીપ્લેશમેન્ટની સલાહ આપી હોય!ન પેઇનકીલર વગર એક દિવસ ચાલતુ ન હોય એવી મેં આ યાત્રામાં જોડાવાની હિમ્મત કરી તેનું પહેલું કારણ શ્રાવકનો સંપૂર્ણ સાથ, બીજું કારણ પૂ. દાદામહારાજ, આવા તપસ્વી, સંયમી, મહાપુરુષની નિશ્રામાં થોડો સમય પણ રહેવા મળશે તે લાલચ અને ત્રીજુ કારણ પૂ.હેમવલ્લભ મહારાજ સાહેબનું (સંસારી દિયર) પ્રોત્સાહન કે ન ફાવે તો ઘરે જતા રહેજો પણ પ્રયત્ન તો કરો ! અને અસંભવ લાગતું હતું તે સંભવ બન્યું!
તકલીફ ન પડી તેમ નહી કહું, ખૂબ જ અઘરું હતું. મારા માટે ખાસ તો પગની તકલીફને હિસાબે સૌથી પહેલાં આશરે સવારે ૬ વાગ્યાથી ચાલવાનું શરૂ કરું અને સૌથી છેલ્લે પહોંચું. એક દિવસ એવો નથી ગયો જ્યારે આંખમાંથી આંસુ ન પડ્યા હોય પણ સાથે એક પણ દિવસ એમનથી થયું કે ઘરે જતા રહીએ.
| સવાર-સાંજના પ્રતિક્રમણ, પૂજા, વ્યાખ્યાન, આરતી-દીવો વગેરેમાં દિવસ એવી રીતે પસાર થઇ જતાં, ને સાથે આનંદને ઉત્સાહ એટલા જ વધતાં કે જિંદગીમાં આયંબિલ તપ સાથે આવી આરાધના ક્યારે કરવા મળે? દાદા મહારાજનો રોજ વાસક્ષેપ પડે તેનાથી સૌથી મોટી એનર્જી મળી જતી. યાત્રાના દિવસો તો સારા ગયા જ પણ આ નિમિત્તે અમે બન્નેએ પૂજયશ્રીના સ્વમુખે સહસાવન તીર્થમાં નરકના પ્રથમદ્વાર રાત્રિભોજનના ત્યાગની પ્રતિજ્ઞા કરી અને પૂજ્યશ્રીએ દુર્ગતિમાં પડતાં એવા અમારો હાથ ઝાલીને બહાર કાઢ્યા હોય તેવો અહેસાસ આજે પણ થાય છે.
૧૫૮
તકથા-સત્યકથા
ચીમનલાલ મહેતા (પાલનપુર) - પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજા વિષે શું લખું ? હું તો પામર, જીવ છું ને તેઓ તો ઉત્કૃષ્ટ કોટિના શ્રેષ્ઠતમસંયમી મહાપુરુષ... પરંતુ હૃદયનો અહોભાવ કાંઇક કહેવા માટે અંતરના ઊંડાણથી કહી રહ્યો છે...
મોઢામાં જીભ એક જ હોય... પણ દાંત બત્રીસ હોય છે. એક જીભ એક જ વાત કરી શકે તે સાવ સ્વીકારી લીધેલી વાત છે પણ મોઢામાં જીભ જોડે રહીને, દાંત પણ બોલવા લાગે, એક જ મોંએથી બત્રીસ વાતો જરૂર અને અવશ્ય નીકળે અને આવી બત્રીસ વાતો... પણ પાછી... જરૂર જરૂર મહાપુરુષ માટે જ હોય અને આવી બત્રીસ વાતો કોઇપણ મહાપુરુષ માટે એક નહીં પણ અનેક વ્યક્તિના મોં એ જ્યારે સંભળાતી હોય છે, ત્યારે તેને દંતકથા કહે છે. એટલા માં એટલી વાતો તેથી જેટલા મોં તેને દરેક વખતે બત્રીસ વડે ગુણીને જે વાતો કે ગુણાનુવાદ થઇ શક્તો હોય તો તે આવા હિમાંશુસૂરીશ્વરજી મહારાજ જેવા મહાત્માઓ માટે અવશ્યભાવી અવશ્ય હોય જ.
પૂ. ગુરુમૈયા ખુદ એક જીવંત કથા છે. .... પૂ. આ. ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પરખેલ પાસાદાર, તેજસ્વી, આંખે વળગે તેવો અમૂલ્ય હીરો તે આદરણીય ગુરુમૈયા પૂજ્યપાદ શ્રીહિમાંશુસૂરીશ્વરજી મહારાજા !
તેઓ અલ્પભવી અવશ્ય છે જ, પણ દરરોજ ધૂપ, દીપ, કરતી વખતે પ્રાર્થના કરું છું કે બહુ રખડ્યો. હવે જ્યારે પણ આપ મોક્ષે પધારો ત્યારે અવશ્ય અમને પણ લેતા જશો . (તેનાથી વિશેષ ભાવના હું ભાવી શક્તો નથી.)
જૈનશાસનના તેજસ્વી તારલા, સમકાલીન અનેક વિભૂતિઓ સાથે પ.પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના પણ જૈન શાસન ઉપર અનેક ઉપકારો રહેલા છે.
ઘોર તપસ્વી પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજાના સુદીર્ધ સંયમજીવનની ભૂરિ ભૂરિ અનુમોદના સાથે મેં કમભાગી માનસઅવતારમાં ક્યારેય પણ
Education International