Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
તપસ્વી આચાર્યદેવ ! હરકુંવરબેન (અમરેલી) અમારા અમરેલી ગામમાં પૂજ્યશ્રીની પધરામણી થયેલ તે અવસરે મારે ૫૦૦ આયંબિલની આરાધના ચાલતી હતી. તપનિમિત્તે પૂજ્યશ્રીને ઘરે પગલાં કરવા વિનંતી કરતાં પૂજ્યશ્રીએ અમારી વિનંતીનો સહજ સ્વીકાર કર્યો અને ઘરે પધારતાં હિતશિક્ષા આપી કે “આયંબિલતપ ઉત્કૃષ્ટ છે, સાથે જાપ પણ કરવા યોગ્ય છે.” અને પરિવારજનોને વાસક્ષેપ નાંખી વાત્સલ્યભાવે આશીર્વાદ આપ્યા સૌ આરાધના કરજો. અને પૂજ્યશ્રીના આશીર્વાદથી આજે મારે પુત્રને પણ આયંબિલતપની ઓળી વગેરે આરાધના ખૂબ જ પ્રસન્નતાપૂર્વક થાય છે.
મહારાજ સાહેબ સાથેનો મારો અનુભવ હસમુખભાઇ બાબુલાલ શાહ (નડીયાદ) અમારા સંસારી માસી મહારાજ (હાલમાં પૂ. બાપજી મહારાજના આજ્ઞાવર્તી સાધ્વી કમલપ્રભાશ્રીજી મ.સા.) સતત કહેતા- ‘હસમુખભાઇ તમે બંગલા કર્યા પણ એક નાનકડું ગૃહમંદિર કરો.’ તે પ્રેરણાથી પ્રેરાઇને ગૃહમંદિર નિર્માણ કરવાની ભાવના જાગી. એ અરસામાં ઇ.સ. ૧૯૯૬-૯૭ના સમયમાં – અમદાવાદમાં એક વ્યક્તિનું કાષ્ઠ મંદિર (ચાલુ હાલતમાં ચલ પ્રતિષ્ઠાવાળું) આપવાનું હતું. તે અંગે પૂ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ પાસે હું અને મારા સ્નેહી શેઠશ્રી અંબાલાલ અમૃતલાલ બોરસદવાળા સલાહ લેવા ગયા. મેં મારા મનની વાત પૂજ્યશ્રીને જણાવી જે વ્યક્તિ પાસેથી કાષ્ઠમંદિર ખરીદવાનું હતું તેમનું નામપણ જણાવ્યું.
પ્રથમતો તેઓશ્રી ઊંડા વિચારમાં ડૂબી ગયા અને મૌન રહ્યા. પછી મને નજીક બોલાવી મારા માથે હાથ મૂકીને માર્મિક ટકોર કરી, “તારી શક્તિ નથી? તું એકલો તારી જાતે મંદિર બનાવી શકે તેમછે. જા ! મારા આશીર્વાદ છે, કામથઇ જશે, પરંતુ સ્વદ્રવ્યથી પાષાણનું મંદિર બનાવવાની ભાવના રાખજે" બસ, આટલી જ વાત. પરંતુ તપસ્વીમહારાજના આટલા શબ્દો મારે મન સોનાના નીવડ્યા અને તેમના તથા પૂ.
૧૫૬
Jain Education International
ગચ્છાધિપતિશ્રીના આશીર્વાદથી અમો રથાકાર આરસપહાણનું મંદિર કોઇપણ રુકાવટ વગર ટૂંક સમયમાં સ્વદ્રવ્યથી સાકાર કરી શક્યા. જે અત્યારે નડીયાદ-પેટલાદ નેશનલ હાઇવે નં – ૮ ઉપર તીર્થ સમાન શોભી રહ્યું છે.
આમમારા કુટુંબનું અને નજીકના ઉપકારી પૂ. કમલપ્રભાશ્રીજી મ.સા. નું સ્વપ્ર સાકાર થયું. જે નિર્માણમાં પૂજ્યશ્રીની ટકોર ઘણી અસરકારક સાબિત થઇ પ્રતિષ્ઠા પણ સંખ્યાબંધ પ્રતિષ્ઠાકારક પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજસાહેબના હસ્તે થઇ, તેમની પણ કૃપાદૃષ્ટિપ્રાપ્ત થઇ.
દાદા એક વિરલ વિભૂતિ કેતનભાઇ પી. શેઠ (જુનાગઢ)
પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબ એટલે કે જેને આપણે સહુ દાદાના હુલામણા નામથી ઓળખીએ છીએ. દાદા વિશે શું લખવું ? શબ્દો પણ ઓછા પડે છે, છતાંય કંઇક કહેવાનું મન થાય છે. દાદા અત્યારે આપણી વચ્ચે નથી પરંતુ તેઓએ કરેલ મહાનકાર્યની સુવાસ આપણી વચ્ચે છે.
જૈનશાસનની આ મહાન વિભૂતિની ખોટ ક્યારેય પૂરી ન શકાય તેવી છે. તેમનું જીવન સાદું, સરળ અને તપમય હતું. જીવનભર તેમણે આયંબિલ તથા ઉપવાસની ઉગ્ર તપસ્યા કરેલી. તેઓ હંમેશા પોતાના માટે કઠોર તથા બીજા માટે કોમળ હતા. તેમના દર્શન થતાં જ જીવન ધન્ય બની જતું.
મારી જ વાત કરું તો હું ક્યારેય કોઇ સાધુ સંતના દર્શને ન જતો. દાદાનું છેલ્લું ચોમાસુ જૂનાગઢ થયું. તેઓના પ્રવેશ વખતે હું દેરાસર દર્શન કરીને જતો હતો ને દાદાનું આગમન થયું. કોઇ દિવસ સાધુસંતને પગે ન લાગનારા મને રસ્તા ઉપર દાદાને જોતાં જ અંદરથી કંઇક એવી સ્ફુરણા થઇ કે મેં તેઓને રસ્તા ઉપર ત્રણ ખમાસમણા આપ્યા અને હું ચાલ્યો ગયો. પણ ઘરે પહોંચતા મનમાં કંઇક વિચારવમળ ચાલુ થઇ ગયું કે આ શું સાધુમહારાજને પગે લાગવાની મને ઇચ્છા થઇ? અને રસ્તા ઉપર મેં આજે ત્રણ
For Private & Personal Use Cinly
www.jainelibrary.org