Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ભાવાંજલ
ચીનુલાલ શાંતિલાલ શાહ (આંબાવાડી, અમદાવાદ)
પ્રાતઃસ્મરણીય તપોનિધિ પૂ. આ. ભ. શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ.સા. અમારા શ્રી આંબાવાડી શ્વે.મૂ.જૈન સંઘમાં સં. ૧૯૯૫માં ચોમાસું પધારવાના હતા. ઉપાશ્રયમાં ભોંયતળીયે એકેય રૂમન હોવાથી અમે એક રૂમનીચે કરાવી લીધેલ તે વાતની યેન કેન પ્રકારે તેઓશ્રીને ખબર પડી જતાં, આખુ ચોમાસું આ રૂમનો તેઓએ ઉપયોગ ન જ કર્યો. અમોએ તો અમારા સંઘમાં ઘરડા મહાત્મા આવે તો તેઓ રહી શકે તેવી કાયમી વ્યવસ્થા માટે, આ રૂમબનાવ્યો છે એમકહ્યું ત્યારે કહે ‘ના, હું નિમિત્ત બન્યો ને ?’ આખુ ચોમાસુ પરસાળમાં રહ્યા. ગોચરી પાણી પણ નિર્દોષ વાપરતા, જીવનપર્યંત વિહાર કરતા પણ સાવ અશક્ત છતાં યાત્રા પગે ચાલીને જ કરે. તે પણ સૂર્યોદય થયા પછી જ નીકળવાનું. ભર ઉનાળો હોય સામા પડાવે પહોંચે ત્યારે જબરજસ્ત ગ૨મી થઇ ગઇ હોઇ તેમની તેઓએ કદીયે પરવા કરી નથી.
મારા ચિ. કમલેશભાઇ તથા ચિ. દીપકભાઈના ઘર દેરાસરમાં અંજનશલાકા પ્રતિષ્ઠા તેઓશ્રીની શુભનિશ્રામાં ભરપૂર આનંદમય વાતાવરણથી થઇ છે. જે બદલ અમારો સમગ્ર પરિવાર સદાનો તેઓશ્રીનો ઋણી છે.
શાસનરત્ન જીવ્યા ત્યાં સુધી સંઘએકતા માટે તપ, જપ કર્યા અને સૌ સાથે ચાલવાના પુરુષાર્થમાં કદીયે પાછી પાની કરી નથી. આવા મહાન પુરુષની ખોટ લાંબા સમય સુધી પૂરાશે નહીં. ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં તેટલા ગુણ જોયા છે. પૂજ્યશ્રી મોક્ષે પહોંચે ત્યાંથી પણ અમારા ઉપર અનરાધાર કૃપા વરસાવતા રહે, શાસનદેવને બે હાથ જોડી અને નતમસ્તકે ભરપૂર વિનંતી છે!
ભાર્વાતંગી મુનિશ્ચર
ચંદ્રકાન્ત પ્રભુદાસ દોશી (વાંકાનેર) મુંબઇ સંવત ૨૦૦૯ના વાંકાનેર ચાતુર્માસમાં પૂજ્યશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજાનાં દર્શન, નિશ્રા અને આશીર્વાદનો લાભ મેળવવા હું મારી ૧૭ વર્ષની ઉંમરે ભાગ્યશાળી
Jan Education nationa
બનેલ. પૂજ્યશ્રીના જીવનમાં રહેલા ગુણો, સંયમની શુદ્ધતા, નિર્જરાના હેતુપૂર્વકના તપ વિષે હું તો શું લખું? જે સમસ્ત જૈન સમાજ જાણે જ છે. અન્ય ગચ્છ, પંથ કે સંપ્રદાયના સાધુ સાધ્વી કે મહાસતીજીઓ પાસેથી પણ એમની પ્રશંસા સાંભળવા મળે છે.
પૂજ્યશ્રી એવા ગુરુ હતા કે જે ગુરુસ્થાને બિરાજમાન હોવા છતાં તેમનામાં ગુરુભાવ કદી દેખાયો નથી. જ્ઞાની અને તપરવી હોવા છતાં તેમના જીવનમાં કદી અહંકાર હોવાનો ભાવ જોવામાં આવેલ નથી.
પૂજ્યશ્રી પૂર્ણપણે મોક્ષમાર્ગના આરાધક, શુદ્ધધર્મના આચારમય હતા. સર્વને બોધ પણ શુદ્ધધર્મનો જ આપેલ છે. પૂજ્યશ્રીનું શુદ્ધ ચારિત્રમય જીવન જ આપણાં સૌ માટે બોધદાયક હતું. એમના સંપર્કમાં આવતા ભવ્યજીવો તેમના આશિષથી વીતરાગ સર્વજ્ઞભગવંત પ્રણીત ધર્મને પામનારા બન્યા છે. શ્રી નેમનાથ ભગવાન બાલબ્રહ્મચારી હતા. તેમના તરફ પૂજ્યશ્રીને વિશેષ ભક્તિ હતી. હૃદયમાં સ્થાન અને ભાવ નિરંતર રહ્યા કરતાં હતાં અને તેઓશ્રીના એ ઉત્કૃષ્ટભાવને કારણે જ કલ્યાણકભૂમિશ્રી ગિરનારજી પર સહસાવનમાં એક સુંદર જિનાલય બને અને ભવ્યજીવો તે તીર્થની સ્પર્શનાનો લાભ પામે તેવી તેમની ભાવના હતી. જે પૂજ્યશ્રીના સંકલ્પ અને આશીર્વાદ થકી પૂર્ણ થઇ.
સર્વજ્ઞકથિત - મુનિ અણગાર કે જેને ભાવલિંગી મુનિ કહી શકાય તેવા દર્શન તેઓશ્રીમાં થતાં હતાં. આવા મુનીશ્વરને અમારા કોટી કોટી વંદન...
www.jainelibrary.org