Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.
પૂજ્યશ્રીએ ઇ. સ. ૨૦૦૧ સુધીમાં ૩૦૧૦ ઉપવાસ, ૧૧, ૩Oથી વધુ આયંબિલો. ૧૩૫ દિવસમાં શ્રેણીતપની સાથે ૧૧૬ ઉપવાસ, ર૬0 દિવસમાં વર્ષીતપની સાથે ૨૦૮ ઉપવાસ, ૯૪ વર્ષની ઉંમરે ડોળી વગર અમદાવાદથી પાલીતાણાનો વિહાર, લાગલગાટ ૪૬OO આયંબિલ, જુનાગઢ-ગિરનારમાં દ૧મી વર્ધમાન તપની આયંબિલની ઓળીમાં સાત છä, બે અઠ્ઠમકર્યા. ૨૯ દિવસમાં ગિરનારતીર્થની ૯૯ યાત્રા કરી હતી. વર્ધમાન તપની ઓળીમાં છેલ્લે ચોવિહાર સાત ઉપવાસ સાથે અઢાઇ કરેલ, આવા તપમાં પણ જામકંડોરણાથી જુનાગઢ અંદાજિત ૫૦ કિ.મી. ડોળી વગર ઉગ્ર વિહાર કર્યો હતો.
તેઓશ્રીએ સંઘોની એકતા માટે ભેખ લીધો હતો અને જિંદગીભર આવી ઉગ્ર તપસ્યાઓ કરી હતી. આવા ઉગ્ર તપસ્વીઓ આવા કાળમાં પેદા થવા બહુ જ મુશ્કેલ છે. તેમની ચીરવિદાયથી શાસનને આ મહાન ઉગ્ર તપસ્વી મહાત્માની ન પૂરાય તેવી મોટી ખોટ પડી છે.
હિમાંશુસૂરીશ્વરજી મહારાજે અમારે કંઇ પણ ખપ નથી એમ કહી કોઈપણ વસ્તુ સ્વીકારવાની સ્પષ્ટ ના પાડી. પૂજ્યપાદ શ્રી નરરત્નસૂરીશ્વરજી મહારાજા માયાળુ હતા. તેમણે અમારા પ્રત્યેના પ્રેમભાવ અને અમારા આગ્રહથી પ્રેરાઇને રજોહરણ ઉપર ચોમાસામાં વીંટાળવા પોલીથીલીનની ફક્ત એક કોથળી આપવા કહ્યું. પૂ. ગુરુ મહારાજ બાજુમાં જ બેઠેલા હતા, તેમણે મુખ પર આછું. હાસ્ય લાવી પુજ્યપાદ નરરત્નસૂરીશ્વરજી મહારાજને ટકોર કરી ‘તને લોભ છૂટતો નથી.' આ શબ્દો ઘણા અસરકારક હતા. અમને તેમની ત્યાગભાવના ઉપર અહોભાવ થયો ! કેટલો નિસ્પૃહી આત્મા ....!
પૂજ્યશ્રીના પગલાથી પાવન થયા
| ધનપાલ કે. શાહ (વેરાવળ) મારા પિતાશ્રી કાંતિભાઇ પૂ. હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ના પરમભક્ત હતા. રોજ પ્રતિક્રમણ કરવા જતા અને રાત્રે પૂજ્યશ્રીની પાસે ધર્મચર્ચા કરતા. એક દિવસ મારા પિતાશ્રીએ પૂજયશ્રીને અમારા નિવાસસ્થાને પધારવા કહ્યું, પૂજ્યશ્રી સંયમના ખપી હતા, તેમણે સહજતાથી કહ્યું કે કાંતિભાઇ, તમારે ઘરે કોઇ તપશ્ચર્યા છે? કે કાંઇ ધાર્મિક પ્રસંગ છે? તો પધારવું યોગ્ય રહે, બાકી પધારવાનું કોઇ પ્રયોજન નથી.' | મારા પિતાશ્રી સરળ સ્વભાવના હતા, તેમને થયું કે સાહેબજીના પગલા તો કરાવવા જ છે. સંઘમાંથી ત્યારે સામુહિક અટ્ટમની જાહેરાત થઇ. મારા પિતાશ્રીએ અટ્ટમની તપશ્ચર્યા કરી અને પૂજ્યશ્રી ને ફરી ઘેર પધારવા વિનંતી કરી, પૂજ્યશ્રીએ પણ સહજ સંમતિ આપી. આ રીતે અમે અમારા ઘેર પૂજ્યશ્રીના પગલાં કરાવ્યા.
આવો હતો પૂજ્યશ્રીનો સંયમ અને તપનો પ્રેમ.. .
નિ:સ્પૃહી આત્મા
ચંદ્રકાન્ત જીવતલાલ શાહ-મુંબઇ અમો દર વર્ષે અમારા પ૦ માણસના કુટુંબ સાથે પાલીતાણા અષાઢ મહિનામાં જાત્રા કરવા જઇએ છીએ અને સાધુ-સાધ્વીને વહોરાવવા લાયક ચીજો પણ લઇ જઇએ છીએ, દરેક ધર્મશાળામાં ફરીને વહોરાવવાનો લાભ લઇએ છીએ. - પૂજય આચાર્યભગવંતશ્રીએ ચાતુર્માસ કરેલું એટલે તેમની સાથે પરિચય તો હતો. જ. તેઓ એક ધર્મશાળામાં પૂજ્યપાદ નરરત્નસૂરીશ્વરજી સાથે બિરાજમાન હતા. અમો અચાનક ત્યાં ઉપાશ્રયમાં જઈ ચઢ્યા અને અનાયાસે જુની ઓળખાણ તાજી થતાં અમે તેમને પૂરતી ચીજોનો લાભ આપવા વિનંતી કરી આગ્રહ પણ કર્યો પરંતુ શ્રી.
Die
૦૭ ૦૦
૧૫૦
Vain Education International