Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
પૂજ્ય દાદાગુરુ નામજેવા જ ગુણ હતાં. સંસારમાં હીરાભાઇ નામધરાવનારા દાદા કોહીનુર હીરા જેવા ઝળહળતા હતા. વળી સંયમજીવનમાં હિમાંશુસૂરીશ્વરજી કેવું નામ! હિમાંશુ =ચંદ્ર. ચંદ્ર જેવી સૌમ્યતા શીતળતાને ધરનારાદાદાના નામથી જ જાણે મનને શાંતિ મળતી.
પૂ. દાદા ગુરુના ગુણગાન ગાવા એ તો નાના મોંઢે મોટી વાત કરવા જેવું છે, તેમના ગુણોનું વર્ણન કોઇથી પણ થઇ શકે તેમનથી. તેમનામાં અઢળક ગુણો હતા. જે મુખેથી બોલી ન શકાય, વર્ણવી ન શકાય. - જ્યારે પૂ. દાદાગુરુ જાપમાં બેઠા હોય ત્યારે ગમે તેવી વ્યક્તિ વંદન કરવા, મળવા આવે પણ કોઇ સામે નજર પણ માંડતા નહીં. જાપમાં જ લીન રહેતા. ઉઘાડા માથે કોઇપણ બહેનોને વાસક્ષેપ નાખતા નહીં. પચ્ચખ્ખણ અંગે કે અન્ય શુભ ધાર્મિક કાર્ય અંગે મુહૂર્ત આપતા તેમાં એમની ખૂબજ સચોટતા રહેતી.
રાજકોટમાં મારા બનેવી રહે છે તેને પથરીનું ઓપરેશન કરાવવાનું હતું. દાદા કોઇને વાસક્ષેપ આપતા નહીં તેથી આપણે માંગી પણ ન શકીએ, પરંતુ જ્યારે શ્રાવકને રાજકોટ ઓપરેશન ટાઇમ જવું હતું. ત્યારે દાદાને વાત કરી કે સાઢુભાઇનું ઓપરેશન છે તેથી હું રાજકોટ જાઉં છું. તરત જ દાદાએ પોતાની રીતે જવાસક્ષેપ આપ્યો. મારા બનેવીની તબીયત તો સારી થઇ ગઇ અને પોતાની આરાધના સાથે કામમાં પણ લાગી ગયા. આવા તો ચમત્કાર ઘણા નજરે જોયા છે. તેઓ બોલતા નહી, પરંતુ અમી ભરેલી નજરથી નિહાળતા વાત્સલ્યભરી દૃષ્ટિથી જોતા તેથી ઘણું કામ થઇ જતું.
અમારા કુટુંબ ઉપર તો દાદાનો ઘણો જ ઉપકાર છે. મારા પુત્ર ભાવીનને ધર્મનું બહુ રુચતુ નહીં, સામાન્ય ધર્મ કરે. પણ દાદાના દર્શન જૂનાગઢ થયા પછી એના જીવનમાં જબ્બર પરિવર્તન આવી ગયું, અને તે તો દાદાના સાંનિધ્યમાં રહેવા લાગ્યો ને દાદાના છેલ્લા ટાઇમસુધી સાથે જ રહ્યો. છેલ્લે સમયે સાહેબજી કાળધર્મ પામ્યા ત્યારે એક હાથ હેમવલ્લભવિજયજી મહારાજસાહેબના હાથમાં અને એક હાથ ભાવીનનાં હાથમાં હતો. મહારાજસાહેબ સૌને ‘અરિહંત’ ‘અરિહંત’ બોલાવતા હતા નેમનાથદાદાનું રટણ કરાવતા હતા. દાદા પોતે પણ નેમનાથ દાદાનું રટણ કરતાં હતા. ધીમે ધીમે હૃદયના ધબકારા મંદ પડતા ગયા અને દાદા નશ્વર દેહને છોડીને અનંતના માર્ગે ચાલ્યા ગયા.
હંસલો ઉડી ગયો .... પિંજર પડી રહ્યું.
તેલ ખૂટી ગયું... દીપક બૂઝાઇ ગયો
| તાર તૂટી ગયો.... વીણા બેસૂરી બની. અમારા પરમ ઉપકારી પૂજ્યશ્રીની માસિક પુણ્યતિથિએ ઘરની ચાર વ્યક્તિઓ ઉપવાસ કરીએ છીએ અને યાત્રાર્થે સહસાવન જવાનું થાય છે પણ પૂજ્યશ્રીની ગેરહાજરી અમને અત્યંતવિહ્વળ બનાવી દે છે. ગુરુદેવ જયાં હો ત્યાંથી અમારા ઉપર સતત કૃપાવૃષ્ટિ કરતા રહેશો.
પૂજયશ્રી અનેક ગુણોના રત્નાકર હતા...
www.sainelibrary.org