Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
પ્રમાણે પૂ. તપસ્વી મ.સા. પાસે તે દિવસે અટ્ટમનું પચ્ચખ્ખણ લીધું. પરમાત્માના દરબારમાંથી બહાર આવીને મારા દાદાએ પૂ. તપસ્વી મહારાજને આનંદવિભોર બનીને પૂછયું કે, “સાહેબ અમે ગઇકાલે સાંજે પાલિતાણામાં આપની તપાસ કરી તો જાણવા મળ્યું કે આપ તો કદમ્બગિરિની યાત્રાર્થે વિહાર કરી ગયા છો, તો અહીંયા ક્યાંથી ? ગઇકાલની આખી રાત મેં તો આપ નહીં મળો તેના વિચારમાં બહુ જ અજંપામાં વિતાવી.” ત્યારે પૂ. તપસ્વી મહારાજે કહ્યું કે ‘તમારા આત્માએ જ મને પાલિતાણાની જાત્રા કરવા પ્રેર્યો. મેં રોહીશાળાથી પાલિતાણાની જાત્રા કરવાની ઘણી વખત ઇચ્છા હોવા છતાં સંજોગોવશાત કરી નથી. આજે સવારે પ્રતિક્રમણ કરીને થયું કે જો થઇ જાય તો આજે પાલિતાણાની જાત્રા કરીએ. બધા મહાત્માઓએ હા પાડી એટલે અમે જાત્રા કરવા ચાલી નીકળ્યા. અને તમારે અઠ્ઠમના પચ્ચખાણ લેવાના છે તે તીવ્રભાવનાએ જ અમને પાલિતાણાની જાત્રા કરવા પ્રેર્યા હોય તેવું લાગે છે.” પછી ત્રણેય દિવસ મેં મારા દાદા સાથે ચાલીને જાત્રા કરી પણ પછી પૂ. તપસ્વીમહારાજનાં દર્શન દાદાના દરબારમાં કે ગિરિરાજ ઉપર ક્યાંય ન થયા.’’ ત્યારબાદ અટ્ટમનું પારણું કર્યું. પાંચમા દિવસે પાછા અમે જાત્રા કરવા ચાલીને ઉપર ચઢ્યા. | પ્રભુની પૂજા સેવા કર્યા પછી મારા દાદાએ પહેલા દિવસની માફક જ કહ્યું કે ‘પ્રીતમમારે આજે છઠ્ઠ કરવાની ભાવના છે. ભાવના તો ઘણી છે કે એ દિવસની જેમઆજે પૂ. તપસ્વી મ.સા. મળી જાય તો પચ્ચખ્ખાણ એમની પાસે જ લઉં. પણ દરેક વખતે ભાવના ફળે ઓછી? તેથી ચાલ આપણે દાદાના દરબારમાં જઇએ. અને ત્યાં જે કોઇ મુનિભગવંત હોય તેમની પાસેથી હું છઠ્ઠનું પચ્ચખ્ખાણ લઉં,’ અમે ૧૨-૩૦ વાગે દાદાના દરબારમાં પ્રવેશ્યા, તો એજ જગ્યાએ પૂ. તપસ્વી મ.સા. તથા પૂ. નરરત્નસૂરીશ્વરજી મ.સા. એજ આલાપથી સ્તવન ગાઇ રહ્યા હતા. અમે બન્ને તો આભા જ, બની ગયા ! ! મને તો સ્વપ્ન પણ ખ્યાલ નહીં કે પૂ. તપસ્વી મ.સા પાસેથી મારા દાદાને છટ્ટનું પચ્ચખાણ મળશે, પણ તે દિવસે પણ છઠ્ઠનું પચ્ચખાણ પૂ. તપસ્વી મ. સાહેબે જે આપ્યું.
પૂ. તપસ્વી મ. સાહેબે વાત કરી કે આજની જાત્રા તો અગમઇચ્છાએ જ મને કરાવી હોય તેવું લાગે છે. બન્યું એવું કે તમને અટ્ટમના પચ્ચક્ખાણ આપી અમે જાત્રા કરી રોહીશાળા પહોંચ્યા ત્યારે એક શ્રાવક કહે સાહેબ મારે તો તમારી સાથે જ અહીંથી ચાલીને પાલિતાણાની જાત્રા કરવાની ભાવના હતી, પણ હું તો આપ જાત્રા કરવા ગયા તે દિવસે બહારગામથી રાત્રે આવ્યો પછી મારો જીવ ખૂબજ બળ્યો. હવે ગમે તેમકરો પણ મારે તમારી સાથે જાત્રા કરવી છે, તેણે ખરેખરી જીદ પકડી એટલું જ નહિં, પણ જ્યાં સુધી હું તેની સાથે ચાલીને પાલિતાણાની જાત્રા ન કરું ત્યાં સુધી ચોવિહારા ઉપવાસ કરવાનું તેણે મનોમન નક્કી કરેલું તેની મને પછીથી ખબર પડેલી. આજે તેને ચોથો ચોવિહારો ઉપવાસ છે, તેથી ખૂબ જ અશક્તિ આવી જવાથી તેના મિત્રો સાથે રામપોળે આરામકરે છે. આ સાંભળી મારા દાદાએ પૂ. તપસ્વી મ.સા ને કહ્યું કે બહુ સારું થયું મારી ભાવના હતી તે પરમાત્માએ પૂરી કરી.
હવે આઠમા દિવસે પાછા અમે ચાલીને ગિરિરાજની જાત્રા કરી. પહેલાની જેમજ શરૂઆતની જેમજ પ્રભુની પૂજા-સેવા કર્યા પછી મારા દાદા મને કહે કે “પ્રીતમ બે વખત તો પૂ. તપસ્વી મહારાજ સાહેબે મને સ્વમુખેથી પચ્ચખાણ આપ્યા. પણ આજે મારે છેલ્લો એક ઉપવાસ કરવાની
૬૪૦
Education International
e