Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ભાવના છે. ગઈ કાલે આખી રાત પૂ. તપસ્વી મહારાજ સાહેબ દાદાના દરબારમાં મળી જાય તો એક ઉપવાસનું પચ્ચખાણ છેલ્લે છેલ્લે તેમની પાસેથી લઇ લઉ. તેવી ભાવનાઓ ભાવી છે. ચાલ, દાદાના દરબારમાં જઇએ.” અમે બન્ને દાદાના દરબારમાં પહેલાની જેમગયા અને ખરેખર મારા આશ્ચર્યની વચ્ચે પૂ. તપસ્વી મ.સા. અને પૂ. નરરત્નસૂરીશ્વરજી મ.સા.ને દાદાની સામે સ્તવનમાં લીન બનેલા નિહાળ્યા. અમને બન્ને ને પૂ. તપસ્વીમહારાજ મળવાથી આંખમાં હર્ષોલ્લાસનાં આંસુ આવી ગયા. જાત્રા સફળ - સફળ થઇ ગઇ...!! પૂ. તપસ્વી મ. સાહેબે સ્વમુખે મારા દાદાને એક ઉપવાસનું પચ્ચખાણ આપ્યું, પરમાત્માના દરબારમાંથી બહાર આવીને મારા દાદાએ પૂ. તપસ્વી મ. સાહેબને પૂછ્યું કે સાહેબ, આપ જરૂર જરૂર મળશો જ એવી મારા હૃદયમાં ઊંડે ઊંડે શ્રધ્ધા હતી જ. આપ મળી ગયા તેથી મને જંપવળ્યો.
પૂ. તપસ્વી મ. સાહેબ ભંડારીયા રોકાઇને પછીના દિવસે કદંબગિરિ તરફ વિહાર કરવાના હતા. અમે ભંડારીયા ગામે તેમને દર્શન-વંદન કરવા ગયા. ત્યાં દેરાસરજીમાં સેવાપૂજા કરી. પૂ. તપસ્વી મહારાજ સાહેબ તથા પૂ. નરરત્નસૂરિ મ.સાહેબ સાથે સાંજે પ્રતિક્રમણ કરી બીજે દિવસે ભંડારીયામાં શ્રાવકના ઘર દીઠ થાળીને સાકરની પ્રભાવના કરી અને ધંધુકા આવવા સવારે નીકળ્યા, ત્યારે પૂ. તપસ્વી મ.સાહેબે મુનિભગવંતો સાથે કદંબગિરિ તરફ વિહાર કર્યો.
મારા દાદાની જેમ ઘણાને પૂ. તપસ્વી મહારાજ સાહેબની આત્મીયતા તો હતી જ. પૂ. તપસ્વી મ. સાહેબને આપણે બધા અંત:કરણથી પૂજ્યભાવથી યાદ કરીશું તો હજુ પણ તપસ્વીમહારાજ હાજરાહજુર છે, હતા અને રહેશે.
આયંબિલનો ચમછાર !
વિરેન્દ્ર શાહ (અમદાવાદ) વયોવૃદ્ધ, મહાતપસ્વી, ઉત્તમોત્તમસંયમધર મહાપુરુષ, પરમપૂજય આચાર્ય ભગવંત શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મ. સાહેબનો અમારા કુટુંબ ઉપર ભારેમાં ભારે ઉપકાર રહ્યો છે. એમના માટે જેટલાં પણ ગુણાનુવાદ કરીએ તે અલ્પ જ છે. વિ. સં. ૨૦૫૫ના ભવ્ય ચાતુર્માસમાં તેઓશ્રી એમના વતન માણેકપુરમાં બિરાજમાન હતા. અખંડસ્વરૂપે એમનાં આયંબિલતપ ચાલુ જ હતા. ૨૦૫૫ની આસો માસની શાશ્વતી ઓળીમાં આયંબિલ, જપ, તપ, ધ્યાન, વિધિવિધાન-પૂજા આદિમાં લાભ મળ્યો હતો.
તેઓશ્રીએ મને આયંબિલ કરવાની પ્રેરણા આપી હતી. અગાઉ મારાથી એક પણ આયંબિલ થઇ શકતું ન હતું પરંતુ પૂજ્યશ્રીની આજ્ઞાથી અતિ ઉત્સાહપૂર્વક આયંબિલની ઓળી થઇ હતી. તેઓશ્રીને નિયમિત રીતે શ્રીપાળ-મયણા સુંદરીનો રાસ ધર્મશારાની ઓરીજીનલ પ્રતમાંથી વાંચીને, તેનો ગુજરાતી અનુવાદ કરી ધર્મધ્યાન શીખવતાં નિહાળવાં, અનુભવવાં એ જીવનનો મહાન લ્હાવો હતો.
સં. ૨૦૬Oમાં મારી નવપદજીની ઓળી નવ ગુણ્યા નવ એક્યાસી આયંબિલ સાથે પૂર્ણ થઇ છે. હજુ પણ દર મહિને એક-બે આયંબિલ ચાલુ જ છે. એ એમની અણમોલ કૃપા જ છે.
૧૪૧
www.jainelibrary.org