Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
સાહેબે મારા માથે હાથ મૂકીને કહ્યું કે "મેં તારો હાથ ઝાલ્યો છે, તે મારો નહીં." આટલું કહેતા મારા શરીરના રોમેરોમમાં જાણે વિદ્યુત પ્રવાહ પસાર થયો હોય એવું લાગ્યુ. આનંદના ઉછાળા સાથે આંખોમાંથી ગુરુ મળ્યાના હર્ષના આંસુ વહેવા લાગ્યા. આ છે ગુરુનો પ્રેમઅને ઉપકાર ! આવા પરમાત્માસ્વરૂપ ગુરુદેવ મળવા ખરેખર દુર્લભ છે.
સાહેબજી જ્યારે જ્યારે સવારે કે રાત્રીનાં પૂછે કે મહેન્દ્ર આવ્યો હતો? તો ત્યારે જ મને સંકેત મળી જતો, અને તુરત જ સાહેબને મળવા-વંદન કરવા તાલાવેલી થતા જૂનાગઢ રવાના થતા, પહોંચતાની સાથે જ નાના સાહેબ મને કહેતા કે સવારે જ સાહેબ તમોને યાદ કરતા હતા. આવો હતો તેમનો મારા પ્રત્યેનો પ્રેમ....
જૂનાગઢ-પાલિતાણા પદસંઘમાં હું સાહેબ સાથે ચાલતો હતો. સાહેબજીએ પછ્યું “આગળ સફેદ શું દેખાય છે? ’’ મેં કહ્યું કોઇક સાધ્વીજી મ.સા. બેઠા હોય તેવું લાગે છે અડધો કી.મી. ચાલ્યા પછી તે સાધ્વીજીભગવંત પાસે પહોંચ્યા, જે સાધ્વીજી મ. સા. બેઠેલા હતા તેમની સાથેના એક સાધ્વીજી મ.સાહેબે આવીને સાહેબને કહ્યું કે “આ સાધ્વીજી મ.સા.ની તબિયત બરાબર નથી, ખૂબ ઉલ્ટી થાય છે, એક ડગલું પણ ભરી શકે તેમનથી. વળી નવ ઉપવાસનાં પચ્ચક્ખાણ કર્યા છે સાહેબ કાંઇક કરો."
સાહેબે મને બોલાવીને આસન પાથરવાનું કહ્યું. સાહેબ આસન પર બેઠા. બે-ત્રણ મિનિટ પછી સાહેબે પેલા બિમાર સાધ્વીજી મ.સા.ને બોલાવ્યા. તે સાધ્વીજી મ. સા. માંડ માંડ ઉઠીને સાહેબ પાસે આવ્યા. પછી વાસક્ષેપ નાંખી આશીર્વાદ આપ્યા. એજ ક્ષણે સાધ્વીજી મ.સા. ધીમે ધીમે ચાલવા માટે મહેનત કરવા લાગ્યા, ને ગાડી ઉપડી કિ.મી. સુધી કોઇ ફરિયાદ ન હતી, વળી નવ ઉપવાસ પૂરા થાય ત્યાં સુધી પણ કોઇ ફરિયાદ ન રહી. આ હતો સાહેબનાં વાસક્ષેપનો પ્રભાવ ! સાહેબ તો સિદ્ધવચની હતા માત્ર દૃષ્ટિ પડે ને જીવને સંકટમાંથી મુક્ત કરાવી દેતા.
જીવયા પ્રેમી પૂજ્યશ્રી
શાહ પ્રવિણચંદ્ર બાબુલાલ પૂજ્યશ્રી સાંજના સમયે પાલીતાણા-ધર્મશાળામાં દશેક શ્રાવકની હાજરીમાં બેઠા હતા, ત્યારે તેમને કમરમાં ખૂબજ દુઃખાવો થતો હતો. ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા.
પૂજ્યશ્રીએ ડોક્ટરને કહ્યું કે, “અમને ખપે તેવી દવા આપજો.’ ડોક્ટરે કહ્યું કે, “દવા નથી પરંતુ આ નાનું પેન જેટલું ઈલેક્ટ્રીક સાધન છે, તેના શેકથી દુખાવો બંધ થઇ જશે.” ત્યારે પૂજ્યશ્રીએ ડોટરને પૂછ્યું કે, “આમાં અગ્નિ આવતી હશે ને ’ ડોકટરે કહ્યું કે, “ખૂબજ ઓછી આવે છે, ઈલેક્ટ્રીસીટી વપરાતી નથી નાના પાવર છે.’ પૂજ્યશ્રીએ કહ્યું કે, “ આમાં તો અગ્નિકાયના જીવોની હિંસા થાય છે. બીજા જીવોની હિંસા કરીને મારે મારી કાયાનું સુખ નથી જોઇતું. આ સાધન મારા ઉપયોગમાં નહી આવી શકે.” ત્યારે ડોક્ટરે તથા શ્રાવકોએ ખૂબજ સમજાવ્યા છતાં પૂજ્યશ્રી એકના બે ન થયા. આખી રાત દુઃખાવો સહન કર્યો છતાં તેમણે તે સાધનનો ઉપયોગ ન કર્યો તે ન જ કર્યો.
"
આવો ઉમદા હતો પૂજ્યશ્રીનો જીવદયા પ્રેમ.
Jan Education international
For Private & Personal Use Only
૧૪૩