Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
સમય થઇ ગયો હોવાથી તેઓ તુરત જ પ્રતિક્રમણ કરવા બેસી ગયા. પ્રતિક્રમણ બાદ અમો સાહેબ પાસે ત્રિકાળ વંદન કરવા ગયા ત્યારે તેઓશ્રી કાંટો કાઢતા હતા, આચાર્યદેવશ્રીની અદ્ભુત સહનશક્તિ જોઇ મારું મસ્તક ઝૂકી ગયું. તેઓશ્રીના વિચારમાં ગરકાવ થઇ ગયો. ચોથા આરાના મહાત્મા બંધક મુનિ જેવું જીવન આ કાળમાં જોવા મળ્યું!
# મારે ત્યાં ચાતુર્માસ પરિવર્તન હતું, ત્યારબાદ ગામમાં આશરે પંદર દિવસ રોકાયા હતા. ગોચરી વહોરવા આવે ત્યારે બધી બરાબર ચકાસણી કરતા, ક્યાંક આધાકર્મી ગોચરી વહોરી ન લેવાય તેની સંપૂર્ણ જાગૃતિ રાખતા. આવા અદ્ભુત ત્યાગી તપસ્વી એવા ગુરુભગવંતશ્રીની વિદાયથી સમગ્ર જૈનસમાજને તેઓશ્રીની ખોટ પડી છે. આજીવન સંઘની એકતા માટે ઝઝુમનાર, શાસનને પોતાનું જીવન સમર્પિત કરનાર પૂજયશ્રીને ધન્ય છે. પરમકૃપાળુ પરમાત્મા તેઓશ્રીના આત્માને મોક્ષ સુખ આપે તેવી પ્રાર્થના સાથે વિરમું છુ.
અમારા પૂજ્ય II ગુરુજીને લાવો ગોતી......!
જીગ્નેશ દિનેશચંદ્ર શેઠ (જુનાગઢ) પૂજ્યપાદ હિમાંશુસૂરીશ્વરજી મ.સા.નું નામજગતમાં ખૂબજ યાદગાર હતું. તેમના સંસારી નામઅને દીક્ષા જીવનમાં નામમાં જ ખૂબ સામર્થ્ય રહેલું હતું. સંસારી નામહીરાભાઇ એટલે હીરા જેવું જ ઝગમગતું હતું.
પૂજયશ્રીના વચનો અત્યંત માર્મિક હતા. એક વખતની વાત છે દાદાએ છેલ્લું ચાતુર્માસ ગિરનાર જય તળેટીમાં કર્યું તે પહેલા જુનાગઢ ગામમાં હતા. તે વખતે ત્યાં છ'રી પાલિત સંઘ આવતો હતો, ત્યારે સંઘને દાદાએ કહેવડાવ્યું કે “તમારો પ્રવેશ સમય બરાબર નથી તેથી એક દિવસ પછી પ્રવેશ કરજો.’’ પણ આ વાત તે સંઘના અગ્રણીઓને યોગ્ય ન લાગી. તેમણે તો પ્રવેશનો જે સમય હતો તે જ સમય રાખ્યો. અચાનક જ જૂનાગઢ ગામમાં કરફયુ લાદી દેવામાં આવ્યો અને ગામમાં એકાએક સન્નાટો છવાઇ ગયો. કોઇને પણ રસ્તા ઉપરથી પસાર ન થવાનો હુકમ કરવામાં આવ્યો. કલેક્ટરને બધી વાત સમજાવતાં તેમણે સંઘને આવવાની હા પાડી પણ જૂનાગઢ સુધી પગપાળા આવનાર સંઘને ગિરનારમાં પ્રવેશ માટે વાહનનો ઉપયોગ કરવો પડ્યો હતો. છતાં પણ તેમની ઉપર ભયનું વાતાવરણ સર્જાયું હતું. સાધુ-સાધ્વી મ.સા.ને ફરતે પોલીસ કોર્ડન બનાવી ઉપાશ્રય સુધી પહોંચાડ્યા હતા.
ગિરનાર તીર્થની છઠ્ઠું કરીને સાત યાત્રા અઘરી ગણાય પણ સાહેબનું મુહૂર્ત અને સાહેબના નામસ્મરણથી અઘરી યાત્રા પણ સરળ બની જતી. અમે પણ થોડા અંધારામાં સહસાવનનાં વિકટ રસ્તામાં જતા, એમની કૃપાથી એક કૂતરો સહાયક બન્યો. એકવાર ગિરનારની પ્રદક્ષિણામાં પણ એક કૂતરો આગળ-પાછળ રહેતો અને તળેટીએ પહોંચ્યા તો કૂતરો ગાયબ.
જે કોઇ પણ પ્રશ્ન આપણને મુંઝવતો હોય તે પ્રશ્નના નિવારણ માટે આપણે દાદા પાસે જઇએ અને જઇને વંદન કરીએ એટલી વારમાં તો