Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
ગુણદાળાના
ડીપાર્ટમેન્ટલ સ્ટોર
"ગુરુવર આપની તપોમય કાયા, કમનશીબે ગુમાવી આપની છાયા ;
टूर रह्या पाश राज भाया, ન છોડું કદિયે ગુરુવર પાયા....
પી.
સી. વીર્ય નીકળી
જગતમાં ‘મા’ તુલ્ય વહાલું કોઇ તત્વ નથી, ‘મા’ ની મમતા! ‘મા’નું વાત્સલ્ય ! ‘મા’નો નિસ્વાર્થપ્રેમ ! ‘મા’ની ઉદારતા, ‘મા’ના હૃદયની વિશાળતા ! વગેરે પહેલી નજરે અતુલ જણાય, પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રમાં તેનાથી પણ બીજી એક વ્યક્તિ છે “ગુરુ મા” જેની તુલનામાં અપેક્ષાએ ‘મા’ પણ એક ડગ પાછળ રહી જાય ! ગુરુતત્વની પાસે ‘મા’ તત્વ વામણું બની જાય છે. કારણ મા તો ઇહલોક સંબંધી સુખ આપી શકે છે જયારે ગુરુ તો આંગળી પકડી આપણને ઠેઠ મોક્ષપર્યત પહોંચાડવા માટે સમર્થ છે. ગુરુ એકવાર આંગળી પકડે એટલે તે સંયમબાળ જન્મ્યો હોય ત્યારથી કાળધર્મ સુધી સતત તેની કેળવણી-કાળજી કરતાં રહે અને કાળધર્મ બાદ બદલાતા પર્યાય પણ જો ગુરાતત્ત્વની આરાધનાના સંસ્કારો દૃઢ કરવામાં આવ્યા હોય તો તે આપણને શાશ્વતસુખના ભોક્તા બનવામાં સહાયક બને છે. | આવા ગુરુવર તપસ્વીસમ્રાટ પ.પૂ. આ.હિમાંશુસૂરીશ્વરજી મહારાજ સાહેબના ગુણોનું અંશાત્મક વર્ણન પણ કરી શકાય તો ધન્ય બની જવાય ! | જગતના જીવોને કોઇને કોઇ ચીજો વહાલી હોય છે તેમ ગુરુવરને પણ
એક ચીજ વહાલી હતી. તે હતી ‘જિનાજ્ઞા’ પ્રાણના ભોગે પણ જિનાજ્ઞાને કોઇ આંચ ન આવે તેવા પ્રકારની પૂજ્યશ્રીની જીવનચર્યા હતી, સંયમપાલનની ઝીણામાં ઝીણી બાબતોમાં સતત ઝીણવટપૂર્વક કાળજી રાખતાં હતાં. સંયમજીવનની પ્રાપ્તિના દિવસની જ કર્મરાજા સામે મહાયુદ્ધની નોબત વગાડીને રાણશીંગા ફંક્યા હતા. પાંચમા આરાના બકુશકુશીલ ચારિત્રધર આત્માઓ ને જાણે સીમંધરસ્વામીએ ચોથાઆરાના સાધુનું સેમ્પલ જેવા મહાવિદેહક્ષેત્રથી અહીં ન મોકલ્યા હોય ! તેવું લાગે.
| પૂજ્યપાદશ્રીની એક એક ક્રિયામાંથી જિનાજ્ઞાની સોડમ મહેંકતી હતી. એમના ઉપકરણો સાવ સાદા! કોઇ ઠઠારો -દેખાદેખી નહીં! નિર્દોષ મળે તે વાપરવાનું! ન તો ગોચરીની કોઇ પસંદગી કે ન તો ગોચરીની કોઇ પ્રશંસા !
વિહાર દરમ્યાન અજેનોના ઘરના જાડા-લૂખા રોટલા અને પાણીથી ચલાવી લે, પરંતુ દોષિત આહાર દ્વારા પોતાના દેહને અભડાવવાતો જરાપણ તૈયાર થાય નહીં, આહારસંજ્ઞા ઉપર ખૂબ જ કાબુ હતો તેથી જ હંમેશા કહેતા ‘‘આ શરીરતો આપણું દુશ્મન છે તેણે જ આપણને ભવોભવ ભમાડવામાં સહાય કરી છે હવે જ્યારે તે આત્માને ચોંટયું જ છે તો તેને કામચલાઉ ભાડું આપી આપણા આત્માનું કામ કઢાવી લેવાનું છે.' દેવ-ગુરુકૃપા-ભક્તિથી શરીર પણ તેમનું કહ્યાગરું બનીને સદા સાથ આપવા કટીબદ્ધ રહેતું હતું.
શાસ્ત્રકારો તો ફરમાવે છે કે સૂરિગવંત જિનશાસનના રાજાના સ્થાને છે તેથી તેઓશ્રીનું તથા પ્રકાર બહુમાન-ઔચિત્ય કરવું, તેઓ થકી ઘણી શાસનપ્રભાવના થતી હોય છે. જ્યારે આ મહાત્માતો ફકીરબાબા જેવા સાવ ખાખી બંગાળી, અલ્પ પરિગ્રહી ! સદા અપ્રમત્તતાના સ્વામી ! સાક્ષાત્ સંયમમૂર્તિ !
તારક તીર્થકર વીરપ્રભુના ધોરાતિઘોર તપને દૃષ્ટિપથપર લાવીએ ત્યારે તેમના તપના એક અલ્પક્ષુલ્લક અંશ જેવા તપની ઝાંખી આ મહાપુરુષના તપમય જીવનમાં દષ્ટિપાત થઇ રહી હતી. પૂજ્યશ્રી તપ કરતાં હતાં એવું કહેવાને બદલે વર્તમાનકાળની અપેક્ષાએ તો તેઓશ્રી તપોમૂર્તિ હતા એમ કહેવું વધુ ઉચિત જણાય છે. તેમણે કરેલા તપ જો આપણે સામૂહિક ભેગા મળીને પણ કરાવવાનો વિચાર કરીએ તો પણ આપણને આરાધકો ઓછા પડે અને આપણે તે તપ સામૂહિક રીતે પણ પૂરો કરવા અસમર્થ બની જઈએ ! - જિનેશ્વર પરમાત્માના જિનાલયમાં પૂજ્યશ્રીને ભક્તિ કરતાં જોઇએ ત્યારે સતત એમ જ થયા કરે કે કોને જોવા ?
વીતરાગી પ્રભુને ? કે વિરાગી (વિશિષ્ટ રાગી) પ્રભુભક્તને ? શું પ્રભુ સાથે પ્રીત બંધાઇ હશે ? બસ ! ભક્તિ કરતાં કરતાં પરમાત્મામાં લીન-વિલીન અને અંતે અન્તર્લીન થઇ જતા અને કલાકો વીતી જાય તો ખ્યાલ પણ ન રહે ! અરે ! ગોચરી આવીને પડી હોય તો પણ કોઇ ચિંતા ન હોય ! જાણે કે દેહ –આત્માના ભેદજ્ઞાનનો સાક્ષાત્ અનુભવ ન કરતાં હોય ! તેવું લાગતું હતું.
rag