Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
જગતની અંદર જન્મ અને મરણ એ સનાતન છે પરંતુ જે આત્મા જન્મી જાણે ! જીવી જાણે ! અને જીવ્યા પછી જેનો જયજયકાર થઇ જાય! એવા કરુણામૂર્તિ, વિશ્રવાત્સલ, રૈવતગિરિતીર્થ જેમનાં રગેરગમાં રહેલું હતું એવા પરમપૂજ્ય, આ. ભ. શ્રી હિમાંશુ સૂરીશ્વરજી મ.સા. ના. જીવન વિષે હું શું લખું?
અમે ગિરનાર યાત્રા કરવા ગયા હતાં ત્યારે ખબર પડી કે પૂ. આ. ભ. બાપ
અમારો આત્મરૂપી મયુર નાચી ઉઠ્યો કે ધન્ય ઘડી ગિરનાર તીર્થની પ્રદક્ષિણા શસહિતચિંતક
ધન્ય ઘડી આવો મહાન લાભ મલશે અને અમે ગયા, પૂ. સાહેબજીને જોયા ન હતાં પરંતુ દર્શન થતાં આત્મા આનંદલહેરોમાં ખુબ રમતો રહ્યો કે આવા મહાન વિભૂતિના દર્શન મહાન પુણ્યથી મલ્યા, ને પરિક્રમામાં ગયાં, તો દિવસ ઉદય થયો ત્યારે તો એ મહાત્માએ પડિલેહણ કર્યા. પછી વિધિ પતાવીને ચાલતા હતાં પરંતુ ત્યાં પાંચમી ટુંક દેખાઇ કે તરત દેવવંદન કરવા લાગ્યા શું પ્રભુભક્તિ! શું સંયમજીવન! જોઇને આંખો ઠરી જાય.
બીજીવાર સિદ્ધગિરિમાં સાહેબજીના દર્શન થયા. ત્યારે નાના સાધ્વી વારિષણાશ્રીજી આયંબિલ કરી શકતા નહિ. સાહેબજીને વાત કરી. તો કીધું, શું ન થાય ? આયંબિલ થઇ જાશે, ને વાસક્ષેપ આપ્યો ત્યારથી આયંબિલ સારા થઇ શકે છે. આવાઝ્મહાન તપસ્વી વચનસિધ્ધ આત્મા! ધન્ય છે એ મહાત્માને જ્યાં હો
ત્યાંથી આશિષ આપશોજી.
Jain Education International
11
શાસનહિતચિંતક પૂજયશ્ન...
મુનિ જયાનંદવિજયજી (ખ્રિસ્તુતિક)
તપસ્વીસમ્રાટ આચાર્યદેવશ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજના પુનિતદર્શન જ આત્માને આનંદ આપનારા હતાં. સિદ્ધગિરિમાં આચાર્યદેવશ્રીના દર્શન-વંદનનો લાભ મને ઘણીવાર મલ્યો.
પૂ. આચાર્યભગવંતના હૃદયમાં શાસનની ઐક્યતાના જે ભાવો હતા એ ભાવોને વર્તમાનના જૈનસંઘે જો ઓળખ્યા હોત ! તો આજે જે અનૈક્યતાની પ્રવૃતિ રહી છે તે નરહી હોત !
શાસનની ઐક્યતા માટે આચાર્યદેવે આયંબિલની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી. તેઓશ્રીના ઘોરતપના પ્રભાવે સિદ્ધગિરિથી રૈવતગિરિના લગભગ ૨૧૦ થી અધિક યાત્રિકોના આયંબિલતપ પૂર્વકના છ’રી પાલિત સંઘનું આયોજન કરવામાં આવેલ હતું જે ઇતિહાસના સુવર્ણપાને નોંધનીય છે.
શાસનહિતચિંતક પૂજ્યશ્રીને કોટી કોટી વંદન.