Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
સંયમમૂર્તિ,
આચાર્યદેવ
પ.પૂ.આ. સુબોધસાગરસૂરિ મ. સા. પ.પૂ.આ. મનોહરકીર્તિસાગરસૂરિ મ. સા.
મગધાધિપતિશ્રી શ્રેણિક મહારાજાએ પ્રભુ મહાવીરને જિજ્ઞાસા ભાવે પૂછ્યું: ભગવન્ ! ચૌદ હજાર સાધુઓમાં ઉત્કૃષ્ટ આરાધક અણગાર કોણ છે?
પ્રભુ મહાવીરે કહ્યું : ધન્નો આગગાર ઉત્કૃષ્ટ આરાધક અણગાર છે.
“અરિહંત પરમાત્મા ઉત્કૃષ્ટ પરમાર્થભાવની મૂર્તિ છે.'' “સિધ્ધ પરમાત્મા સ્વભાવ રમણતાની મૂર્તિ છે.” ‘‘આચાર્ય મહારાજા આચારની મૂર્તિ છે.’’
..
સાધુ મહારાજ સંયમની મૂર્તિ છે.’’
પૂજ્યપાદ તપસ્વી સમ્રાટ આચાર્ય શ્રીમદ્વિજય હિમાંશુસૂરીશ્વરજી મહારાજા વર્તમાન સમયમાં પરમાત્મા શ્રી મહાવીરસ્વામી ભગવાનના શાસનમાં અજોડ અદ્વિતીય ઉત્કૃષ્ટ આરાધક સંયમી આત્મા હતા.
“અપ્રમત્તતા-અકિંચનતા-નિરીહતા-નિઃસ્પૃહતાનિર્મળતા-નિર્દેભતા'' આદિ અનેક આધ્યાત્મિક ગુણોના ‘‘સ્વામી’’ હતા.
‘“તપ’’ ગુણ તેમના સંયમ જીવનનો ‘‘પર્યાય’’ બની ગયો હતો. તેમના સંયમપૂત’” આત્માને અંતરના કોટી કોટી વંદન...
Qucation international ૧૨૨
તપસ્વી મૂર્ધન્ય
આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. ની સુવાસ
- પ.પૂ. આ. પદ્મસાગર સુ.મ.સા.
શાસનપ્રભાવક મહાતપસ્વી આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મહારાજ વર્તમાન જૈનસંઘની એકતાના પ્રખર હિમાયતી એક મહાન આચાર્ય હતા. તેઓના સંયમ જીવનની સુવાસ દૂર સુદૂર સુધી પ્રસરેલી હતી. વર્તમાન સમયમાં સંયમની ઉત્કટ આરાધના કરવામાં તેઓશ્રી હંમેશા જાગૃતિ રાખતા હતા. તેમની શાસન પ્રત્યેની વફાદારી અજોડ હતી, તે જે કોઇ પણ તેમના પરિચયમાં આવતા તેમને સહજપણે જણાઇ આવતી હતી.
તેઓશ્રીનો રસનેન્દ્રિયપર જબરો વિજય હતો. વર્ધમાન આયંબિલ તપના તેઓ ઉત્કૃષ્ટ આરાધક હતા. તેઓના પરિચયમાં આવનારને પણ સંયમની પ્રેરણા મળતી હતી. આરાધનાઓ સાથે સાથે શાસનપ્રભાવનાના કાર્યો પણ તેમના હાથે થવા પામ્યા હતા. ગિરનાર તીર્થમંડન શ્રી નેમિનાથભગવાનની પવિત્રતીર્થસ્થળી સહસાવનનો તેઓએ જિણોદ્ધાર કરાવેલ તે કાર્ય પણ કષ્ટસાધ્ય હતું તે પણ તેઓએ ખૂબ જ જહેમત ઉઠાવીને પરિપૂર્ણ કરાવ્યું હતું. વર્ષોના વર્ષો ત્યાં સાધનામાં વિતાવીને એ પાવનભૂમિને તપોભૂમિમાં ફેરવવાનું દુર્લભ કાર્ય તેઓ કરી ગયા છે. આજે પણ સ્પર્શના કરનાર ભાવિકો આત્મિક આનંદની અનુભૂતિ કરતા હોય છે.
મહુડી તીર્થના રસ્તા પર આવતી તેઓશ્રીની જન્મભૂમિ માણેકપુરમાં તેઓની સત્પ્રેરણાથી નિર્માણ પામેલ શ્રી આદીશ્વરપ્રભુથી પ્રતિષ્ઠિત ભવ્ય તીર્થધામ યાત્રાળુઓના મનને આહ્લાદ આપે છે. આ તીર્થના નિર્માણમાં તેઓશ્રીની નિઃસ્વાર્થ અને નિઃસ્પૃહતાથી સિંચિત થયેલી અનુમોદનીય ભાવના સાકાર બનેલી અનુભવાય છે.
અમારા પૂજ્ય નેત્રાદિ ઇન્દ્રિયોના અજોડ વિજેતા ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજી મહારાજ સાથે તેમને ખૂબ નિકટનો પરિચય હતો. તેઓ બંને જૈનશાસનની મહાન વિભૂતિઓ હતી. જ્યારે જ્યારે તેમનું મિલન થતું ત્યારે બંને મહાપુરુષો ખૂબ જ આત્મીયતા સાથે નિખાલસપણે વાર્તાલાપ કરતા નિહાળવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થતું હતું. પૂજ્ય દાદાગુરુદેવશ્રી સાથે તપસ્વી આચાર્યશ્રીનું અનેકવાર પ્રસંગોપાત મળવાનું થયું હતું તે પ્રસંગોએ તેમના કડક આચાર વિચારનો પરિચય સહજપણે મળી જતો હતો. તેઓશ્રીનું જીવન એક આદર્શ સાધુપુરુષ તરીકે સંઘમાં જાણીતું હતું. શ્રી સંઘમાં ઐક્યતા થાય તેના માટે પોતે જીવનના અંતિમ સમય સુધી ખૂબ જ કઠોર અભિગ્રહો ધારણ કરતા રહ્યા હતા. તેમનું દઢમનોબળ, કઠોરચર્યા, અને સરળહૃદય ખરેખર પ્રેરણાસ્વરૂપ હતા. બીજાઓ પ્રત્યે તેમના હૃદયની પણ કોમળતા કઠોર હૃદયને આકર્ષતી હતી. આવા દુઃષમકાળમાં તેઓ સૌને પ્રેરણા આપે તેવું સંયમથી મઘમઘતું જીવન જીવીને સર્વત્ર પોતાના આચારસંપન્ન ગુણોની સુગંધ પ્રસરાવી ગયા છે. સૌને પ્રેરણાદાયી બને તેવા તેમના ચારિત્રસંપન્ન જીવનમાંથી આરાધકોને ઘણુ બધુ પ્રેરકબળ પ્રાપ્ત થાઓ તેવી શુભ કામના.
For Private & Personal Use Only
www.janbrary.org