Book Title: Vismi Sadini Viral Vibhuti Part 02
Author(s): Hemvallabhvijay
Publisher: Sahasavan Kalyanakbhumi Tirthoddhar Samiti Junagadh
View full book text
________________
સેવા તમારી ભવોભવ મળજો...
- ૫.પૂ. મુનિ તત્વચિવિજયજી મ.સા
તીર્થ અને પ્રભુ પ્રત્યેની અનન્યભક્તિના પ્રભાવે જ જીવનસંધ્યાના અંતિમકાળે તેમના અતિવહાલા તે તીર્થના સાંનિધ્યમાં રહેવાનું થયું અને ગિરનારના દર્શન અને ‘અરિહંત'’ ‘‘નેમિનાથ”ના રટણપૂર્વક દેહત્યાગ કરી તેઓ તો અનંતની યાત્રાના આગલા મુકામે પહોંચી ગયા પરંતુ પાર્થિવદેહની અગ્નિસંસ્કારવિધિ પ્રભુ નેમિનાથની દીક્ષાકેવળજ્ઞાન કલ્યાણકભૂમિ સહસાવનમાં જ થવા પામેલ હતી.
પૂજ્યશ્રીની સંયમનિષ્ઠા અને બ્રહ્મચર્યચુસ્તતા અદ્ભુત હતી વળી સાધુ માટે વિગઇ સેવનના નિષેધની પ્રભઆજ્ઞાને પૂજ્યશ્રીએ સ્વજીવન માટે ઝીલી સ્વયં તો આયંબિલ તપના અનેરા માર્ગે સંચરી રહ્યા હતા, પરંતુ વૈરાગ્ય અને વાત્સલ્યવચનો દ્વારા આશ્રિતોની રસલાલસાને પણ ખતમ કરી દેતા ! તેમના પરિચયમાં આવનાર દરેકને આયંબિલની આરાધનાનું ઘેલું લગાડી દેતા, અનેકોના દિલમાં આગહારીપદની પ્રતિષ્ઠા થતી અને સ્વાદની શરણાગતિ છૂટી જતી ધર્મક્ષેત્રમાં અહીં ઘૂસી ગયેલા વૈભવવિલાસપૂર્વકના મસાલેદાર અને ચટાકેદાર ભોજનના આ યુગમાં પૂજ્યશ્રીની આહારસંજ્ઞા પ્રત્યેની વૃત્તિ અને પ્રવૃતિ અનેક જીવો માટે માઇલસ્ટોન હતી આયંબિલ તપ પ્રત્યેની શ્રધ્ધા અજબગજબની હતી તેથી કોઇપણ કાર્યોના પ્રારંભમાં મહામંગલકારી એવા આયંબિલતપની આરાધનાને અવશ્ય પ્રાધાન્ય આપતાં હતા. માર્યાબિલ ઉપવાસ dળ ધરી , tવાદમાગર કર્યો છોટૉરે, તેડેમ ડૂળે વિગઇ દામા, જોહવો મુનિવર મોટોરે, સાંભળજો તમે શાદભુત વાતો, હિમાંશુસૂરિ ગુરુવરની રે.....
આ તપોબળના પ્રભાવે સહજ વચનસિદ્ધિના તેઓ ધારક બન્યા હતા. તેથી જ મુશ્કેલીથી આયંબિલ કરનાર - મારા જેવાને પણ તેમના પ્રભાવે શ્રીભગવતીસૂત્રના યોગોદ્વહન અવસરે આયંબિલ સમેત બધી ક્રિયાદિ અત્યંત
સરળતા અને સહજતાપૂર્વક થવા પામ્યા હતા અને અખંડ ૨૧-૨૧ દિવસ આયંબિલની વિશિષ્ટ આરાધનાઓ તથા પાંચતિથિઆયંબિલની કાયમી આરાધના કરવાનું શક્ય બનેલ છે. તેઓશ્રીએ સિદ્ધ કરેલ આયંબિલની સાધના મારા માટે મહાનસાધના બની રહી છે. આ સંદર્ભે,
‘‘સકલ સિદ્ધતા તાહરી રે, માહરે સાધનરૂપ ” એ વાક્ય ચરિતાર્થ થતું જણાય છે. મારા જીવનઘડતરમાં પૂજ્યશ્રીનો અમૂલ્ય ફાળો રહ્યો છે અનેક સમયે સચોટ માર્ગદર્શન, વાચના, વાત્સલ્યના ધોધ વહાવ્યા છે અને સાધના જીવનના સારથિ બન્યા હતા
‘ગિરનાર સાક્ષાત્ જીવંત દિવ્યભૂમિ છે '' તેવા તેમના પ્રેરણા વચનોના પડઘા મારી પાંચમાસની ગિરનારની સ્થિરતા દરમ્યાન નિત્ય અનુભવવા મળેલ હતા. જેના પ્રભાવે આજે પણ જીવનનાવ સાધનાપથે ગતિ સાધે છે.
પ્રાંતે પૂજ્યશ્રી અનેકવિધ ગૂઢશકિતના સ્વામી હતા ! અમાપ ગુણોના મહેરામાણ હતા ! તેમના જીવનમાં રહેલા ઉત્તમકોટિના ગુણો જેવા કે બ્રહ્મચર્યનિષ્ઠા, તપનિષ્ઠા, જપનિષ્ઠા, વાત્સલ્યપરાયણતા, પરોપકારિતા, જિનશાસન-જિનઆજ્ઞા પ્રત્યેનો
અવિહડરાગ, ગિરનારી નેમિનાથદાદા પ્રત્યેની ભક્તિ આદિ ગુણોનો અંશમાત્ર પણ મારા જીવનમાં સંક્રામ થાઓ ! તેઓના દિવ્યાશિષથી દિવ્યદષ્ટિ ખૂલી
જાઓ ! એ જ પૂજ્યશ્રીને પ્રાર્થના !! "Bain Education óternational
ઉનાળાનો ધોમધખતો બપોરનો સમય હતો, રસ્તા ઉપર લોકોની અવરજવર પણ ઓછી થતી જતી હતી. પશુ-પંખીઓ પણ પોતાના આશ્રયસ્થાન તરફ જઇ રહ્યા હતા. આવી ગ્રીષ્મઋતુની ગરમીના સમયમાં ઘરની બાલ્કનીમાંથી રસ્તા ઉપર નજર કરતાં એક સંયમી મહાત્મા રોડ ઉપર ગોચરી લઇને જઇ રહ્યા હતા. દર્શન થતાં જ હૈયામાં અત્યંત અહોભાવ પેદા થઇ ગયો કે જેનશાસન કેટલું મહાન છે! આ મહાત્મા કેવી મસ્તીથી ધગધગતા રોડ ઉપર ચાલી રહ્યા છે. જાણે કે વનરાજ સિંહ પોતાની આત્મમસ્તીથી હોંશે હોંશે જઇ રહ્યો ન હોય ? આ દશ્ય નિહાળી મનોમન કોટી કોટી નમસ્કાર કર્યા. | આ દશ્ય જોયા પછી તે મહાત્મા ઉપર ઉત્તરોત્તર અહોભાવ વધતો ગયો. માત્ર ગોચરી વહોરીને જવાની ક્રિયા ઉપરથી અનુમાન કર્યું કે આ મહાત્મા સંયમજીવન કેટલું ઉંચુ પાળતા હશે ?
મનમાં વિચારોનું વાવાઝોડું ઉભુ થયું અને એ મહાત્માને મળવાની તલપ લાગી. તપાસ કરતાં નવકારફલેટના ઉપાશ્રયવાસાણામાં બિરાજમાન હોવાનું જાણ્યું, ભાવપૂર્વક વંદનાર્થે ગયો પરિચય વધતો ગયો અને જીવનમાં ધર્મ આરાધનામાં પણ એક નવો વેગ આવ્યો. તે મહાત્મા હતા મુનિ હેમવલ્લભ વિજયજી મહારાજ સાહેબ.
જેમ ગુરગૌતમથી પ્રતિબોધ પામેલ આત્માને તેઓ પ્રભુ મહાવીરનો પરિચય કરાવે તેમ ગુરહેમવલ્લભમહારાજ સાહેબે તપસ્વી સમ્રાટ ૫.પૂ. આ. હિમાંશુસૂરિ મ.સા. નો પરિચય કરાવ્યો.
પૂજ્યશ્રીનો પરિચય થતાં વંદનનો નિત્યક્રમ થઇ ગયો, ધીમે ધીમે પૂજ્યશ્રીના જીવનની પણ અલકમલકની વાતો સાંભળી વિશેષ બહુમાનભાવ પ્રગટતો ગયો.
an